ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશમાં કંઇક મોટું થવા જઈ રહ્યું છે; PM મોદી- અમિત શાહની તાબડતોબ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

એક જ દિવસમાં રાષ્ટ્રપતિ સાથે મોદી-શાહની મુલાકાત પછી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે
05:04 PM Aug 04, 2025 IST | Mujahid Tunvar
એક જ દિવસમાં રાષ્ટ્રપતિ સાથે મોદી-શાહની મુલાકાત પછી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે

સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. બિહારના SIR પર સંસદમાં હોબાળો ચાલી રહ્યો છે. આ વચ્ચે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendr Modi) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં જઈને મુલાકાત કરી. પીએમ મોદીની મુલાકાતના ચાર કલાક પણ થયા નહતા અને રાષ્ટ્રપતિ મુર્મૂને મળવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી ગયા હતા. પીએમ મોદી અને ગૃહમંત્રીની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને લઈને દિલ્હીના પાવર કોરિડોરમાં રાજકારણને ગરમ કરી દીધું છે.

પીએમ મોદી અને અમિત શાહની રાષ્ટ્રપતિ સાથે થયેલી મુલાકાતને રાજકીય ગલીઓમાં એક નવી જ ચર્ચાને જન્મ આપી દીધો છે. રાષ્ટ્રપતિ સાથે તેમની મુલાકાતની વિસ્તૃત જાણકારી સાર્વજનિક કરવામાં આવી નથી, પરંતુ બંને નેતાઓના કદને જોતા આ મુલાકાતને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પ્રશ્ન ઉ:ઠવા લાગ્યા છે કે, અંતે શું કારણ છે કે સત્તાના બે સૌથી શક્તિશાળી ચેહરાઓ અલગ-અલગ રાષ્ટ્રપતિને મળી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મૂ સાથે મુલાકાત એવા સમયે કરી છે કે, જ્યારે આગામી ઉપરાષ્ટ્રતિની ચૂંટણીની પ્રક્રિયા ઔપચારિક રૂપમાં ચાલી રહી છે. તે ઉપરાંત વિપક્ષ બિહારમાં ચૂંટણી પંચની SIRની પ્રક્રિયા પર સતત પ્રશ્ન ઉઠાવી રહ્યું છે. એવામાં 5 ઓગસ્ટ સાથે પણ આ મુલાકાતનું કોઇ ક્નેક્શન છે, કેમ કે સોશિયલ મીડિયા પર મોદી-શાહની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને જોડીને દેખવામાં આવી રહી છે.

મોદી-શાહની રાષ્ટ્રપતિ મુલાકાતનો શું છે અર્થ

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂ વચ્ચેની મુલાકાતનું કારણ હજું સુધી સ્પષ્ટ નથી. આ સંબંધમાં ન રાષ્ટ્રપતિ ભવન અને ન વડાપ્રધાન કાર્યલય તરફથી કોઈ જાણકારી આપવામાં આવી છે કે ક્યાં મુદ્દાને લઈને મુલાકાત કરવામાં આવી છે. એવામાં અમિત શાહ અને રાષ્ટ્રપિત વચ્ચે થયેલી મુલાકાતે રાજકીય હલચલ વધારી દીધી છે. એક મોટું કારણ તે છે કે આવી મુલાકાતો સામાન્ય રીતે ક્યારેય થતી નથી. સામાન્ય રીતે વડાપ્રધાન અને ગૃહમંત્રી રાષ્ટ્રપતિને મળે છે તો તે એક ઔપચારિક મીટિંગ હોય છે અથવા કોઈ વિશેષ પ્રસંગ પર એક સાથે જાય છે. એક જ દિવસમાં અને કેટલાક ક્લાકોના અંતરમાં બે મોટા નેતાઓનું રાષ્ટ્રપતિને મળવું સામાન્ય બાબત નથી.

આ પણ વાંચો-રશિયામાં ભયંકર ભૂકંપથી ફાટ્યો 600 વર્ષ જૂનો જ્વાળામુખી, જૂઓ Videoમાં ભયાનકતા

રાજકીય નિષ્ણાતો અને રાજકારણ પર નજર રાખનારાઓ માની રહ્યાં છે કે સરકાર કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે અથવા પછી કોઈ મોટું પગલું ભરવા જઈ રહી છે. જગદીપ ધનખડે ચોમાસા સત્ર પહેલા જ દિવસે ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપી દીધું હતું, જેને લઈને કોઈ વાત થઈ છે. તે ઉપરાંત માનવામાં આવી રહ્યું છે કે, સરકાર સંદમાં કોઈ મોટું બિલ લાવવા જઈ રહી છે, જેને લઈને રાષ્ટ્રપતિને જાણકારી આપવા માટે પીએમ મોદી અને ગૃહમંત્રી પહોંચ્યા હોઇ શકે છે. જોકે, સરકાર તરફથી આ મુલાકાત ઉપર કોઈ જ નિવેદન આવ્યું નથી, પરંતુ તે નક્કી છે કે કંઈક મોટું થવા જઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો 5 ઓગસ્ટ સાથે ક્નેક્શન

