Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan: સાઈબર ક્રાઈમ પોલીસે ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો,4 આરોપીઓની ધરપકડ

Patan: ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત પાટણ (Patan) સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને અલગ અલગ ત્રણ ગુનાના આરોપીઓ દ્વારા કરોડો રૂપિયાના સાઈબર ક્રાઈમ કરવામાં આવ્યા હતા. આરોપીઓએ મહારાષ્ટ્ર, કેરલ, પંજાબ કર્ણાટક તેમજ ગુજરાત વિગેરે રાજ્યોમાં ફ્રોડ કર્યાનું તપાસમાં સામે આવ્યું છે.
patan  સાઈબર ક્રાઈમ પોલીસે ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો 4 આરોપીઓની ધરપકડ
Advertisement
  • ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત પાટણ  (Patan) સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો
  • અલગ અલગ ત્રણ ગુનાના આરોપીઓ દ્વારા કરોડો રૂપિયાના સાઈબર ક્રાઈમ કરાયા
  • આરોપીઓ એ મહારાષ્ટ્ર, કેરલ, પંજાબ કર્ણાટક તેમજ ગુજરાત વિગેરે રાજ્યોમાં ફ્રોડ કર્યા
  • આરોપીઓ પાટણની અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી ગેરકાયદેસર રૂપિયાનું કરાવતા હતા ટ્રાન્જેકશન
  • પાટણ પોલીસે પાટણ શહેરના 3 અને 1 બનાસકાંઠા મળીને કુલ 4 આરોપીઓની કરી ધરપકડ

Patan: ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઈમના કેસોને રોકવા માટે રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા 'ઓપરેશન મ્યુલ હંટ' અંતર્ગત પાટણ (Patan)  સાયબર ક્રાઈમ પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. પાટણ પોલીસે અલગ-અલગ ત્રણ સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલી કુલ 2 કરોડ 47 લાખ રૂપિયાના છેતરપિંડીના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે.

patan - Gujarat first

Advertisement

પાટણ (Patan) સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો

તપાસમાં ખુલ્યું છે કે આ આરોપીઓએ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક તેમજ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઓનલાઈન છેતરપિંડી આચરી હતી.આરોપીઓએ પાટણની વિવિધ બેંકોમાં 'મ્યુલ એકાઉન્ટ્સ' ખોલાવીને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કરાવતા હતા.આ એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર ઠગો દ્વારા છેતરપિંડીમાંથી મેળવેલા પૈસા ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો.પાટણ સાયબર ક્રાઈમ પોલીસે બેંકો પાસેથી મ્યુલ એકાઉન્ટ્સની માહિતી મેળવી વિગતવાર તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ત્રણ અલગ-અલગ ગુનાઓમાં કુલ 2.47 કરોડ રૂપિયાનો ફ્રોડ થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પાટણ શહેરના ત્રણ આરોપીઓ તેમજ બનાસકાંઠા જિલ્લાના એક આરોપીને ઝડપી પાડ્યા છે.

Advertisement

patan - Gujarat first

પોલીસે આરોપીઓ પાસેથી અન્ય પુરાવા કબ્જે કર્યા

આ કાર્યવાહી ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન મ્યુલ હંટનો ભાગ છે, જેનો હેતુ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા ચાલતા સાયબર ક્રાઈમના નેટવર્કને તોડી પાડવાનો છે.પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, બેંક પાસબુક તેમજ અન્ય પુરાવા કબ્જે કર્યા છે. આગળની તપાસ ચાલુ છે અને વધુ આરોપીઓની શોધ ચાલી રહી છે.આ ઘટના સાયબર ક્રાઈમથી સાવધાન રહેવાની ચેતવણી આપે છે. નાગરિકોએ પોતાના બેંક એકાઉન્ટની વિગતો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ.

આ પણ વાંચો: Chhota Udepur માં ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ફરિયાદ, સ્થાનિકોએ ભાંડો ફોડ્યો, ચાર ટ્રકો જપ્ત

Tags :
Advertisement

.

×