PM મોદીએ કુવૈતમાં ભારતીયોને સંબોધ્યા, કુંભ માટે આપ્યુ આમંત્રણ
- PM મોદીનુ કુવૈતમાં ભારતીયોને સંબોધન
- મોદી કરશે કુવૈતના PM સાથે મુલાકાત
- PMને અહીં આવતા 4 દાયકા લાગી ગયા
- ભારતીયોને મહાકુંભમાં ભાગ લેવા આમંત્રણ
- ભારતનો યોગ વિશ્વના દરેક ક્ષેત્રને જોડે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના પ્રવાસે છે. આ દરમિયાન શનિવારે તેમણે 'હાલા મોદી' કાર્યક્રમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, તમને બધાને જોયા પછી એવું લાગે છે કે મારી સામે 'મિની હિન્દુસ્તાન' આવી ગયું છે.
PM મોદીએ કુવૈતમાં ભારતીયોને કર્યા સંબોધિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના પ્રવાસે છે. આ દરમિયાન શનિવારે તેમણે 'હાલા મોદી' કાર્યક્રમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, તમને બધાને જોયા પછી એવું લાગે છે કે, મારી સામે 'મિની હિન્દુસ્તાન' આવી ગયું છે. જ્યાં દરેક ક્ષેત્રના લોકો મારી સામે છે, પરંતુ દરેકના હૃદયમાં એક જ ગુંજ છે - ભારત માતા કી જય...
PM મોદી સાંજે 6 વાગ્યે ભારત આવવા રવાના થશે
તમને જણાવી દઈએ કે, આજે (રવિવારે) PM મોદીના કુવૈત પ્રવાસનો બીજો દિવસ છે. આ દરમિયાન તેઓ કુવૈતના PM સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. PM મોદી આજે સાંજે 6 વાગ્યે ભારત આવવા માટે રવાના થશે.
ભારત અને કુવૈત હંમેશા એકબીજાની પડખે ઉભા રહ્યા: PM મોદી
PM મોદીએ કહ્યું કે, આજે આ ક્ષણ મારા માટે વ્યક્તિગત રીતે ખૂબ જ ખાસ છે, કારણ કે 43 વર્ષ એટલે કે 4 દાયકાથી વધુ સમય બાદ કોઈ ભારતીય વડાપ્રધાન કુવૈતની મુલાકાતે આવ્યા છે. ભારતથી અહીં આવવા માટે માત્ર 4 કલાકનો સમય લાગે છે, પરંતુ એક PMને અહીં આવતા 4 દાયકા લાગી ગયા. વધુમાં તેમણે કહ્યું કે, ભારત અને કુવૈત વચ્ચેના સંબંધો સંસ્કૃતિ, સમુદ્ર અને વેપારના છે. ભારત અને કુવૈત હંમેશા એકબીજાની પડખે ઉભા રહ્યા છે. PM મોદીએ કુવૈતના નેતૃત્વનો આભાર માન્યો. કુવૈતે ભારતીય સમુદાયના કલ્યાણ માટે કામ કર્યું છે. કુવૈત અને અન્ય ખાડી દેશોમાં ભારતીય કામદારોને ટેકો આપવાની ભારતની મજબૂત પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને ઇ-માઇગ્રેટ પોર્ટલ જેવી ટેકનોલોજી આધારિત પહેલ વિશે વાત કરી.
PM મોદીએ આપ્યુ કુંભનું આમંત્રણ
વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકોને જાન્યુઆરી 2025માં ભારતમાં યોજાનાર પ્રવાસી ભારતીય દિવસ અને મહાકુંભમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
મુંબઈના બજારોમાં પણ કુવૈતની ઓળખ: PM મોદી
PM મોદીએ કહ્યું કે, મુંબઈના બજારોમાં પણ કુવૈતની ઓળખ છે. કુવૈતના વેપારીઓના ગુજરાત સાથે પણ સંબંધો છે. પહેલા ભારતીય ચલણ કુવૈતમાં ચાલતુ હતું. આપણું વર્તમાન કુવૈતની યાદો સાથે જોડાયેલું છે. સંકટ સમયે પણ ભારત અને કુવૈતના નાગરિકોએ હંમેશા એકબીજાની મદદ કરી છે. કોરોના મહામારી દરમિયાન બંને દેશોએ દરેક સ્તરે એકબીજાની મદદ કરી છે. જ્યારે ભારતને સૌથી વધુ જરૂર પડી ત્યારે કુવૈતે ભારતને લિક્વિડ ઓક્સિજન સપ્લાય કર્યુ હતુ.
વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ભારતમાં: PM મોદી
PM મોદીએ કહ્યું કે, દુનિયાભરના દેશો ભારત માટે દરવાજા ખોલી રહ્યા છે. કુવૈતમાં પણ તમને બધાને ભારતના પ્રયાસોથી ઘણો ફાયદો થવાનો છે. આપણે દુનિયામાં ક્યાંય પણ રહીએ, આપણે તે દેશનું સન્માન કરીએ છીએ. તમે બધા ભારતથી અહીં આવ્યા છો, અહીં રોકાયા છો પણ તમે તમારા હૃદયમાં ભારતીયતાને સાચવી રાખી છે. કયા ભારતીયને મંગલયાનની સફળતા પર ગર્વ નહીં હોય? કયો ભારતીય ચંદ્રયાનના ચંદ્ર પર લેન્ડિંગથી ખુશ નહીં હોય? આજનુ ભારત એક નવા મૂડ સાથે આગળ વધી રહ્યું છે. આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયુ છે. આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ભારતમાં છે, આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ દેશ બની ગયો છે.
અમે સમગ્ર વિશ્વને એક પરિવાર માનીએ છીએ: PM મોદી
PM મોદીએ કહ્યું કે, અમે સમગ્ર વિશ્વને એક પરિવાર માનીએ છીએ, ભારત વિશ્વબંધુના રૂપમાં વિશ્વની સાથે આગળ વધી રહ્યું છે, વિશ્વ પણ ભારતની આ ભાવનાનું સન્માન કરી રહ્યું છે. વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે. આજે ભારતનો યોગ વિશ્વના દરેક ક્ષેત્રને જોડે છે. આજે ભારતની પરંપરાગત દવા વૈશ્વિક સુખાકારીને સમૃદ્ધ કરી રહી છે. આજે આપણો ખોરાક પોષણ અને આરોગ્યપ્રદ જીવનશૈલીનો આધાર બની ગયો છે.
આ પણ વાંચો: Assam: Himanta Biswa સરકારે માત્ર 24 કલાકમાં કરી 416 લોકોની ધરપકડ, કારણ જાણી તમે પણ કહેશો વાહ!


