Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : બાજરીની ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, 1630 ખેડૂતોએ કર્યું હતું રજીસ્ટ્રેશન

સાબરકાંઠા જીલ્લા માં આ વર્ષે બાજરી નુ ઉત્પાદન કરતા ખેડુતોએ ટેકા ના ભાવે બાજરી નુ વેચાણ કર્યુ છે સરકાર ના ટેકા ના ભાવ સારુ મળતા ખેડુતો હાલ તો ખુશ ખુશાલ થયા છે. અને સારો ભાવ મળતા ખેડુતો હવે ટેકાના ભાવે વેચી રહ્યા છે.
sabarkantha   બાજરીની ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ  1630 ખેડૂતોએ કર્યું હતું રજીસ્ટ્રેશન
Advertisement
  • સાબરકાંઠામાં બાજરીની ટેકાના ભાવે ખરીદી
  • ખેડૂતોને યોગ્ય ભાવ મળતાં ખુશીનો માહોલ
  • ટેકાના ભાવે રુ.585માં ખરીદવામાં આવે છે બાજરી
  • સાબરકાંઠાના 1630 ખેડૂતોએ કર્યું હતું રજીસ્ટ્રેશન

સાબરકાંઠા જીલ્લા માં આ વર્ષે ઉનાળુ પાક 14 થી 15 હજાર હેક્ટરમાં બાજરીનુ વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં આ વર્ષે સારુ ઉત્પાદન મળતા જ ખેડુતોએ બાજરીના વેચાણ અર્થે નીકળ્યા છે. ત્યારે ઓપન માર્કેટમાં ખેડુતોને પુરતા ભાવ મળી રહ્યા નથી. ઓપન માર્કેટમાં 400 થી લઈ 500 ઉપરાંતના ભાવ મળી રહ્યા છે. ત્યારે સરકારના ટેકાના ભાવ આ વર્ષે 585 રુપિયા છે. એટલે કે સારા ભાવ મળતા ખેડુતોમાં હાલ તો ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે પણ બાજરી નો પાક છે તે અહિ લેવામાં આવે છે અને યોગ્ય વજન કરીને તેને પેક કરીને વજન કરીને મુકવામાં આવે છે. તંત્ર દ્રારા ૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી રજીસ્ટેશન થયુ હતુ.

સાબરકાંઠા જીલ્લામાં બાજરીનુ વાવેતર કર્યા બાદ સરકારનુ ટેકાના ભાવે રજીસ્ટેશન શરૂ કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ ૧ મે ના રોજ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. જે ૧૫ જુલાઇ ના રોજ પુર્ણ થશે. ટેકા ના ભાવે રજીસ્ટ્રેશન ની વાત કરીએ તો જીલ્લા માં કુલ ૧૬૩૦ ખેડુતોએ બાજરી ના વેચાણ અર્થે રજીસ્ટેશન કરાવ્યું છે.

Advertisement

જેમાં આજ સુધીવ ૯૪૩ ખેડુતો વેચાણ અર્થે આવ્યા છે. જીલ્લા કુલ ત્રણ ખરીદ સેન્ટર પર ટેકા ના ભાવે ખરીદી થઈ રહી છે અન્ય જગ્યા કરતા ટેકા ના ભાવે સારો ભાવ મળતા દરરોજ ખેડુતો ટેકા ના ભાવે વેચવા પહોચી જાય છે આમ તો તંત્ર દ્રારા અત્યાર સુધી ૧૪૬૯ ખેડુતોને મેસેજ કરવામાં આવે છે અને હજુ ૧૪૫ ખેડુતો મેસેજ કરવાના બાકી છે એટલે બે ત્રણ દિવસમાં ખરીદી પણ પુર્ણ થશે.

Advertisement

આ પણ વાંચોઃ Gandhinagar : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તમામ મૃતકોની પ્રાર્થના સભા યોજાઈ

આમ તો ખેડુતો સારા એવા ભાવ મળી રહે તે માટે ટેકા ના ભાવે ખરીદી સરકાર કરી રહી છે ત્યારે અન્ય ઓપન માર્કેટ કરતા સરકારના ભાવ સારા મળી રહ્યા છે જેને લઈને ખેડુતો ટેકા ના ભાવે વેચાણ અર્થે વેચી રહ્યા છે સામે ખેડુતો માં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad :બગોદરા-ધોળકા હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત, બે લોકોને ગંભીર ઈજા પહોંચી

Tags :
Advertisement

.

×