Patan : નગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે , ઠેર ઠેર ભુવા અને ખાડારાજ
- પાટણ નગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે
- વરસતા વરસાદને કારણે ઠેર ઠેર ભુવા અને ખાડારાજ
- ચિંતામણી ફ્લેટ પાસે ભુવામાં કાર ફસાઈ
- વોર્ડ નંબર 7 મા પડેલા ભુવામાં ટ્રાન્સપોર્ટની ટ્રક ફસાઈ
Patan : પાટણ (Patan)શહેરમાં છેલ્લા વરસી રહેલા વરસાદે નગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીની (MunicipalityNegligence)પોલ ખોલી નાખી છે. શહેરના માર્ગો પર ઠેર ઠેર ભૂવા (RoadCollapse )અને ખાડારાજ સર્જાતા વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થયું છે. આ બેદરકારીના દ્રશ્યો સામે આવતા પાલિકા તંત્ર સામે લોકોમાં ભારે ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
નગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલો
શહેરના ચિંતામણી ફ્લેટ પાસે એક વિશાળ ભૂવામાં એક ફોર્ચ્યુનર કાર ફસાઈ ગઈ હતી. જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામ સર્જાતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત વોર્ડ નંબર 7માં પણ એક મોટા ભૂવામાં ટ્રાન્સપોર્ટની એક ટ્રક ફસાઈ જતાં નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થયા હતાં.
Patan : નગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે
વરસતા વરસાદને કારણે ઠેર ઠેર ભુવા અને ખાડારાજ
ચિંતામણી ફ્લેટ પાસે ભુવામાં કાર ફસાઈ
વોર્ડ નંબર 7 મા પડેલા ભુવામાં ટ્રાન્સપોર્ટની ટ્રક ફસાઈ | Gujarat First#Gujarat #Patan #MunicipalityNegligence #HeavyRain #RoadCollapse… pic.twitter.com/H95Qh9cjOj— Gujarat First (@GujaratFirst) July 27, 2025
આ પણ વાંચો -Ahmedabad Heavy Rain : અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી! તંત્રની પ્રિ મોન્સૂન પ્લાનિંગની ખુલી પોલ
તાત્કાલિક ભૂવા અને ખાડાઓને સમારકામ કરવા માંગ
ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસો પહેલા પાટણના આ ખાડારાજને કારણે એક વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આજે પણ આવી ઘટનાઓ બની હતી. શહેરીજનો દ્વારા નગરપાલિકાને તાત્કાલિક ધોરણે આ ભૂવા અને ખાડાઓને સમારકામ કરવાની અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે યોગ્ય આયોજન કરવાની માંગ કરવામાં આવી હતી.


