Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MannKiBaat : PM મોદીનું 'મન કી બાત'માં સંબોધન, આતંકવાદ સામે કડક સંદેશ

MannKiBaat : આતંકવાદ સામેની આપણી લડાઈમાં આખી દુનિયા 140 કરોડ ભારતીયોની સાથે ઉભી છે. પીડિત પરિવારોને ન્યાય મળશે - PM
mannkibaat   pm મોદીનું  મન કી બાત માં સંબોધન  આતંકવાદ સામે કડક સંદેશ
Advertisement

MannKiBaat : જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બાદ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) મન કી બાતના (MANN KI BAAT) 121 માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે. તેમાં સંબોધનની શરૂઆતમાં આતંકવાદ વિરુદ્ધના સંદેશાથી કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી. ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી હતી. વિકાસ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું હતું. તેવામાં કાશ્મીરના દુશ્મનોએ ફરીથી હુમલો કરીને તેને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, કે આતંકવાદ સામેની આ લડાઈમાં દેશવાસીઓની એકતા સૌથી મહત્વપૂર્ણ છે. આતંકવાદ સામેની આ લડાઈમાં આખી દુનિયા 140 કરોડ દેશવાસીઓની સાથે છે.

આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો

વધુમાં પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પીડિતોના પરિવારોને ન્યાય મળવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે ઘણા દેશોના નેતાઓએ તેમની સાથે ફોન પર વાત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો વ્યક્ત કર્યો છે. આતંકવાદ સામેની આપણી લડાઈમાં આખી દુનિયા 140 કરોડ ભારતીયોની સાથે ઉભી છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, ન્યાયનો વિજય થશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને કડકમાં કડક જવાબ આપવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો --- LIVE: Pahelgam Terrorist attack: જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો સફાયો યથાવત, આતંકીઓ સામે સુરક્ષા દળોની કડક કાર્યવાહી

Advertisement

Tags :
Advertisement

.

×