Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan: પાકિસ્તાની આર્મીની દાદાગીરી, પોતાના જ દેશની પોલીસના કર્યા આવા હાલ!

Pakistan: વિશ્વના મોટાભાગના દેશો માટે પાકિસ્તાન દુશ્મન દેશ તરીકે જાણીતું છે. ખાસ કરીને ભારત માટે તેનો આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ત્યાની સરકાર કરતા પણ વધારે Pakistan આર્મીનું વધારે ચાલે છે. મોટા ભાગના નિર્ણયોમાં ત્યાની આર્મીની...
pakistan  પાકિસ્તાની આર્મીની દાદાગીરી  પોતાના જ દેશની પોલીસના કર્યા આવા હાલ
Advertisement

Pakistan: વિશ્વના મોટાભાગના દેશો માટે પાકિસ્તાન દુશ્મન દેશ તરીકે જાણીતું છે. ખાસ કરીને ભારત માટે તેનો આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ત્યાની સરકાર કરતા પણ વધારે Pakistan આર્મીનું વધારે ચાલે છે. મોટા ભાગના નિર્ણયોમાં ત્યાની આર્મીની ભાગ લે છે. નોંધનીય છે કે, ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ માટે પાકિસ્તાની આર્મી જ જવાબદાર છે. આમ, જોવા જઈએ તો વિશ્વના અન્ય દેશો પાસે આર્મી છે, પરંતુ પાકિસ્તાની આર્મી પાસે પોતાનો એક દેશ છે. પાકિસ્તાની સેનાએ પંજાબ પ્રાંતની પોલીસને બેરહેમીથી માર માર્યો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આટલું જ નહીં, પોલીસ અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સેના કોઈ નિયમની બહાર છે અને તે કોઈને પણ માર મારી શકે છે.

પાકિસ્તાની આર્મીના 20 સૈનિકોએ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો

મળતી વિગતો પ્રમાણે આ મામલો પંજાબ પ્રાંતના બહાવલપુર શહેરનો છે. અહીં સેનાના બે ભાઈ પર આરોપ હતો કે, તેઓ ગૈંગસ્ટર છે અને પોતાના ઘરમાં હથિયારો ખરીદીને રાખ્યા છે. પોલીસે બંને સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તેમના ઘરે દરોડો પાડી હથિયારો કબજે કર્યા હતા. આનાથી પાકિસ્તાનની આર્મી ગુસ્સે થઈ ગઈ અને લગભગ 20 સૈનિકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. તેઓએ ત્યાં રાખેલી તમામ વસ્તુઓની તોડફોડ કરી અને પોલીસકર્મીઓને મારપીટ કરી. માર મારવાથી ઘણા પોલીસકર્મીઓ લોહીલુહાણ થઈ રહ્યા હતા અને બચવા માટે ભીખ માગતા જોવા મળ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ ડરના માર્યા પોલીસ સ્ટેશનની બહાર દોડી ગયા હતા. એક વીડિયોમાં જોવા મળે છે કે નઈમ નામનો સબ ઈન્સ્પેક્ટર પાકિસ્તાન આર્મીના જવાનો પાસેથી પોતાના જીવની ભીખ માંગી રહ્યો છે અને અલ્લાહના નામે કહી રહ્યો છે કે મને છોડી દો.

Advertisement

પાકિસ્તાની પત્રકારે શેર કર્યો આ વીડિયો

આ વીડિયો આત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાની એક પત્રકાર દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો અને શેર થતાની સાથે જ તે અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પોલીસકર્મી પોતાના દર્દની વાત શેર કરી રહ્યો છે. પોલીસેકર્મીએ કહ્યું કે, ‘જીવ કરે છે ડૂબીને મરી જઈએ. અમારી આ હાલત છે આર્મીવાળા બે ભાઈઓ ડાકુ છે. પોલીસે તેમની સામે કાર્યવાહી કરે તો આર્મી વાળા હથિયાર લઈનએ આવે છે અને અમારા પોલીસ કર્મીઓને આરોપીઓની સામે જ માર્યા છે. આ કેવું પાકિસ્તાન છે? આખરે સીએમ સાહેબા ક્યા છે?’

Advertisement

મરિયમ નવાજ પંજાબના મુખ્યમંત્રી છે

તેમને જણાવી દઈએ કે, અત્યારે પંજાબના મુખ્યમંત્રી નવાઝ શરીફની દીકરી મરિયમ નવાજ છે. તે આ બાબતે કેવી કાર્યવાહી કરે છે તો જોવું રહ્યું? બાકી સૌ કોઈ જાણે છે કે, પાકિસ્તાનમાં સરકાર કરતા વધારે તો પાકિસ્તાની આર્મીનું વધારે ચાલે છે. ખુલ્લેઆમ પાકિસ્તાની આર્મી આરોપીઓની સામે પોલીસકર્મીઓને મારી રહીં છે. તે સ્પષ્ટ કરે છે કે, આ પાકિસ્તાની આર્મીની દાદાગીરી છે. પોલીસે કર્મીએ તો અત્યારે પંજાબની મુખ્યમંત્રી મરિયમને ન્યાય માટે ગુહાર લગાવી છે. પરંતુ મુખ્યમંત્રી કેવી કાર્યવાહી કરે છે તેના વિશે અત્યારે કઈ પણ કહી શકાય તેમ નથી. કારણ કે, પાકિસ્તાની આર્મી પાસે પોતાનો એક દેશ છે

આ પણ વાંચો: PAKISTAN : કરાંચીના રસ્તા પર ઉતર્યા 3 લાખ પ્રોફેશનલ ભિખારી, મોલ અને સિગ્નલ પર જમાવ્યો અડ્ડો

આ પણ વાંચો: NASA: શું ચંદ્ર પર એલિયન્સ રહે છે? નાસાએ શેર કરેલ તસવીર UFO જેવી લાગે છે

આ પણ વાંચો: Taliban પણ માનવતા દાખવશે, અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની જમીન પરત કરશે

Tags :
Advertisement

.

×