Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PCB:પાકિસ્તાન ટીમના ફરી બદલાયા કોચ,આ ખેલાડીને મળી મોટી જવાબદારી

પાકિસ્તાન ટીમમાં નવો કોચની એન્ટ્રી PCBનો મોટો નિર્ણય પૂર્વ ખેલાડીને મળી જવાબદારી PCB:પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket)બોર્ડ અવારનવાર એવા નિર્ણયો લે છે જેનાથી દરેકને આશ્ચર્ય થાય છે. થોડા સમય પહેલા લિમિટેડ ઓવરના કોચ ગેરી કર્સ્ટને પોતાના પદ પરથી રાજીનામું આપી...
pcb પાકિસ્તાન ટીમના ફરી બદલાયા કોચ આ ખેલાડીને મળી મોટી જવાબદારી
Advertisement
  • પાકિસ્તાન ટીમમાં નવો કોચની એન્ટ્રી
  • PCBનો મોટો નિર્ણય
  • પૂર્વ ખેલાડીને મળી જવાબદારી

PCB:પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket)બોર્ડ અવારનવાર એવા નિર્ણયો લે છે જેનાથી દરેકને આશ્ચર્ય થાય છે. થોડા સમય પહેલા લિમિટેડ ઓવરના કોચ ગેરી કર્સ્ટને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે પછી PCB એ જેસન ગિલેસ્પીને મર્યાદિત ઓવરનો કાર્યકારી કોચ બનાવ્યો, જ્યારે તે પહેલેથી જ રેડ બોલનો કોચ હતો. તેમના કોચિંગ હેઠળ પાકિસ્તાની ટીમે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી જીતી હતી. હવે PCBએ તેમના સ્થાને આકિબ જાવેદને વચગાળાના મર્યાદિત ઓવરના કોચ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે ગિલેસ્પી ટેસ્ટ કોચ રહેશે અને દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં કોચ રહેશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સુધી ચાલશે

ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સુધી પાકિસ્તાન પુરુષ ક્રિકેટ ટીમના વચગાળાના કોચ તરીકે રહેશે. આકિબ હાલમાં રાષ્ટ્રીય ટીમની પસંદગી સમિતિનો સભ્ય છે. તે આ કામ ચાલુ રાખશે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી સમાપ્ત થશે અને તે પછી તેને વધારાની જવાબદારીઓ સોંપવામાં આવશે. ત્યારબાદ પીસીબી પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે ભરતી કરવામાં આવશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -AUS vs PAK : ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી હાર્યા બાદ પાકિસ્તાનમાં મોટો ફેરફાર

આકિબ જાવેદ પાસે કોચિંગનો અનુભવ છે

આકિબ જાવેદ પાસે કોચિંગનો અનુભવ છે, જે પાકિસ્તાની ટીમ માટે ઉપયોગી થઈ શકે છે. તે પાકિસ્તાનનો બોલિંગ કોચ અને અંડર-19 ટીમનો મુખ્ય કોચ રહી ચૂક્યો છે. તે પાકિસ્તાની ટીમનો સભ્ય હતો જેણે 1992 ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તેણે પાકિસ્તાની ટીમ માટે 22 ટેસ્ટ મેચમાં 54 અને 163 વનડે મેચમાં 182 વિકેટ ઝડપી છે.

આ પણ  વાંચો -ભારતના જોરદાર વિરોધ સામે પાકિસ્તાન ઝૂક્યું, Champions Trophy ના નવા શેડ્યૂલમાંથી PoK બહાર!

ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા સામે સિરીઝ રમાશે

પાકિસ્તાની ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવાની છે. આ પછી, દક્ષિણ આફ્રિકા સામે પણ ઘણી મેચોની શ્રેણી હશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સામે ત્રિકોણીય શ્રેણી રમવાની છે.

પાકિસ્તાનની ટીમે કેપ્ટન બદલ્યો

મોહમ્મદ રિઝવાનને શ્રેણીની અંતિમ એટલે કે ત્રીજી મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. તેમની કપ્તાનીમાં ટીમે કાંગારૂ ટીમ સામેની વનડે શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ભૂમિકા માટે આગાને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ કરતા આગળ મૂકવામાં આવ્યો હતો. જો કે, આ પગલું એટલા માટે પણ યોગ્ય છે કારણ કે આગા પાકિસ્તાનની T20I ટીમના વાઇસ કેપ્ટન પણ છે.

Tags :
Advertisement

.

×