Plane Crash : વિમાન દુર્ઘટના અંગે એર ઈન્ડિયાની જાહેરાત,અકસ્માત પીડિતોને આપશે ₹25 લાખ
- વિમાન દુર્ઘટના અંગે એર ઈન્ડિયાની જાહેરાત
- પીડિત પરિવારોને તાત્કાલિક 25 લાખ ચૂકવશે
- મૃતકના પરિવાર, બચી ગયેલાને કરાશે ચૂકવણી
- પીડિતોને હરસંભવ મદદ કરીશુંઃ એર ઈન્ડિયા
- 1 કરોડ રૂપિયાના વળતરની કરી છે જાહેરાત
Plane Crash : એર ઈન્ડિયાએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં (Air india plane crash)જીવ ગુમાવનારા મુસાફરો અને એકમાત્ર બચી ગયેલા મુસાફરોના પરિવારો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે. શનિવારે (14 જૂન) એર ઈન્ડિયા (Air India)દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત આપવા માટે 25 લાખ રૂપિયાની વચગાળાની સહાય આપવામાં આવશે. આ પહેલા ટાટા ગ્રુપની (TATA Grou)કંપની ટાટા સન્સે મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
પીડિતોને હરસંભવ મદદ કરીશુંઃ એર ઈન્ડિયા
એરલાઈને જણાવ્યું હતું કે એર ઈન્ડિયા હાલનાં અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એકતામાં ઉભી છે. અમારી ટીમો આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં સંભાળ અને સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ સહાય રકમ ટાટા સન્સ દ્વારા અગાઉ જાહેર કરાયેલા 1 કરોડ રૂપિયા સિવાયની છે. એર ઈન્ડિયાએ કહ્યું કે તે આ દુઃખદ સમયમાં પીડિતોની સાથે છે અને તેના કર્મચારીઓ તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે સતત કામ કરી રહ્યા છે.
#ImportantUpdate
Air India stands in solidarity with the families of the passengers who tragically lost their lives in the recent accident. Our teams on the ground are doing everything possible to extend care and support during this incredibly difficult time.As part of our…
— Air India (@airindia) June 14, 2025
દુઃખદ સમયમાં પીડિતોની સાથે: એર ઈન્ડિયા
એર ઈન્ડિયાએ કહ્યું હતું કે, 'આ દુ:ખદ અકસ્માતથી આપણે બધા ખૂબ જ દુઃખી છીએ. જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારું દરેક પગલું આ મુશ્કેલ સમયમાં તેમના માટે ટેકો બનવાનો પ્રયાસ છે.
Message from Campbell Wilson, CEO & MD, Air India. pic.twitter.com/o1wQnReCaG
— Air India (@airindia) June 14, 2025
અકસ્માતની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે એર ઈન્ડિયા ફ્લાઈટ AI-171ના અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે સમિતિ અકસ્માત પાછળના કારણો શોધી કાઢશે અને શું ખોટું થયું તેની તપાસ કરશે. સમિતિ હાલના સલામતી નિયમોની પણ સમીક્ષા કરશે અને ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટે નવા રસ્તાઓ સૂચવશે. એર ઈન્ડિયાએ તેના નવ બોઈંગ 787 વિમાનો પર આવી તપાસ પૂર્ણ કરી છે અને બાકીના 24 વિમાનો માટે નિયમનકાર દ્વારા આપવામાં આવેલા સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તૈયાર છે.


