અફઘાનિસ્તાન સાથે યુદ્ધમાં ઊંધા મોઢે પછડાયા બાદ Pakistan ની અર્થવ્યવસ્થા અંધકારમાં!
- અફઘાનિસ્તાન સાથે યુદ્ધ પછી Pakistan ને હાથનાં કર્યા હૈયે વાગ્યા!
- સીમા બંધ કર્યા પછી મોંઘવારીનો મારો
- પાકિસ્તાનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓનાં ભાવ આસમાને
- ગોડાઉનમાં સડી રહ્યા છે ફળ અને શાકભાજી
પાકિસ્તાનનાં (Pakistan) DG ISPR લેફ્ટિનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ અફઘાનિસ્તાનને (Afghanistan) ચેતવણી આપી હતી કે, ખૂન અને વેપાર એકસાથે ના થઈ શકે. જો કે, હવે આ નિવેદન પાકિસ્તાનને જ ભારે પડ્યું છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનને જોડતી બોર્ડર બંધ કરી દીધી છે. છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી સીમા બંધ હોવાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે.
Pakistan નું જુઠ્ઠાણું
પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફ (Khawaja Asif) સીમા બંધ કરવાના નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ નિર્ણયથી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓની ઘૂસણખોરી બંધ થશે. પરંતુ, હકીકત જૂદી જ છે, બોર્ડર બંધ થયા પછી વેપારીઓ, ટ્રાન્સપોર્ટ્સ સહિત મજૂર વર્ગ ભારે કિંમત ચૂકવી રહ્યા છે.
સિમેન્ટ અને ફાર્મા ઉદ્યોગને નુકસાન
પાકિસ્તાની મીડિયા મુજબ, અફઘાની કોલસાની આયાત બંધ થવાથી પાકિસ્તાની સિમેન્ટ કંપનીઓને મોટું નુકસાન થયું છે. કંપનીઓને હવે દક્ષિણ આફ્રિકા, ઈન્ડોનેશિયા અને મોઝામ્બિક જેવા દેશોમાંથી મોંઘાભાવે કોલસો મંગાવવો પડે છે. પાકિસ્તાની (Pakistan) કંપનીઓ અફઘાનિ કોલસા માટે પહેલા 30-32 હજાર રૂપિયા પ્રતિ ટનના ચૂકવતા હતા. પરંતુ, હવે 42 થી 45 હજાર રૂપિયા ચૂકવવા પડે છે. ફાર્મા ક્ષેત્રે (Pharma Industry) વાત કરીએ તો, પાકિસ્તાન દર વર્ષે અફઘાનિસ્તાનમાં લગભગ 187 મિલિયન ડૉલરની દવાની નિકાસ કરતું હતું. પરંતુ બોર્ડર બંધ થતા હવે દવાનો સ્ટોક ફેક્ટરીઓમાં અટવાયો છે. તેમાંથી મોટાભાગની દવાઓ પાકિસ્તાનમાં રજિસ્ટર્ડ જ નથી. જેથી લોકલ માર્કેટમાં પણ વેચાણ કરવું મુશ્કેલ છે.
ફળ-શાકભાજી સડી રહ્યા છે
પાકિસ્તાની બજારોમાં ફળ અને શાકભાજી પડ્યા પડ્યા સડી રહ્યા છે. ખરીદનાર કોઈ નથી. અફઘાનિસ્તાનમાં (Afghanistan) નિકાસ કરનારો તમામ માલ સડી ગયો હોવાથી નાશ કરવામાં આવી રહ્યો છે. વેપારીઓને નુકસાન થતા માર્કેટમાં શાકભાજી અને ફળનો ભાવ વધી ગયો છે. વિવિધ પ્રાંતના વેપારીઓ-ઉદ્યોગપતિઓએ જમીયત ઉલેમા-એ-ઈસ્લામના પ્રમુખ પાસે મદદની ગુહાર લગાવી છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે, છેલ્લા 45 દિવસમાં અરબો-ખરબો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે.
આ પણ વાંચો - Pakistan : પૂર્વ PM ઈમરાન ખાનના સમર્થનમાં વિરોધ વર્તમાન PM અને મુનીરને ખૂંચ્યો!
અફઘાનિસ્તાનના વેપારમાં વૃદ્ધિ
પાકિસ્તાનની અર્થવ્યવસ્થાના (Pakistan's Economy) પાયા હલાવ્યા પછી પણ અફઘાનિસ્તાન ડબલ સ્ફૂર્તિ સાથે આગળ વધી રહ્યું છે. અફઘાનિસ્તાને ઈરાન, ભારત સહિત મધ્ય એશિયા અને તુર્કી (Turkey) તરફ વેપારી સંબંધો વધારી દીધા છે. અફઘાનિસ્તાને પોતાની ઉત્પાદનોની નિકાસ રશિયામાં પણ શરૂ કરી દીધી છે.
પાકિસ્તાન સામે આક્રમક તાલિબાન
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના ઉપપ્રધાનમંત્રી મુલ્લા ગની બરાદરે સ્પષ્ટ કર્યું છે કે, હવે પાકિસ્તાની રસ્તેથી આવેલા કોઈ પણ વેપારીને મદદ કરવામાં નહીં આવે. તો UNએ પાકિસ્તાનને અપીલ કરી છે કે, અફઘાનિસ્તાન સાથેના વેપાર માર્ગને ખોલવામાં આવે. પાકિસ્તાનના વિદેશમંત્રી ઈશાક ડારએ કહ્યું કે, આ મુદ્દે તેઓ પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર સાથે ચર્ચા કરશે.
આ પણ વાંચો - અમેરિકામાં IT પ્રોફેશનલ્સનું સપનું તૂટ્યું: વિઝા રિજેક્શન રેટ આસમાને પહોંચ્યો!


