Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી ચેસ ઓલિમ્પિયાડના વિજેતાઓને મળ્યા, જુઓ VIDEO

પુરૂષ અને મહિલા ચેસ ઓલિમ્પિયાડમાં ઇતિહાસ રચ્યો 97 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે PM મોદી રમત વીરો સાથે કરી મુલાકાત PM Narendra Modi: ભારત પુરૂષ અને મહિલા ચેસ (chess)ઓલિમ્પિયાડમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું, જે...
pm મોદી ચેસ ઓલિમ્પિયાડના વિજેતાઓને મળ્યા  જુઓ video
Advertisement
  • પુરૂષ અને મહિલા ચેસ ઓલિમ્પિયાડમાં ઇતિહાસ રચ્યો
  • 97 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે
  • PM મોદી રમત વીરો સાથે કરી મુલાકાત

PM Narendra Modi: ભારત પુરૂષ અને મહિલા ચેસ (chess)ઓલિમ્પિયાડમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું, જે 97 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. આ ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા ગયેલી ભારતની પુરૂષ અને મહિલા બંને ટીમના ખેલાડીઓ 25 સપ્ટેમ્બર, બુધવારના રોજ સ્વદેશ પરત ફર્યા હતા, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને બધાને મળ્યા હતા અને તેમને આ મહાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. સિદ્ધિ આ દરમિયાન પીએમ મોદીએ તમામ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવી. ANI દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં અર્જુન એરિગેસી અને આર. પ્રજ્ઞાનંદે પણ એક મેચ રમી હતી.

આ ખેલાડીઓ PM મોદીને મળ્યા હતા

ભારત તરફથી, હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય મહિલા ટીમમાં ડી હરિકા, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવા અને વૈશાલી રમેશબાબુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે પુરુષ ટીમમાં આર. પ્રગનાનંદ, અર્જુન એરિગાસી, ડી. ગુકેશ, હરિકૃષ્ણ પંતાલા અને વિદિત ગુજરાતી. આ ટુર્નામેન્ટમાં ભારતીય પુરૂષ ટીમનું એકતરફી પ્રદર્શન જોવા મળ્યું જેમાં તેણે પોતાનું પ્રથમ સ્થાન મેળવ્યું અને 10મા રાઉન્ડ પછી ગોલ્ડ જીત્યો, જ્યારે મહિલા ટીમે 11મા રાઉન્ડમાં પોતાનો ગોલ્ડ મેડલ મેળવ્યો.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Chess Olympiad 2024 માં સુવર્ણ પદક સાથે શતરંજના સરતાજ બન્યા ભારતીયો

ચેસ ઓલિમ્પિયાડ 1927 માં પ્રારંભ થયો હતો

આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE) એ 1927માં સત્તાવાર રીતે ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવાનું શરૂ કર્યું. છેલ્લી વખત ભારતે આ ટુર્નામેન્ટનું આયોજન વર્ષ 2022માં કર્યું હતું જ્યારે તેનું આયોજન ચેન્નાઈમાં કરવામાં આવ્યું હતું. ભારત આ વખતે ચેસ ઓલિમ્પિયાડની ઓપન ટીમ ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું, તેણે 10 મેચ જીતી અને એક મેચ ડ્રો રહી.

Tags :
Advertisement

.

×