Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત વિરૂદ્ધ અપપ્રચારનો કારસો નિષ્ફળ, PIB એ પાકિસ્તાનની 'ગપ્પાબાજી' પકડી

PIB FACT CHECK : ભારતે નનકાના સાહિબ ગુરુદ્વારા પર ડ્રોન હુમલો કર્યો છે, જ્યારે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે, પાકિસ્તાન દ્વારા અપપ્રચાર કરાયો છે.
ભારત વિરૂદ્ધ અપપ્રચારનો કારસો નિષ્ફળ  pib એ પાકિસ્તાનની  ગપ્પાબાજી  પકડી
Advertisement
  • પાકિસ્તાન સૈન્યના મનસુબા રોજ તુટી રહ્યા છે
  • યુદ્ધના મોરચે નિષ્ફળતા બાદ પાકિસ્તાન દ્વારા સોશિયલ મીડિયા પર જુઠ ફેલાવાયું
  • દુશ્મન દેશની ચાલાકી ગણતરીના સમયમાં જ ઉજાગર થઇ ગઇ

PIB FACT CHECK : ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસેને દિવસે તણાવ (INDIA PAKISTAN TENSION) સતત વધી રહ્યો છે. ભારતીય સેના પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવવાની સાથા સામે વળતો જવાબ આપી રહી છે. બંને દેશો વચ્ચે બગડતી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ભ્રામક સમાચારનો દોર શરૂ થયો છે. ભારતની છબીને નુકસાન પહોંચાડવા અને કાવતરાં રચવા માટે સોશિયલ મીડિયા દ્વારા વિવિધ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે.

જુઠ્ઠા દાવાનો પર્દાફાશ કર્યો

તાજેતરમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર થયેલા ડ્રોન હુમલા અંગે પણ આવો જ એક દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે નનકાના સાહિબ ગુરુદ્વારા પર ડ્રોન હુમલો કર્યો છે. PIB ના ફેક્ટ ચેકે (PIB FACK CHECK) આ જુઠ્ઠા દાવાનો પર્દાફાશ કર્યો છે.

Advertisement

નફરત ફેલાવવા માટે બનાવવામાં આવ્યો

પીઆઈબીએ ફેક્ટ ચેકમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતે નનકાના સાહિબ ગુરુદ્વારા પર ડ્રોન હુમલો કર્યો છે, જ્યારે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. X હેન્ડલ પર નકલી વીડિયો શેર કરતા લખ્યું હતું કે, "આ વીડિયો સાંપ્રદાયિક નફરત ફેલાવવા માટે બનાવવામાં આવ્યો છે. સતર્ક કરો રહો. આવા વીડિયો ફોરવર્ડ કરશો નહીં."

Advertisement

પાકિસ્તાન તરફી સોશિયલ મીડિયા હેન્ડલ્સનો દાવો

આ અગાઉ પાકિસ્તાન પ્રેરિત એક સોશિયલ મીડિયા હેન્ડલે ભારતીય પાઇલટને પકડવાનો દાવો કર્યો હતો, જે ખોટો નીકળ્યો. પીઆઈબીએ હકીકત તપાસમાં પુષ્ટિ આપી છે કે ભારતીય મહિલા વાયુસેના પાઇલટને પકડવામાં આવી નથી. પાકિસ્તાન તરફી સોશિયલ મીડિયા હેન્ડલ્સ દાવો કરી રહ્યા છે કે ભારતીય મહિલા વાયુસેના પાઇલટ, સ્ક્વોડ્રન લીડર શિવાની સિંહને પાકિસ્તાનમાં પકડી લેવામાં આવી છે, જ્યારે આ દાવો ખોટો સાબિત છે.

PIB એ પોતાના X હેન્ડલ પર શેર કર્યું

અન્ય એક યુઝરે દાવો કર્યો છે કે પાકિસ્તાનના સાયબર હુમલાને કારણે ભારતના 70 ટકા પાવર ગ્રીડને નુકસાન થયું છે. આ દાવો પણ ખોટો સાબિત થયો છે. PIB એ પોતાના X હેન્ડલ પર આ નકલી પોસ્ટ શેર કરતા લખ્યું, "ધ્યાન આપો: આ ખોટો દાવો ફેલાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો --- India-Pakistan War Situation : જોઈ લો પુરાવા, ભારતે પાકિસ્તાનનો કરી નાખ્યો કચ્ચરઘાણ

Tags :
Advertisement

.

×