મજૂર દંપતીના અપહ્યુત પુત્રને પોલીસે રાતનો ઉજાગારો કરી શોધી કાઢ્યો, નિઃસંતાન દંપતી સામે Child Kidnapping નો કેસ
Child Kidnapping : ગુજરાતમાં નાના બાળકોના અપહરણના અનેક કેસ ભૂતકાળમાં Gujarat Police ના ચોપડે નોંધાઈ ચૂક્યાં છે. Child Kidnapping ના કેસમાં અમીર કે ગરીબ પરિવારનો તફાવત પોલીસે કયારેય નથી કર્યો. અપહ્યુત બાળકને શોધવા પોલીસ અધિકારીઓ/કર્મચારીઓએ દિવસો અને મહિનાઓ સુધી અથાગ પ્રયાસ કર્યા હોવાના કિસ્સાઓ પણ છે. સુરત જિલ્લાના તાતીથૈયા ગામથી મૂળ બિહારના મજૂર પરિવારના દોઢ વર્ષીય બાળકનું અપહરણ થયું હોવાની વાત સામે આવતા Surat Rural Police એ આખી રાતનો ઉજાગરો કરીને મા સાથે સંતાનનું મિલન કરાવ્યું છે. શું છે સમગ્ર મામલો ? વાંચો આ અહેવાલમાં...
Child Kidnapping ની જાણ થતાં પોલીસે શું કર્યું ?
ગત શુક્રવારની રાતે આઠેક વાગે કડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી.શાહ (PI B D Shah) ને માહિતી મળી કે, તાતીથૈયા ગામેથી દોઢ વર્ષના બાળકનું અપહરણ (Child Kidnapping) થયું છે. આ જાણકારી મળતા સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈ આર.બી.ભટોળ (PI R B Bhatol) તુરંત દોડી ગયા. સ્થાનિક પોલીસ અને એલસીબીના અધિકારીઓએ અપહ્યુત બાળકની આઠેક વર્ષથી બહેનનું કાઉન્સીલીંગ શરૂ કર્યું અને કેવી રીતે અને ક્યાં ઘટના બની ? તેની જાણકારી મેળવી. બીજી તરફ બે પોલીસ ટીમ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે તપાસ માટે પહોંચી ગઈ હતી. મોડી સાંજે પોણા સાતેક વાગ્યાના અરસામાં શાક માર્કેટ પાસે બનેલી ઘટનાને ધ્યાનમાં લઈને આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસતા એક મહિલા બાળકને લઈ જતી નજરે પડી હતી. રાતે નવેક વાગે એક અન્ય ફૂટેજમાં શકમંદ મહિલા સાથે એક અન્ય મહિલા જોવા મળતા તેની જાણકારી મેળવવા પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું. પોલીસને મળી આવેલી મહિલાએ શકમંદ મહિલા જે કંપનીમાં મજૂરી કામ કરતી હતી તેની માહિતી આપતા પોલીસે કંપનીમાં તપાસ કરી. કંપનીમાંથી નામ સહિતની વિગતો તો મળી, પરંતુ મોબાઈલ ફોન નંબર જુનો હોવાથી પોલીસ થોડીક મિનિટો માટે હતાશ થઈ ગઈ.
Child Kidnapping ના આરોપીઓ ક્યાંથી મળી આવ્યા ?
અપહ્યુત બાળકની બહેનને સફરજન અપાવીને તેની ગેરહાજરીનો લાભ લઈને અપહરણ કરાયેલા દોઢ વર્ષના 'રામ'ને શોધવા આખી રાત દોડેલી પોલીસને વહેલી પરોઢે સારા સમાચાર મળ્યા. વહેલી પરોઢે પોલીસ શકમંદ મહિલાના ઘરને શોધી કાઢ્યું પણ પોલીસ ત્યાં પહોંચી તો તાળું લટકતું જોવા મળ્યું હતું. પાડોશમાં રહેતા પરિવારના દરવાજે ટકોરા મારીને તેમને પોલીસે ઉઠાડી પૂછપરછ કરતા પ્રદીપ શ્રીરામ શર્મા (ઉ.35 રહે. રાહી રેસીડેન્સી, કારેલી, તા.પલસાણા મૂળ વતન UP) અને તેના પત્ની રીતા (ઉ.30) વતન જવા નીકળ્યા હોવાની વાત જાણવા મળી. પોલીસે દંપતીનો સંપર્ક નંબર મેળવ્યો અને લૉકેશન મેળવ્યું તો બારડોલી રેલ્વે સ્ટેશન (Bardoli Railway Station) આવ્યું. પોલીસની ટીમો તુરંત સ્ટેશન ખાતે દોડી ગઈ અને ત્યાંથી જ અપહ્યુત બાળકનો કબજો લઈને અપહરણકર્તા દંપતીને ઝડપી લીધા. નિઃસંતાન દંપતી સામે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન (Kadodara GIDC Police Station) ખાતે નોંધાયેલા અપહરણના ગુનામાં શર્મા દંપતીની પોલીસે ધરપકડ કરી તપાસ આરંભી છે.
આ પણ વાંચો- દક્ષિણ ભારતમાં થયેલી કરોડોની Angadia Robbery કેસમાં ત્રણ ઝડપાયા, લાખો રૂપિયા કબજે થયા


