Terror Attack બાદ કર્ણાટકના મંત્રીનું નિવેદન, કહ્યું, 'મને સ્યુસાઇડ બોમ્બ આપો, હું પાકિસ્તાન...'
- પહલગામ આતંકી હુમલા બાદ કર્ણાયક સરકારના મંત્રીનું ચર્ચાસ્પદ નિવેદન
- મને સ્યુસાઇડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઇશ
- પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે મંજુરીની માંગણી કરાઇ
- સમગ્ર મામલો સોશિયલ મીડિયા થકી સપાટી પર આવ્યો
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (PAHALGAM TERROR ATTACK) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસેને દિવસે તણાવ વધતો જાય છે. તેવામાં કર્ણાટક સરકારના આવાસ અને લઘુમતી મંત્રી ઝમીર અહેમદ ખાન (KARNATAKA MINISTER ZAMEER AHMED KHAN) નું એક નિવેદન ભારે વાયરલ થઈ રહ્યું છે. તેઓ પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા માટે સ્યુસાઇડ બોમ્હ સાથે એકલા પાકિસ્તાન જવા માટેની વાત કહી રહ્યા છે.
હું પાકિસ્તાન જઈને યુદ્ધ લડવા તૈયાર છું
શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી ખાને કહ્યું કે, પાકિસ્તાન હંમેશાથી ભારતનું દુશ્મન રહ્યું છે. આ સમયે વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ મને તક આપે તો હું સરહદ પર જઈને લડવા માટે તૈયાર છું. તેમણે ઉમેર્યું કે, "આપણે બધા ભારતીય અને હિન્દુસ્તાની છીએ. પાકિસ્તાન હંમેશા આપણો દુશ્મન દેશ રહ્યો છે. જો વડા પ્રધાન મોદી અને અમિત શાહ અથવા કેન્દ્ર સરકાર મને મંજુરી આપે તો હું પાકિસ્તાન જઈને યુદ્ધ લડવા તૈયાર છું."
દરેક ભારતીયે એક થવું જોઈએ
ખાને સ્યુસાઇડ બોમ્બ ઉપલબ્ધ કરાવવા માટે માટે પીએમ મોદીને હાકલ કરી હતી. તેમનું કહેવું છે કે, હું યુદ્ધ માટે પાકિસ્તાન જઈશ... મોદી, શાહ મને સ્યુસાઇડ બોમ્બ આપો, હું તેને બાંધીને પાકિસ્તાન જઈને હુમલો કરીશ. આ પહેલા ખાને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી, અને તેને અમાનવીય કૃત્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે દરેક ભારતીયે એક થવું જોઈએ, આ સમય આપણા માટે એક થવાનો છે.
પ્રવાસીઓને તેમનો ધર્મ વિશે પૂછીને ગોળી મારી દીધી
અત્રે નોંધનીય છે કે, 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. નજરે જોનારના જણાવ્યા અનુસાર, આ હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ વિશે પૂછીને ગોળી મારી દીધી હતી. હુમલા પછી તરત જ કેન્દ્ર સરકારે પણ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સરકારે સિંધુ જળ સંધિ તાત્કાલિક રદ કરવાની સાથે ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો --- Pahalgam attack બાદ ચન્નીનું નિવેદન, કહ્યું, પાકિસ્તાનને ક્યારે જવાબ આપવામાં આવશે


