Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુપ્રીમ કોર્ટે EVM જ કોર્ટમાં મંગાવીને કરી મતોની ગણતરી, જીતેલો હાર્યો અને હારેલો જીતી ગયો

સુપ્રીમ કોર્ટે બદલ્યા પાણીપતના સરપંચ ચૂંટણી પરિણામ, EVM તપાસ બાદ નિર્ણય
સુપ્રીમ કોર્ટે evm જ કોર્ટમાં મંગાવીને કરી મતોની ગણતરી  જીતેલો હાર્યો અને હારેલો જીતી ગયો
Advertisement
  •  સુપ્રીમ કોર્ટે બદલ્યા પાણીપતના સરપંચ ચૂંટણી પરિણામ, EVM તપાસ બાદ નિર્ણય
  • હરિયાણા: પાણીપતના બુઆના લાખુમાં સરપંચ ચૂંટણીમાં મોટો ફેરફાર
  • પુનઃગણતરીથી મોહિત કુમાર સરપંચ, સુપ્રીમ કોર્ટે રદ કર્યો હાઈકોર્ટનો આદેશ
  • પાણીપતની ચૂંટણીમાં ઉલટફેર: EVM તપાસ બાદ નવો સરપંચ નિર્ધારિત

નવી દિલ્હી : હરિયાણામાં એક સરપંચ ચૂંટણી સંબંધિત વિવાદમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને અન્ય રેકોર્ડ મંગાવ્યા હતા. મતોની ગણતરી પોતાના રજિસ્ટ્રારની દેખરેખ હેઠળ કરાવી હતી. આ પ્રક્રિયા દરમિયાન બંને પક્ષો હાજર રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ આના આધારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પરિણામ જાહેર કર્યું હતું.

જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની ખંડપીઠે આ નિર્ણય આપ્યો. હરિયાણાના પાણીપત જિલ્લાના બુઆના લાખુ ગામની ગ્રામ પંચાયતના સરપંચ ચૂંટણીને લઈને ઉદ્ભવેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટે આ પગલું લીધું. બન્ને પક્ષો વચ્ચેના વિવાદ મુજબ, બુઆના લાખુ ગામના સરપંચ પદ માટે 2 નવેમ્બર 2022ના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલદીપ સિંહને જીતાડવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો-US Indian Army : ભારત-અમેરિકા સાથે મળીને કરશે આ કામ

Advertisement

મોહિત કુમારે ચૂંટણી પરિણામો પર પ્રશ્ન ઉઠાવ્યો

ઉમેદવાર મોહિત કુમારે ચૂંટણી પરિણામો પર પ્રશ્ન ઉઠાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પાણીપતના એડિશનલ સિવિલ જજ (સિનિયર ડિવિઝન)-કમ-ચૂંટણી ટ્રિબ્યુનલે 22 એપ્રિલ 2025ના રોજ બૂથ નંબર 69ના મતોની પુનઃગણતરીનો આદેશ આપ્યો હતો. ઉપાયુક્ત-કમ-ચૂંટણી અધિકારીને 7 મે 2025ના રોજ મતોની પુનઃગણતરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે, ચૂંટણી ટ્રિબ્યુનલના આ આદેશને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રદ કરી દીધો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ વિરુદ્ધ અપીલ દાખલ કરવામાં આવી હતી.

31 જુલાઈના રોજ આ મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો ત્યારે ખંડપીઠે EVM અને અન્ય રેકોર્ડો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટે માત્ર એક બૂથની નહીં પરંતુ બધા બૂથોની મતોની પુનઃગણતરીનો આદેશ પણ આપ્યો. 31 જુલાઈના આદેશમાં કોર્ટે જણાવ્યું હતું કે આ મામલાના વિશેષ તથ્યો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પાણીપતના નાયબ કમિશ્નર અને જિલ્લા ચૂંટણી અધિકારી, હરિયાણાને સૂચના આપવામાં આવે છે કે તેઓ બધી EVMને 6 ઓગસ્ટ 2025ના રોજ સવારે 10 વાગ્યે આ ન્યાયાલયન રજિસ્ટ્રાર (જેને સેક્રેટરી જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવશે) સમક્ષ રજૂ કરે. નામાંકિત રજિસ્ટ્રાર ને માત્ર વિવાદિત બૂથની નહીં પરંતુ બધા બૂથોની મતોની પુનઃગણતરી કરવાની હશે. પુનઃગણતરીની પ્રક્રિયાની વીડિયોગ્રાફી યોગ્ય રીતે કરવામાં આવશે.

