Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PI વિરુદ્ધ ગુનો દાખલ પરંતુ ધરપકડ નહીં, સામાન્ય નાગરિકોના સરઘસ કાઢતી પોલીસ ક્યાં ગઇ???

સરદારધામના પાટીદાર અગ્રણી જયંતી પટેલ પર પીઆઇ સંદીપ પાદરીયાનો હુમલો, ખોડલધામના નરેશ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. જો કે ખોડલધામે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે
pi વિરુદ્ધ ગુનો દાખલ પરંતુ ધરપકડ નહીં  સામાન્ય નાગરિકોના સરઘસ કાઢતી પોલીસ ક્યાં ગઇ
Advertisement
  • પોલીસે ફરી એકવાર સરકારની આબરૂના ધજાગરા ઉડાવ્યા
  • પીઆઇ કક્ષાના અધિકારીએ એક લુખ્ખાની જેમ હુમલો કરતા ચકચાર
  • પોલીસે માત્ર ગુનો દાખલ કર્યો પરંતુ ગુનેગારની ધરપકડ મામલે ભેદી મૌન

Attack on Jayanti Karshanbhai Sardhara : પાટીદાર અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતી કરશનભાઇ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવા બાબતે જૂનાગઢ પીઆઇ સંદિપ પાદરીયાએ રસ્તા વચ્ચે જીવલેણ હુમલો કર્યો હતો. જેના પગલે સમગ્ર પાટીદાર સમાજમાં સોપો પડી ગયો હતો. આ ઘટના બાદ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાત સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. જો કે આ મામલે પીઆઇ સંદિપ પાદરીયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે. હજી સુધી પીઆઇની ધરપકડ થઇ નથી.

પોલીસના મોટા મોટા દાવા ફરી પોકળ સાબિત થયા

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસની શાખ પહેલાથી જ ખરાબ છે. હાલમાં જ ઘટેલી ઘટનાઓમાં પોલીસ તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ ગુનો તો દાખલ કરાયો છે. જો કે પોલીસ પરથી હવે લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. હાલમાં જ જે પ્રકારની ઘટનાઓ બની છે અને તેમાં પોલીસ તંત્ર જે પ્રકારે નિષ્ફળ રહ્યું છે તેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો : Gondal માં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, બેકાબૂ કારચાલકે એક્ટિવા સહિત લારીને અડફેટે લીધી

Advertisement

પોલીસ જ ગુનેગાર બની રહી છે

નાગરિકોનું માનવું છે કે, અડધા ગુનાઓ માટે તો પોલીસ જ જવાબદાર હોય છે. જે પ્રકારે પોલીસ દ્વારા રેઢિયાળ વલણ અપનાવાઇ રહ્યું છે તેના કારણે સરકાર પણ શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે ડીજીપીની હાજરીમાં બેઠક આયોજીત કરીને તમામ પોલીસ અધિકારીઓને સુધરી જવા માટેની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પોલીસને પોતાનું મુખ્ય કામ શું છે તેના પર ફોકસ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

પોલીસે ગુનો દાખલ કર્યો પણ ધરપકડ નહી

સમગ્ર મામલે હાલ તો પોલીસે પીઆઇ સંદિપ પાદરીયા વિરુદ્ધ ગુનો દાખલ કરીને હાશકારો લીધો છે. ધરપકડ અંગે હજી પણ સસ્પેન્સ યથાવત્ત છે. પીઆઇ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા 109 (1), 114 (2), 118 (1), 352, 351 (3) તથા જીપી એક્ટ કલમ 135 (1) અનુસાર ગુનો દાખલ કરીને પોલીસે વધારે તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં પીઆઇ સંદિપ પાદરીયા પર આક્રામક રીતે હુમલો કરતા જોઇ શકાય છે. જો કે પોલીસ હજી સુધી પીઆઇની ધરપકડ કરી નથી.

આ પણ વાંચો : Maharashtra : કેન્દ્રિય મંત્રીના દાવાથી ખળભળાટ,  આ નામ મહારાષ્ટ્રના સીએમ માટે ફાઇનલ

જયંતી પટેલે નરેશ પટેલ પર લગાવ્યા હતા ગંભીર આક્ષેપ

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયંતી સરધારાએ ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, નરેશ પટેલના ઇશારે જ આ પીઆઇ પાદરીયાએ મારી હત્યાના ઇરાદે હુમલો કર્યો હતો. બીજી તરફ ખોડલ ધામે જણાવ્યું કે, આ સમગ્ર મામલે નરેશ પટેલનું નામ ખોટી રીતે જોડાઇ રહ્યું છે. તેઓનો આ સમગ્ર ઘટનામાં કોઇ જ હાથ નથી. તેઓ પોતે જ વિદેશ પ્રવાસે છે.તેમને આ ઘટનાની માહિતી મળતા તેમને દુખ પણ થયું છે. સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઇ જ વિવાદ નથી. બંન્ને પાટીદારોની જ સંસ્થાઓ છે અને પાટીદારોના ઉત્થાન માટે કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad: આરોપી રિપલ પંચાલને માત્ર 24 કલાકમાં જ મળી ગયા જામીન, પોલીસે નહોતા માંગ્યા રિમાન્ડ

Tags :
Advertisement

.

×