Priyanka Gandhi ની વાયનાડ સીટ પર જીત, 24 હજારની લીડ સાથે જીતની નજીક
- રાહુલ ગાંધી વાયનાડ સીટ પરથી હતા સાંસદ
- રાહુલ ગાંધીએ રાજીનામું આપતા સીટ ખાલી પડી હતી
- પ્રિયંકા ગાંધી લગભગ જીતે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે
નવી દિલ્હી : વાયનાડ લોકસભા સીટની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધીની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. કેરળની વાયનાડ લોકસભાની પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, પ્રિયંકા ગાંધી જંગી લીડથી જીતી રહ્યા છે. પ્રિયંકા ગાંધી હાલ 24 હજાર કરતા પણ વધારે મતોની લીડથી આગળ છે. જેને જોતા હવે અન્ય કોઇ ઉમેદવાર આટલી મોટી લીડ કાપી શકે તેવી શક્યતાઓ નહીવત્ત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાયનાડમાં 64 ટકા મતદાન થયું હતું.
શરૂઆતથી જ પ્રિયંકા ગાંધી આગળ
મતગણતરીની શરૂઆત થઇ ત્યારથી જ તેઓ સતત આગળ ચાલી રહ્યા છે. તેમના અન્ય હરીફ ઉમેદવારો ખુબ જ પાછળ ચાલી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીની સામે CPI(M) ના દિગ્ગજ નેતા સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ મેદાને છે. જો કે તેઓ પણ પ્રિયંકા ગાંધીથી ખુબ જ પાછળ ચાલી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ શરૂઆતથી જ એટલી મોટી લીડ મેળવી લીધી છે કે, વિપક્ષી ઉમેદવાર આટલી મોટી લીડ કાપી શકે તેવી શક્યતા નહીવત્ત છે. જેથી પ્રિયંકા ગાંધીની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીએ આ સીટ પરથી આપ્યું હતું રાજીનામું
અત્રે ઉલ્લેખીય છે કે, અમેઠી બાદ ગાંધી પરિવારની પરંપરાગત સીટ પૈકીની એક સીટ છે વાયનાડ. રાહુલ ગાંધી પણ અમેઠી ઉપરાંત વાયનાડથી ચૂંટણી લડી ચુક્યા છે. જો કે આ લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ અમેઠી અને વાયનાડ બંન્ને સીટ પર લડ્યા અને જીત્યા હતા. જેના કારણે તેમણે વાયનાડ સીટ પરથી રાજીનામું આપ્યું હતું. જેના પગલે તેઓ વાયનાડ સીટ ખાલી પડતા પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવા માટે ઉતર્યા હતા. હવે તેઓ ખુબ જ મોટી લીડથી આગળ ચાલી રહ્યા છે. હવે તેઓની જીતની ઔપચારિક જાહેરાત થવાની જ બાકી છે.


