પાકિસ્તાનની 'જુઠ'ની મિસાઇલ ધ્વસ્ત કરતું PIB FACT CHECK
- પાકિસ્તાન દ્વારા હવાઇ, જમીન અને સોશિયલ મીડિયામાં કરાતા હુમલા નાકામ બનાવાયા
- સરકારી એજન્સી ભારત વિરૂદ્ધ ફેલાતા જુઠનો સમયસર પકડી રહી છે
- પાકિસ્તાન દ્વારા જુઠનો ભારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે
PIB FACE CHECK : ભારતે વધુ એક વખત પાકિસ્તાનની જુઠની મિસાઇલ ધ્વસ્ત કરી દીધી છે. દુશ્મન દેશની ફેક ન્યૂઝ ફેક્ટરીમાંથી અપપ્રચારના ભાગરૂપે એવી માહિતી શેર કરવામાં આવી જેની હકીકત PIB FACT CHECK ની તપાસમાં ખોટા અને પાયાવિહોણા નીકળ્યા છે. આમ, સોશિયલ મીડિયામાં ભારત વિરૂદ્ધ છોડવામાં આવેલી અપપ્રચાર માટેની જુઠની મિસાઇલ ધ્વસ્ત કરવામાં આવી છે.
🚨Udhampur Air Base remains operational✅
A video aired by 'AIK News' on live TV claimed that Pakistan had destroyed the Udhampur Air Base.#PIBFactCheck
✅ This video shows a fire incident at a chemical factory in Hanumangarh, Rajasthan.
✅ It's unrelated to the current… pic.twitter.com/EIs0xXucXw
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
વીડિયો ફેક્ટ ચેકમાં ખોટો હોવાનું જાણવા મળ્યું
પાકિસ્તાનની ન્યૂઝ દ્વારા લાઈવ પ્રસારણમાં દાવો કર્યો હતો કે, પાકિસ્તાને ઉધમપુર એર બેઝનો નાશ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. જો કે, આ વીડિયો ફેક્ટ ચેકમાં ખોટો હોવાનું જાણવા મળ્યું હતું.. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો છે.
એકતરફી દાવા માટે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો
પીઆઈબીએ તપાસ બાદ સ્પષ્ટતા કરી છે કે, વાયરલ વીડિયોમાં દેખાતી ઘટનાને ઉધમપુર એર બેઝ સાથે કોઇ સંબંધ નથી. આ વીડિયો રાજસ્થાનના હનુમાનગઢમાં એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનાના જૂના ફૂટેજીસ છે. જેનો એકતરફી દાવા માટે ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. ફેક્ટ-ચેકમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ વીડિયોનો ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ અથવા કોઈપણ લશ્કરી કાર્યવાહી સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી.
ઉપજાવી કાઢેલા સમાચારોના શિકાર ના બનો
આ સાથે PIB એ જનતાને અપીલ કરી છે કે, કોઇ પણ ખોટા સમાચાર પર વિશ્વાસ કરવો નહીં. ફક્ત સરકારી અને સત્તાવાર સ્ત્રોતમાંથી મળેલી માહિતી પર જ વિશ્વાસ કરો. PIB ફેક્ટ ચેકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું કે "સાવધાન રહો. ઉપજાવી કાઢેલા સમાચારોના શિકાર ના બનો!"
અમે ખોટા સમાચારના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છીએ
આ સાથે ઉધમપુરના સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે પણ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, અમે ખોટા સમાચારના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છીએ. લોકોને વિનંતી છે કે તેઓ સોશિયલ મીડિયા પર જાણ્યા, સમજ્યા અને પરખ્યા વગર કોઇ પણ સમાચાર શેર ના કરે.
વિદેશ સચીવે પણ સચેત કર્યા
શનિવારે ભારતના વિદેશ અને સંરક્ષણ મંત્રાલયો દ્વારા પ્રેસ બ્રીફિંગ યોજાઈ હતી. જેમાં વિદેશ સચિવ મિસરીએ બનાવટી સમાચાર અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના ખોટા દાવાઓનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાની સરકારી એજન્સીઓ આ હુમલા અને વિનાશની જવાબદારી સ્વીકારી રહી છે. તેઓ દાવા કરતા કહી રહ્યા છે કે, આર્મી ફેસિલીટી નાશ પામી છે, આ બધું ખોટું છે. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન સતત નાગરિકો અને મહત્વની ઇમારતોને નિશાન બનાવવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે.
આ પણ વાંચો --- ભારત વિરૂદ્ધ અપપ્રચારનો કારસો નિષ્ફળ, PIB એ પાકિસ્તાનની 'ગપ્પાબાજી' પકડી


