Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી બાબા સાહેબ આંબેડકરનો ઉલ્લેખ કરીને કહ્યું મારો વીડિયો કટ કરીને વાયરલ ના કરતા

લોકસભામાં સંવિધાન પર થઇ રહેલી ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ એક સમયે વિપક્ષને તેમ પણ કહ્યું કે, બાબા સાહેબ આંબેડકરની વાત કરી રહ્યો છું, આટલો વીડિયો કટ કરીને વાયરલ ના કરી દેતા.
pm મોદી બાબા સાહેબ આંબેડકરનો ઉલ્લેખ કરીને કહ્યું મારો વીડિયો કટ કરીને વાયરલ ના કરતા
Advertisement
  • ગાંધી પરિવારે જ સંવિધાનને બરબાદ કર્યું
  • હવે સંવિધાનની દુબાઇ દઇને તે લોકો હાયતોબા કરી રહ્યા છે
  • સંવિધાનને બરબાદ કરવામાં ગાંધી પરિવારનો સિંહ ફાળો રહ્યો છે

PM MODI IN LOK SABHA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લોકસભામાં સંવિધાન પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા. આ દરમિયાન તેમણે ગાંધી પરિવાર પર સંવિધાનને ઇજા પહોંચાડવાનો આક્ષેપ કર્યો.

વીડિયો કટ કરીને વાયરલ ન કરતા

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ એક જગ્યાએ વિપક્ષને કહ્યું કે, હું બાબા સાહેબ આંબેડકરની વાત કરી રહ્યો છું, એટલો વીડિયો કટ કરીને વાયરલ ન કરતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી લોકસભામાં ધર્મના આઆધારે બનેલા પર્સનલ લો બોર્ડ અંગે વાત કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસે સત્તા અને પોતાની વોટબેંકને ખુશ કરવા માટે ધર્મના આધારે અનામતની રમત રમી હતી.

Advertisement

આ પણ વાંચો : LIVE: Parliament Live Updates : કલમ 370 દેશની એકતામાં અવરોધ હતી, તેથી અમે તેને દફનાવી દીધી - PM મોદી

Advertisement

સત્તા સુખ અને સત્તા ભુખ કોંગ્રેસમાં જોવા મળે છે

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, સત્તા સુખ,સત્તા ભુખ માટે અને પોતાની વોટબેંકને ખુશ કરવા માટે કોંગ્રેસે ધર્મના આધારે અનામતની નવી રતમ રમી છે, જે સંવિધાનની ભાવના વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટથી ઝટકા લાગી રહ્યા છે અને એટલા માટે બહારા બનાવી રહ્યા છે કે આમ કરીશું તેમ કરીશું.

યુનિફોર્મ સિવિલ કોડ અંગે પણ થઇ ચર્ચા

મનમાં સાફ છે કે ધર્મના આધારે અનામત દેવા માંગે છે, માટે રમત રમાઇ રહી છે. પીએમ મોદીએ યૂનિફોરમ સિવિલ કોડની ચર્ચા કરતા કહ્યું કે, સંવિભાન સભાએ તે અંગે ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, સારુ થશે જે પણ સરકાર પસંદ થઇને આવે, તે તેને લાગુ કરે.

આ પણ વાંચો : સંભલમાં મળ્યું 46 વર્ષ જુનુ અતિપવિત્ર મંદિર, ગુપ્ત કુવાના દર્શન કરવા માટે ભક્તોની પડાપડી

આટલો વીડિયો કટ કરીને ફેરવતા નહીં

પીએમ મોદીએ કહ્યું કે, જે લોકો સંવિધાનને સમજતા નથી, દેશને સમજતા નથી તેમને ખબર નથી કે બાબા સાહેબે શું કહ્યું હતું, ધાર્મિક આધાર પર બને... આ હું બાબા સાહેબની વાત કરી રહ્યો છું, એટલો વીડિયો કટ કરીને વાયરલ ન કરતા. બાબા સાહેબે કહ્યું હતું કે, ધાર્મિક આધારે બનેલ પર્સનલ લોને ખતમ કરવાની બાબા સાહેબે જ ભલામણ કરી હતી.

યુસીસીના હિમાયતી બાબા સાહેબ પણ હતા

તે સમયના સભ્ય કે.એમ મુન્શીજીએ કહ્યું હતું કે, યુસુસીને રાષ્ટ્રીય એકતા અને આધુનિકતા ફરજીયાત ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે પણ અનેક વાર કહ્યું કે, દેશમાં યુસીસી ઝડપથી લાવવી જોઇએ. તે જ સંવિધાનની ભાવનને ધ્યાનમાં રાખતા અમે સંપુર્ણ શક્તિથી સેક્યુલર સિવિલ કોડ લાવવા માટે લાગેલા છીએ. કોંગ્રેસના લોકો સંવિધાન નિર્માતાઓ અને સુપ્રીમ કોર્ટની ભાવનાનો અનાદર કરી રહ્યા છે, કારણ કે તેમની રાજનીતિને સુટ નથી કરતું.

આ પણ વાંચો : Surat: ભારે કરી! આ ભાઈએ તો નોકરી ના કરવા માટે પોતાની આંગળીઓ જ કાપી નાખી! પોલીસને પણ ગોથે ચડાવી

Tags :
Advertisement

.

×