મોહિત કુમારને 1,051 મત મળ્યા

અરજીકર્તા સાથે સાથે પ્રતિવાદી નંબર 1 અથવા તેમના પ્રતિનિધિઓ પુનઃગણતરી દરમિયાન હાજર રહેશે. 6 ઓગસ્ટના રોજ પાર્ટી પ્રતિનિધિઓ અને સહાયક વકીલોની હાજરીમાં પુનઃગણતરી કરવામાં આવી. બૂથ નંબર 65થી 70 સુધીની પુનઃગણતરી કરવામાં આવી અને એક સંશોધિત પરિણામ તૈયાર કરવામાં આવ્યું. જેમાં અપીલકર્તા મોહિત કુમારને 1,051 મત મળ્યા, જ્યારે કુલદીપ સિંહ 1,000 મતથી પાછળ રહ્યા. રજિસ્ટ્રારે આની રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.

11 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન ખંડપીઠે જણાવ્યું કે આ ન્યાયાલયના OSD (રજિસ્ટ્રાર) દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ પર પ્રથમ દૃષ્ટિએ શંકા કરવાનું કોઈ કારણ નથી. ખાસ કરીને જ્યારે સમગ્ર પુનઃગણતરીની વીડિયોગ્રાફી યોગ્ય રીતે કરવામાં આવી હોય અને તેના પરિણામ પર બંને પક્ષોના પ્રતિનિધિઓના હસ્તાક્ષર કરવામાં આવેલા છે. ખંડપીઠે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને રદ કરી દીધો અને મોહિત કુમારને સરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા હતા.

આ પણ વાંચો-Rahul Gandhi : ‘મારા જીવને જોખમ’ રાહુલ ગાંધીનો પૂણે કોર્ટમાં દાવો!

આમ પહેલા હારેલો ઉમેદવાર જીતી જાય છે અને જીતેલા ઉમેદવારને હારનો સ્વાદ ચાખવો પડે છે.

સુપ્રીમ કોર્ટે નાયબ કમિશ્નર-કમ-ચૂંટણી અધિકારી પાણીપતને નિર્દેશ આપ્યો કે તેઓ બે દિવસની અંદર આ સંબંધમાં એક જાહેરનામું જાહેર કરે, જેમાં અપીલકર્તા મોહિત કુમારને ઉપરોક્ત ગ્રામ પંચાયતનો ચૂંટાયેલો સરપંચ જાહેર કરવામાં આવે. અપીલકર્તા તાત્કાલિક ઉપરોક્ત પદ સંભાળીને પોતાના કર્તવ્યોનું પાલન કરવાનો અધિકારી થશે.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે પક્ષકારો હજુ પણ ચૂંટણી ટ્રિબ્યુનલ સમક્ષ કોઈ બાકી રહેલા મુદ્દા ઉઠાવી શકે છે, પરંતુ જ્યાં સુધી પુનઃગણતરીના પરિણામનો સંબંધ છે, ત્યાં સુધી ચૂંટણી ટ્રિબ્યુનલ સુપ્રીમ કોર્ટના OSD (રજિસ્ટ્રાર)ની રિપોર્ટને અંતિમ અને નિર્ણાયક રિપોર્ટ તરીકે સ્વીકારશે. ખંડપીઠે આગળ આદેશ આપ્યો કે પુનઃસીલ બંધ રિપોર્ટ અને EVMને રેકોર્ડનો ભાગ બનાવવા માટે ચૂંટણી ટ્રિબ્યુનલને મોકલવામાં આવે.

આ પણ વાંચો-Shimla Cloudburst : કુલ્લુમાં વાદળ ફાટ્યું, તબાહીના દ્રશ્યો જોઈ હૈયું બેસી જશે!

Tags :
Advertisement

.

×