રાષ્ટ્રપતિ સાથે દ્રોપદી મુર્મૂ સાથેની મોદી-શાહની મુલાકાતને પાંચ ઓગસ્ટ સાથે જોડવામાં આવી રહી છે. ચર્ચા થઈ રહી છે કે સરકાર પાંચ ઓગસ્ટે કોઈ મહત્વપૂર્ણ વિધેયક લઈને આવી રહી છે કેમ કે પાંચ ઓગસ્ટ 2019માં મોદી સરકારે જમ્મુ-કાશ્મીરથી કલમ 370ને ખત્મ કરીને રાજ્યને બે ભાગમાં વહેંચવાનો નિર્ણ કર્યો હતો. તે પછી પાંચ ઓગસ્ટ 2020ના દિવસે પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું શિલાન્યાસ કર્યો હતો.

મોદી સરકારે 5 ઓગસ્ટે દેશમાં બે ઐતિહાસિક નિર્ણય લીધા, જેના કારણે પાંચ ઓગસ્ટની તારીખ પોતાની રીતે ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે. એવામાં પીએમ મોદી અને અમિત શાહના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને ળઈને પાંચ ઓગસ્ટની ચર્ચા વધી ગઈ છે કે સરકાર કોઈ મોટું બંધારણીય અથવા રાજકીય નિર્ણય પર વિચાર કરી શકે છે, પછી તે કોઈ મહત્વપૂર્ણ નિયુક્તિ હોય અથવા રાષ્ટ્રપતિના સ્તર પર કોઈ નિર્ણય હોય..

આ પણ વાંચો-દિલ્હીમાં મહિલા સાંસદ પણ સુરક્ષિત નહીં? સંસદ ભવનની પાસે સોનાની ચેન ખેંચીને ભાગ્યા બાઇક સવાર

સંસદમાં કોઈ સંવેદનશીલ બિલ રજૂ કરવાની ચર્ચા છે, જેમાં યૂનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. ઉત્તરાખંડમાં ધામી સરકારે યૂસીસીને લાગું કરવામાં આવ્યું છે. અસમ અને ગુજરાતની બીજેપી સરકારે યૂસીસીને રાજ્ય સ્તર પર લાવવાની જાહેરાત કરી ચૂકી છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ યૂસીસીના સંબંધમાં પોતાના વાત કહી ચૂક્યા છે. યૂસીસી બીજેપીનો મહત્વપૂર્ણ એજન્ડાનો ભાગ છે, જેમાં રામ મંદિર નિર્માણ અને જમ્મુ-કાશ્મીરથી કલમ 370નું સ્વપ્ન સાકાર થઈ ચૂક્યા છે. માત્ર યૂસીસી જ બચ્યું છે, જેને લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જાહેરાત વચ્ચે મુલાકાત

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને પ્રક્રિયા ઔપચારિક રૂપથી શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી આયોગે 1 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી આયોગ અનુસાર ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન આગામી 9 સપ્ટેમ્બરે કરાવવામાં આવશે.

ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા શેડ્યુલ પ્રમાણે 7 ઓગસ્ટે ચૂંટણી માટે નોટિફિકશન જાહેર કરવામાં આવશે. તે પછી ઈચ્છુક ઉમેદવાર 21 ઓગસ્ટ સુધી પોતાનું નામાંકન દાખલ કરી શકશે અને નામાંકન પત્રોની તપાસ 22 ઓગસ્ટ સુધી થશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન માટે 9 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. પીએમ મોદી અને અમિત શાહે રાષ્ટ્રપતિ સાથે મળીને ધનખડના રાજીનામું અને નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં ચર્ચા કરી છે.

પીએમ નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે થયેલી મુલાકાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લગાવવા અને રશિયા સાથે સૈન્ય હથિયાર અને કાચા તેલની ખરીદવા પર લગાવેલા દંડની જાહેરાતના કેટલાક દિવસ પછી થઈ છે. આનાથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના ચોમાસા સત્રની શરૂઆતથી પહેલા 16 જૂલાઈ, 2025ના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો-તમને કેવી રીતે ખબર પડી કે ચીને જમીન ઝડપી લીધી? રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર

Tags :
Amit Shahpm modiPM Modi-Amit Shah urgently meet with President
Next Article