Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan Child trafficking કેસમાં મુખ્ય આરોપીઓના કોર્ટે કર્યા રિમાન્ડ મંજૂર

Patan Child trafficking : Child trafficking માં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ
patan child trafficking કેસમાં મુખ્ય આરોપીઓના કોર્ટે કર્યા રિમાન્ડ મંજૂર
Advertisement
  • બાળકીનો મૃતદેહ ના મળતાં આ મામલો પેચીદો બન્યો
  • ગ્રામ્ય વિસ્તારોમાં સુરેશ ઠાકોરે પોતાનું નેટવર્ક સ્થાપ્યું હતું
  • Child trafficking માં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ

Patan Child trafficking : Patan જિલ્લામાંથી Child trafficking નો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં એક બાળકની તસ્કરી કરવામાં આવી હતી. ત્યારે SOG Police એ આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે આ બંને આરોપીઓને કોર્ટમા રજૂ કરવામાં આવ્યા હતા. હાલમાં કોર્ટ દ્વારા આ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં એક તબીબી નરેશ રબારી અને તેના સહોયોગી સુરેશ ઠાકોરની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે આજરોજ વધુ એક આરોપી અમરત ચૌધરીને પણ પકડી પાડવામાં આવ્યો હતો.

બાળકીનો મૃતદેહ ના મળતાં આ મામલો પેચીદો બન્યો

મળતી માહિતી મુજબ, Patan ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે, આ કૌભાંડનો સૂત્રધાર બોગસ તબીબ સુરેશ ઠાકોર અને તેની સ્ત્રી મિત્ર શિલ્પા ઠાકોરે વચેટિયા ધીરેન સાથે આડેસર આવીને અહીંના બોગસ તબીબ નરસંગ ઊર્ફે નરેશ માધા રબારી પાસેથી દોઢ બે દિવસની બાળકી મેળવી હતી. બાળકી બીમાર હોવાથી Patan ની નિષ્કા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ બાળકીનું મૃત્યુ થતાં સુરેશ અને શિલ્પા સહિતના આરોપીઓએ બાળકીને સમી નજીક દાદર ગામે બનાસ નદીના પટમાં દાટી દીધી હતી. આરોપીઓની કબૂલાત બાદ SOG Police એ સ્થળ પર તપાસ કરી પરંતુ બાળકીનો મૃતદેહ ના મળતાં આ મામલો પેચીદો બન્યો હતો.

Advertisement

આ પણ વાંચો: Patan: બાળ તસ્કરી કેસમાં સૌથી મોટો ખુલાસો, જમીનમાં અન્ય બાળક દાટ્યાનું ખૂલ્યું

Advertisement

ગ્રામ્ય વિસ્તારોમાં સુરેશ ઠાકોરે પોતાનું નેટવર્ક સ્થાપ્યું હતું

દસેક દિવસ અગાઉ નીરવ મોદી નામના શખ્સે સુરેશ ઠાકોરે પોતાને 1.20 લાખમાં બાળક વેચીને બાદમાં બીમાર બાળક પરત લઈને પોતાને તમામ નાણાં પાછાં નહીં આપીને ઠગાઈ કર્યાની Patan માં પોલીસ ફરિયાદ નોંધાવતાં આ Child trafficking ના કાંડનો ઘટસ્ફોટ થયો હતો. Patan અને કચ્છના સીમાવર્તી ગ્રામ્ય વિસ્તારોમાં સુરેશ ઠાકોરે પોતાનું નેટવર્ક સ્થાપ્યું હતું. આ ટોળકી સારવાર લેવા આવતી સગર્ભા સ્ત્રીઓ પર નજર રાખતી હતી ખાસ કરીને, સગર્ભા કુંવારી યુવતીઓ પર સવિશેષ નજર રાખવામાં આવતી હતી.

Child trafficking માં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ

આ ટોળકીએ અત્યાર સુધીમાં દસથી વધુ બાળકોના ખરીદ વેચાણનો સોદો પાર પાડ્યો હોવાની Patan પોલીસને આશંકા છે. તો નકલી તબીબ સુરેશ ઠાકોરના રાજકીય નેતાઓ સાથેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. Child trafficking કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ થઈ છે. SOG Police એ અત્યાર સુધીમાં સૌ પ્રથમ સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર, રૂપસિંહ ઠાકોર, નરેશ રબારી આડેસરમાં અને ધીરેન ઠાકોરની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Crime News: પાટણ બાદ હવે બનાસકાંઠામાં બાળ તસ્કરીનો કેસ! એક વર્ષ વીતી ગયું પરંતુ....

Tags :
Advertisement

.

×