Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : યુવતીની છેડતી કરતા ઇસમને પોલીસે દબોચ્યો, હવે થયા આવા હાલ!

ભરતનગરમાં નવરાત્રિ (Navratri 2025) ગરબા આયોજનમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી...
bhavnagar   યુવતીની છેડતી કરતા ઇસમને પોલીસે દબોચ્યો  હવે થયા આવા હાલ
Advertisement
  1. Bhavnagar માં યુવતીની છેડતી કરતો શખ્સ ઝડપાયો
  2. નવરાત્રિમાં છેડતી કરતો યુવાન પોલીસનાં હાથે ઝડપાયો
  3. ભરતનગરમાં નવરાત્રિ આયોજનમાં પેટ્રોલિંગમાં હતી પોલીસ
  4. રોમિયોગીરી કરતા શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

Bhavnagar : નવરાત્રિ ટાણે યુવતીઓની છેડતી કરતા ઇસમો સામે પોલીસ લાલ આંખ કરી છે. રાજ્યભરમાં આયોજિત ગરબા કાર્યક્રમોમાં SHE ટીમ (Gujarat Police SHE Team) દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે, ભાવનગરમાં યુવતીની છેડતી કરતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ભરતનગરમાં નવરાત્રિ (Navratri 2025) ગરબા આયોજનમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે રોમિયોગીરી કરતા શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat માં શૂટિંગ વોલીબોલ ચેમ્પિયનની ધરપકડ : ગોલ્ડ મેડલિસ્ટ વિકાસ ભાર્ગવ ગેરકાયદે તમંચા સાથે ઝડપાયો

Advertisement

Bhavnagar માં યુવતીની છેડતી કરતો શખ્સ ઝડપાયો

રાજ્યમાં નવરાત્રિ પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરી શકે તે માટે રાજ્ય પોલીસ (Gujarat Police) વિભાગે સુરક્ષાનાં ચુસ્ત બંદોબસ્ત કર્યા છે. ભાવનગરમાં પણ નવરાત્રિ પર્વને લઈ પોલીસની વિવિધ ટીમો મોડી રાત સુધી પેટ્રોલિંગ કરી રહી છે. નવરાત્રિ ટાણે યુવતીઓની છેડતી કરતા અને રોમિયોગીરી કરતા ઇસમો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જે હેઠળ ગઈકાલે રાતે પોલીસે એક શખ્સની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Surendranagar : ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દી સાથે લાફાવાળી! ઘટના CCTV માં કેદ

ભરતનગરમાં યુવતીની છેડતી કરતા ઇસમ સામે કાર્યવાહી

માહિતી અનુસાર, ભાવનગરનાં ભરતનગર (Bharatnagar) વિસ્તારમાં જ્યારે પોલીસની એક ટીમ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક શખ્સ દ્વારા યુવતીની છેડતી કરવામાં આવતી હોવાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને છેડતી કરતા ઇસમને દબોચી લીધો હતો. રોમિયોગીરી કરતા શખ્સની પોલીસે ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : શું ખરેખર ગુજરાત યુનિ. માં મંત્રી ઋષિકેશ પટેલને દારૂની બોટલ મળી? Video વાઇરલ

Tags :
Advertisement

.

×