Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનના બંધારણીય સુધારા પર સંયુક્ત રાષ્ટ્ર ની ગંભીર ચિંતા, ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમમાં

સંયુક્ત રાષ્ટ્ર (UN) માનવ અધિકારના ઉચ્ચ કમિશનર વોલ્કર તુર્કે પાકિસ્તાનના 26મા બંધારણીય સુધારા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે ચેતવણી આપી કે આ ફેરફારો દેશની ન્યાયિક સ્વતંત્રતા અને લશ્કરી જવાબદારી માટે પડકાર ઊભો કરી શકે છે. તુર્કે કહ્યું કે આ સુધારાથી ન્યાયતંત્રમાં રાજકીય હસ્તક્ષેપ વધશે, જે પાકિસ્તાનમાં લોકશાહી અને કાયદાના શાસનને જોખમમાં મૂકી શકે છે.
પાકિસ્તાનના બંધારણીય સુધારા પર સંયુક્ત રાષ્ટ્ર ની ગંભીર ચિંતા  ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમમાં
Advertisement
  • Pakistan Constitutional Amendment  મામલે UN ચિંતિંત
  • પાકિસ્તાનના 26માં સુધારો લોકશાહી માટે જોખમી
  • ન્યાયિક વ્યવસ્થા માટે ગંભીર પડકાર ઉભા થશે: UN

પાકિસ્તાનમાં લોકશાહીના અસ્તિત્વ વચ્ચે, તાજેતરમાં કરવામાં આવેલા બંધારણીય સુધારાને કારણે સંયુક્ત રાષ્ટ્ર (UN) ની ચિંતાઓ વધી છે. સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર (UNHRC) ના ઉચ્ચ કમિશનર વોલ્કર તુર્કે (VolkerTurk) સ્પષ્ટપણે આ સુધારા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને જણાવ્યું છે કે તે દેશની ન્યાયિક વ્યવસ્થા માટે ગંભીર પડકાર ઊભો કરી શકે છે.

Pakistan Constitutional Amendment : વોલ્કર તુર્કે એક પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું નિવેદન

નોંધનીય છે કે UNHRCના ઉચ્ચ કમિશનર વોલ્કર તુર્કે એક પ્રેસમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનો 26મો બંધારણીય સુધારો માત્ર ન્યાયિક સ્વતંત્રતા માટે જ નહીં, પરંતુ લશ્કરી જવાબદારી અને કાયદાના શાસન માટે પણ એક મહત્ત્વપૂર્ણ પડકાર ઊભો કરી શકે છે.વોલ્કર તુર્કનું નિવેદન આ સુધારા બાદ આવ્યું છે, જેના વિશે તેમણે ચેતવણી આપી હતી કે તે પાકિસ્તાનમાં લોકશાહી અને માનવ અધિકારોને જોખમમાં મૂકી શકે છે.

Advertisement

Advertisement

Pakistan Constitutional Amendment  : રાજકીય હસ્તક્ષેપની સંભાવના

વોલ્કર તુર્કે આ સુધારાની સંભવિત અસરો પર ભાર મૂક્યો હતો અને આ મામલે વોલ્કર તુર્કે જણાવ્યું કે   આ ફેરફારો ન્યાયતંત્રમાં રાજકીય હસ્તક્ષેપ તરફ દોરી શકે છે. આ ઉપરાંત આ સુધારાના પરિણામ ન્યાયતંત્રને કારોબારી વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ નિર્ણયો લેવા માટે દબાણ થઈ શકે છે. વધુમાં તુર્કે જણાવ્યું કે ન્યાયાધીશો રાજકીય પ્રભાવને આધીન ન હોવા જોઈએ, અન્યથા તે કાયદા સમક્ષ ન્યાય અને સમાનતા સુનિશ્ચિત કરવાની પ્રક્રિયાને જટિલ બનાવી શકે છે.સંયુક્ત રાષ્ટ્રની આ ટિપ્પણી પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને કાયદાકીય માળખા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારી શકે છે.

આ પણ વાંચો:   62 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયાના PM વરરાજા બન્યા, જાણો કોણ છે જીવનસાથી

Tags :
Advertisement

.

×