Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MIRZAPUR 3 માં આવશે PANCHAYAT ના સચિવજી; કાલીન ભૈયાનું કરશે આ મોટું કામ!

MIRZAPUR વેબ સિરીજ આવતી કાલે પ્રાઇમ વિડીયો ઉપર રિલીઝ થવાની છે. MIRZAPUR ની લોકપ્રિયતા ખૂબ જ વધારે છે. લોકો આ શો માટે છેલ્લા ઘણા સમયથી વાટ માંડીને બેઠા છે. પ્રાઇમ વિડીયોની વાત કરવામાં આવે તો MIRZAPUR સિવાય તેનો એક વધુ...
mirzapur 3 માં આવશે panchayat ના સચિવજી  કાલીન ભૈયાનું કરશે આ મોટું કામ
Advertisement

MIRZAPUR વેબ સિરીજ આવતી કાલે પ્રાઇમ વિડીયો ઉપર રિલીઝ થવાની છે. MIRZAPUR ની લોકપ્રિયતા ખૂબ જ વધારે છે. લોકો આ શો માટે છેલ્લા ઘણા સમયથી વાટ માંડીને બેઠા છે. પ્રાઇમ વિડીયોની વાત કરવામાં આવે તો MIRZAPUR સિવાય તેનો એક વધુ શો છે, જે ઘણો લોકપ્રિય છે. એ શોનું નામ છે તાજેતરમાં આવેલ PANCHAYAT. હાલમાં તેનો 3 જો ભાગ આવ્યો હતો, જેને લોકોએ ઘણો પસંદ કર્યો હતો. આ શોમાં ખાસ કરીને સચિવજીનું પાત્ર ખૂબ જ જાણીતું છે. સચિવજીનું પાત્ર શોમાં જિતેન્દ્ર કુમાર ભજવે છે. હવે આ શોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે MIRZAPUR માં PANCHAYAT ના સચિવજીની એન્ટ્રી થવાની છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

MIRZAPUR માં દેખાશે સચિવજી

Advertisement

જી હા હાલમાં સામે આવેલી વિગતના અનુસાર મિર્ઝાપુરની આ સિઝનમાં 'પંચાયત'ના 'સચિવ'ની પણ એન્ટ્રી થવા જઈ રહી છે. હા, આ સિઝનમાં સેક્રેટરી જી એટલે કે જિતેન્દ્ર કુમારનો પણ એક અગત્યનો કેમિયો હશે. સચિવજી આ શોમાં એન્ટ્રીને MIRZAPUR અને PANCHAYAT નું CROSSOVER કહેવામાં આવી રહ્યું છે. MIRZAPUR શોમાં ગુડ્ડુ પંડિતનું પાત્ર ભજવનાર અલી ફઝલે મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

Advertisement

કાલીન ભૈયાના મૃત્યુની તપાસ કરશે સચિવજી

મળતી માહિતીના અનુસાર PANCHAYAT ના સચિવજી MIRZAPUR ના 2 એપિસોડમાં જોવા મળશે. જિતેન્દ્ર કુમારનું પાત્ર પંકજ ત્રિપાઠીના પાત્ર કાલીન ભૈયાના મૃત્યુ સાથે સંબંધિત પેપરવર્ક કરતા જોવા મળશે. હવે આ માહિતી સામે આવ્યા બાદ જિતેન્દ્ર કુમારના ફેન્સની ખુશીની કોઈ સીમા નથી રહી. લોકો હવે આ માહિતી સામે આવ્યા બાદ ખૂબ જ આતુરતાથી આ શોની રાહ જોઈ રહ્યા છે.

આવતી કાલે મિર્ઝાપુર 3 શો PRIME VIDEO ઉપર રીલીઝ થશે. આ શોમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, વિજય વર્મા જેવા કલાકારો જોવા મળશે. આ શોને ટ્રેલરને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Kalki 2898 AD Collection: Rebel Star ની ફિલ્મે માત્ર 7 દિવસમાં હિન્દી ભાષમાં 2024 ની સૌથી વધુ કમાણી કરી

Tags :
Advertisement

.

×