જે લોકો માને છે મોદી મેજીક નબળું પડી રહ્યું, તે લોકો આ તસવીરો જુએ
- Maharashtra ની તમામ બેઠકો ઉપર એક જ દિવસે મતદાન
- રાજકીય પક્ષોએ મહિલાઓને લગતી ઘણી યોજનાઓની કરી રજૂ
- પોતાની સભાઓમાં મહિલાઓનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નથી
PM Modi Maharashtra : Maharashtra અને Jharkhand Assembly elections માં શાનદાર રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ PM Modi એ પણ Maharashtra માં રેલી સાથે વિશાળ જનસભાનું આયોજન કર્યું હતું. તો ભાજપના નેતાઓ દાવો કરી રહ્યા છે કે PM Modi ની સભાઓમાં આવતી ભીડ જણાવી રહી છે કે Maharashtra અને Jharkhand માં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ખાસ કરીને PM Modi ની સભામાં આવતી મહિલાઓને લઈને ભાજપના નેતાઓ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
Maharashtra ની તમામ બેઠકો ઉપર એક જ દિવસે મતદાન
PM Modi એ અત્યાર સુધીમાં Jharkhand અને Maharashtra માં લગભગ એક ડઝન રેલીઓને સંબોધિત કરી છે. Jharkhand માં પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન થયું છે. તો 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં Maharashtra ની તમામ 288 બેઠકો પર મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. અને Maharashtra અને Jharkhand Assembly elections નું પરિણામં 23 નવેમ્બરના રોજ જાહે કરાશે. તો Jharkhand માં 13 નવેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મહિલા મતદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પણ વાંચો: યોગી આદિત્યનાથને CM પદ પરથી 20 નવેમ્બર બાદ હટાવાશે: અખિલેશ યાદવ...
छत्रपति संभाजीनगर में उमड़े महाराष्ट्र के देशभक्त लोगों ने भाजपा-महायुति की प्रचंड विजय तय कर दी है। pic.twitter.com/CssDVpXPzB
— Narendra Modi (@narendramodi) November 14, 2024
રાજકીય પક્ષોએ મહિલાઓને લગતી ઘણી યોજનાઓની કરી રજૂ
ચૂંટણી પંચના આંકડા અનુસાર પ્રથમ તબક્કામાં લગભગ 66.65 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. જે 2019 ની Assembly elections માં આ 43 બેઠકો પર નોંધાયેલા મતદાન કરતાં 2.75 ટકા વધુ છે. ખાસ વાત એ છે કે આ 43 સીટોમાંથી 37 સીટો પર પુરૂષો કરતા મહિલાઓએ વધુ મતદાન કર્યું હતું. જો આવી જ સ્થિતિ Maharashtra માં રહેશે તો ભાજપને જીત મેળવવાથી કોઈ નહીં રોકી શકે. આ વખતે Maharashtra Assembly elections માં 357 મહિલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહી છે. આ વખતે પણ મહાયુતિ ગઠબંધન દ્વારા લગભગ ત્રણ ડઝન મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
પોતાની સભાઓમાં મહિલાઓનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નથી
Maharashtra અને Jharkhand Assembly elections 2024 માં તમામ રાજકીય પક્ષોએ મહિલાઓને લગતી ઘણી યોજનાઓની જાહેરાત કરી છે. ભાજપે દાવો કર્યો છે કે એનડીએ સરકાર રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને આર્થિક સમર્થન પર કેન્દ્રિત ઘણી યોજનાઓ લાવશે. જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બની શકશે. PM Modi એ પોતાની સભાઓમાં મહિલાઓનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નથી. આ જ કારણ છે કે ભાજપને આ વખતે Jharkhand અને Maharashtra માં સરકાર બનાવશે.
આ પણ વાંચો: દિલ્હીમાં Drugs Consignment કર્યું જપ્ત, કિંમત જાણીને સ્તબ્ધ થઈ જશો


