Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી આજે GCMMF ની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે, ખેડૂતોને આપશે આ ભેટ

આજે વડાપ્રધાન મોદી (PM Modi) ગુજરાતની મુલાકાતે (Gujarat Visit) આવવાના છે. તેઓ સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર આવશે. જ્યાથી તેઓ 10:45 કલાકે GCMMF ના કાર્યક્રમમાં હાજરી આપશે. જણાવી દઇએ કે, PM મોદી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન...
pm મોદી આજે gcmmf ની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે  ખેડૂતોને આપશે આ ભેટ
Advertisement

આજે વડાપ્રધાન મોદી (PM Modi) ગુજરાતની મુલાકાતે (Gujarat Visit) આવવાના છે. તેઓ સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર આવશે. જ્યાથી તેઓ 10:45 કલાકે GCMMF ના કાર્યક્રમમાં હાજરી આપશે. જણાવી દઇએ કે, PM મોદી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે. આ કાર્યક્રમ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં યોજાશે. તેમાં 1.25 લાખથી વધુ ખેડૂતો (Farmers) સામેલ થશે.

PM મોદી સ્ટેડિયમમાં સંબોધન કરશે

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની સુવર્ણ જયંતી ઉજવણીમાં વડાપ્રધાન મોદી અને દેશના સહકાર મંત્રી અમિત શાહ પણ હાજરી આપશે. ડેરી ઉદ્યોગો સાથે જોડાયેલા 1.25 લાખથી વધુ લોકોને PM મોદી સ્ટેડિયમમાં સંબોધન કરશે. જોકે, તે પહેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમુલ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રામ્ય વિસ્તારોમાં કરાયેલી કામગીરી સહિતનું પ્રદર્શન ક્રિકેટના મેદાને કરવામા આવશે. આ મહાસંમેલનમાં અંદાજે સવા લાખ ખેડૂતો ઉપસ્થિત રહેશે, જેમાથી અડધી સંખ્યા મહિલાઓની હશે કે જે ગુજરાતના સહકારી ક્ષેત્રની કરોડરજ્જૂ છે. આ મહાસંમેલનમાં ગુજરાતના દરેક ગામમાંથી ખેડૂત અને પશુપાલકોના પ્રતિનિધિઓ હાજર રહેશે.

Advertisement

10 વર્ષમાં વિશ્વનું 30 ટકાથી વધુ દૂધ ભારતમાં ઉત્પાદન થશે

મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યની 18,600 દૂધ મંડળીના દૂધ ઉત્પાદકો અને ખેડૂતો આ મહાસંમેલનમાં જોડાશે. 1946 માં 250 લીટર દૂધ સાથે અમુલની સ્થાપના થઇ હતી. બીજી તરફ અમૂલ ફેડરેશનની 1973ની સ્થાપના 50 વર્ષની આવતી કાલે ઉજવણી થવાની છે. સ્થાપના સમયે ફેડરેશનનુ ટર્ન ઓવર 20 કરોડનું હતું. બીજી તરફ અમૂલ બ્રાન્ટનું ટર્ન ઓવર 61 હજાર કરોડને આંબી જશે. મળી રહેલી માહિતી અનુસાર, 1200 કરોડના 5 નવા પ્રોજેક્ટનું PMના હસ્તે ઉદ્ઘાટન થશે. ચીઝ પ્લાન્ટ, આઇસક્રીમ પ્લાન્ટ અને ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન થશે. આવનારા 10 વર્ષમાં વિશ્વનું 30 ટકાથી વધુ દૂધ ભારતમાં ઉત્પાદન થશે. અમૂલના એક્સપાન્સન માટે હાલ 11,000 કરોડના પ્રોજેક્ટ છે. ગુજરાત અને ગુજરાત બહાર અમૂલ જલ્દી જ એકસપાન્સન કરશે. પુણે, ગોવા, કલકત્તા, મુંબઇ, વારાણસી સહિતના સ્થળે વિસ્તાર કરશે. 4 થી 5 હજાર લોકોને સીધી અને આડકતરી રીતે વિસ્તરણ થકી રોજગારી મળશે.

Advertisement

આ પણ વાંચો - PM મોદી આજે 1800 કિમીની હવાઈ મુસાફરી કરશે, જાણો આજનો કાર્યક્રમ

આ પણ વાંચો - PM Modi Gujarat Visit : PM Modi ₹13,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ગુજરાતની જનતાને આપશે ભેટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×