Panchmahal : લગ્ન નોંધણીમાં કૌભાંડ આચરનાર તલાટીની ધરપકડ બાદ નવો ખુલાસો
- Panchmahal તલાટી કેસમાં મોટો ખુલાસો : લગ્ન રજિસ્ટર કાલોલના વકીલના બંધ મકાનમાંથી મળ્યું
- જાંબુઘોડા તલાટી અર્જુન મેઘવાલની ધરપકડ બાદ ગુમ થયેલું 2025નું લગ્ન રજિસ્ટર જપ્ત
- લગ્ન નોંધણી માટે પૈસા લેનાર તલાટીએ ગામ પંચાયતના દસ્તાવેજો કાલોલમાં છુપાવ્યા, પોલીસે ઝડપ્યા
- કણજીપાણી લગ્ન રજિસ્ટ્રેશન વીડિયો કેસ: તલાટીના મિત્ર વકીલના મકાનમાંથી પુરાવા મળ્યા
- પંચમહાલમાં ચોંકાવનારો વળાંક: ધરપકડ થયેલા તલાટીએ ગુમ્મતે ગાયબ કરેલું રજિસ્ટર 80 કિ.મી. દૂર મળ્યું
Panchmahal : પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી-કમ-મંત્રી અર્જુન મેઘવાળનો લગ્ન નોંધણી કરીને 50 લાખ રૂપિયાની કમાણી કરી હોવાનો વીડિયો વાયરલ થયા બાદ મચેલી ખળભળાટ હવે વધુ ગંભીર વળાંક લઈ રહી છે.
એક યુવતીના પિતાએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં તલાટી અર્જુન મેઘવાલ, લગ્ન કરનાર યુવક અને યુવતી સામે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં આ ફરિયાદ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી અને પોલીસે તુરંત એક્શન લેતાં તલાટી અર્જુન મેઘવાલની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો કે, 2025નું સંપૂર્ણ લગ્ન નોંધણી રજિસ્ટર ગાયબ છે! પોલીસે તલાટીની પૂછતાછ કરતાં તેણે કબૂલ્યું કે તેણે ગામ પંચાયતના મહત્ત્વના દસ્તાવેજો પોતાની સાથે લઈ જઈને કાલોલના ડેરોલ સ્ટેશન ગામે પોતાના મિત્ર વકીલના બંધ મકાનમાં છુપાવી દીધા હતા.
જાંબુઘોડાની કણજીપાણી સહીત ચાર ગ્રા.પં.માં ખોટા આધાર પુરાવાના આધારે લગ્ન નોંધણી કરનાર તલાટીને પકડી પાડયા હતો. તલાટીએ પોલીસને કહ્યુ કે વર્ષ 2025 ના લગ્ન નોંધણીના દસ્તાવેજો ડેરોલ ગામના એક વકીલના મકાનમાં સંતાડ્યા હોવાનું કહેતા પોલીસની ટીમ ડેરોલ પહોંચી હતી. જાંબુઘોડા તાલુકાની કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેધવાલ પાસે કરા, ઉઢવણ તથા રામપુરાના ઇન્ચાર્જ તલાટીકમ મંત્રી તરીકેનો ચાર્જ હતો.
તલાટી સામે બે હજાર કરતા વધુ લગ્ન નોંધણી કરીને 50 લાખ રૂપિયા ગેરકાયદેસર રીતે કમાયા હોવાનો આક્ષેપ કરવામાં આવતા જિલ્લા પંચાયતે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ ટીમે ચાર ગ્રામ પંચાયતમાં તપાસ કરતા ગ્રામ પંચાયતમાંથી વર્ષ 2025 ના લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા ન હતા. જ્યારે તલાટી અર્જુન મેધવાલ તથા લગ્ન કરેલ પ્રેમી યુવક યુવતી સામે જાંબુઘોડા પોલીસ મથકે બોગસ દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણી કરીને ખોટા લગ્ન પ્રમાણ પત્ર ઇશ્યુ કર્યાની ફરીયાદ નોંધાઇ હતી.
જાંબુઘોડા પોલીસે તુરંત કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન પહોંચીને રેડ પાડી અને તે વકીલના બંધ મકાનમાંથી નીચે મુજબની વસ્તુઓ કબ્જે કરી છે.
2025નું ગુમ થયેલું લગ્ન નોંધણી રજિસ્ટર
લગ્ન નોંધણી માટે લેવડ-દેવડ થયેલી રોકડ પહોંચ
લગ્ન કરનાર યુવક-યુવતીના મૂળ દસ્તાવેજો
અન્ય ગામ પંચાયતના મહત્ત્વના રેકોર્ડ
પોલીસના જણાવ્યા અનુસાર, તલાટીએ આ બધા દસ્તાવેજો કણજીપાણી ગામ પંચાયત ઓફિસમાંથી ઉઠાવીને લગભગ 80 કિલોમીટર દૂર કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં પોતાના મિત્ર વકીલના બંધ મકાનમાં સુરક્ષિત રીતે છુપાવી દીધા હતા, જેથી પુરાવા નાશ થઈ જાય અથવા તપાસમાં અડચણ આવે. હાલ પોલીસે આ તમામ દસ્તાવેજો કબ્જે કરીને સીલ કરી દીધા છે અને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે, આ તલાટીએ અત્યાર સુધી કેટલા લગ્નની નોંધણીમાં ગેરરીતિ કરી છે? કેટલા યુવક-યુવતીઓ પાસેથી પૈસા લીધા છે? શું આ એકલા તલાટીનું કૃત્ય છે કે તેની પાછળ મોટું રેકેટ કાર્યરત છે?
જાંબુઘોડા પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન નોંધણીની પ્રક્રિયામાં થતી ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, તલાટી અર્જુન મેઘવાલ પાસે ચાર ગ્રામ પંચાયતનો ચાર્જ હોવાથી લગ્ન નોંધણી કરીને તેના દસ્તાવેજો પોતાની સાથે લઈ જતો હતો. જેથી તપાસ ટીમ ગ્રામ પંચાયતમાં તપાસ કરવા જતા વર્ષ 2024 ના લગ્ન નોંધણીના દસ્તાવેજો જ મળ્યા હતા. તલાટીને વર્ષ 2025 ના લગ્ન નોંધણી દસ્તાવેજો ડેરોલ ખાતે સંતાડી રાખ્યા હતા. તેમજ તલાટી લાખો રૂપીયા કમાઇને રાજસ્થાનમાં જમીનો લીધી હોવાનું વાઇરલ વિડીયોમાં જણાવતા જિલ્લા પંચાયત તલાટીની મિલ્કતની તપાસ એસીબી પાસે કરવાની રજુઆત કરશે.
આ પણ વાંચો- Surat : ખુલ્લી પાણીની ટાંકીએ છીનવી લીધો ત્રણ વર્ષના માસૂમનો જીવ


