Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan : પૂર્વ PM ઈમરાન ખાનના સમર્થનમાં વિરોધ વર્તમાન PM અને મુનીરને ખૂંચ્યો!

પાકિસ્તાનના ખૈબરમાં વડાપ્રધાન શહબાઝ શરીફ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો વિચાર કરી રહ્યા છે. ખૈબર પખ્તૂનખાનાનાં મુખ્યમંત્રી પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થનમાં ધરણા પ્રદર્શન પણ બેઠા છે. મુખ્યમંત્રીનાં વિરોધને જોતા પીએમ શહબાઝ શરીફ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. શહબાઝ શરીફ અને આસિમ મુનીર બંને મળીને હવે ખૈબર પખ્તૂનખામાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ફિરાકમાં છે.
pakistan   પૂર્વ pm ઈમરાન ખાનના સમર્થનમાં વિરોધ વર્તમાન pm અને મુનીરને ખૂંચ્યો
Advertisement
  1. Pakistan નાં ખૈબરમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન!
  2. આકરો નિર્ણય લઈ શકે છે પાકિસ્તાન વડાપ્રધાન
  3. ખૈબરનાં મુખ્યમંત્રીએ આપ્યું છે ઈમરાન ખાનને સમર્થન
  4. ઈમરાન ખાનના સમર્થનમાં મુખ્યમંત્રીના ધરણાં

પાકિસ્તાનમાં (Pakistan) શહબાઝ સરકાર વિરોધીઓનો અવાજ દબાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. ત્યારે હવે શહબાઝ શરીફ (Shahbaz Sharif) અને આર્મી  આસિમ મુનીર (Asim Munir) બંને મળીને હવે ખૈબર પખ્તૂનખામાં (Khyber Pakhtunkhwa) રાષ્ટ્રપતિ શાસન (President's rule) લાગુ કરવાની ફિરાકમાં છે. કારણ કે, ખૈબરનાં મુખ્યમંત્રીએ PTI પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (Imran Khan) સમર્થન આપ્યું છે. ઈમરાન ખાન હાલ અદિયાલા જેલમાં બંધ છે. છેલ્લા ઘણા દિવસોથી ઈમરાન ખાનની સ્થિતિ વિશે કોઈ સ્પષ્ટ જાણકારી નથી. ઈમરાન ખાનના પરિવારજનો અને પાર્ટીનાં સભ્યો શંકા વ્યક્ત કરી રહ્યા છે કે, જેલમાં ઈમરાન ખાન સાથે અણબનાવ બન્યો છે, જેથી પરિજનો ઈમરાન ખાનના જીવિત હોવાના પુરાવા માંગી રહ્યા છે. આ માગ સાથે PTI શાસિત ખૈબરનાં મુખ્યમંત્રી અને સમર્થકોએ અદિયાલા જેલ બહાર ધરણા કર્યા છે.

Pakistan નાં ખૈબરમાં લાગુ કરાશે રાષ્ટ્રપતિ શાસન!

પાકિસ્તાન સરકાર ખૈબરમાં રાષ્ટ્રપતિ શાસન (President's rule) લાગુ કરવાનો વિચાર કરી રહી છે. પાકિસ્તાનના એક મંત્રીએ કહ્યું કે, લોકહિત માટે પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું બંધારણીય છે. જ્યારે, સ્થિતિ કાબૂ બહાર હોય ત્યારે આ કાયદો લાગુ કરી શકાય છે. સ્થાનિક મંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ લેશે.

Advertisement

રાષ્ટ્રપતિ શાસન પાછળનું તર્ક

પાકિસ્તાનનાં લઘુ કાયદા અને ન્યાયમંત્રી બેરિસ્ટર અકીલ મલિકે કહ્યું કે, સરકાર ગવર્નર રાજ માટે વિચારણા કરી રહી છે. અકીલ મલિકે આ નિર્ણયને યોગ્ય ઠેરાવતા કહ્યું કે, સુરક્ષા અને શાસન સાથે જોડાયેલો આ મુદ્દો અત્યંત ગંભીર છે.

Advertisement

આ પણ વાંચો - અમેરિકામાં IT પ્રોફેશનલ્સનું સપનું તૂટ્યું: વિઝા રિજેક્શન રેટ આસમાને પહોંચ્યો!

પાકિસ્તાની મીડિયાનો દાવો

પાકિસ્તાની સમાચાર પત્ર ડૉન પ્રમાણે ખૈબરના મુખ્યમંત્રી કેન્દ્ર સરકાર સાથે કોઈ સંકલન કરતા નથી અને જ્યાં જરૂર હોય ત્યાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી.

Pakistan ના ખૈબર મુખ્યમંત્રી પર આરોપ

ખૈબરના મુખ્યમંત્રી (Khyber CM) પર આરોપ છે કે, તેઓ જનતાને ભડકાવે છે. રસ્તા પર ચક્કાજામ કરીને રાજ્યને દેશ સાથે જોડતા રસ્તાઓથી સંપર્ક વિહોણા કરવાનું ષડયંત્ર કરે છે. ખૈબરનાં ગવર્નરે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. જો કે, ખૈબરમાં કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તેનું સમર્થન કરવાનું પણ નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો - એલોન મસ્કએ ભારતીયોના કર્યા વખાણ, 'અમેરિકાને ભારતીય પ્રતિભાથી ઘણો મોટો ફાયદો થયો'

Tags :
Advertisement

.

×