બિહાર ચૂંટણી સભામાં રાહુલ ગાંધીના PM મોદી પરના નિવેદન પર રાજકારણ ગરમાયું
- રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં આપ્યું PM મોદીને લઇને આપ્યું નિવેદન
- બિહારના મુઝફ્ફરપુર માં ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન
- રાહુલ ગાંધીના નિવેદનથી રાજકારણ ગરમાયું છે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi Bihar Election) બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મુઝફ્ફરપુર ખાતે એક સંયુક્ત રેલીથી પોતાના પ્રચારની શરૂઆત કરી. તેમણે રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા તેજસ્વી યાદવ સાથે મંચ શેર કર્યો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્ય પ્રધાન નીતિશ કુમાર બંને પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલે ગાંધીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, "જો તમે નરેન્દ્ર મોદીને મતના બદલામાં નાચવાનું કહો છો, તો તેઓ સ્ટેજ પર નાચશે.
मोदी जी वोट के लिए स्टेज पर आकर डांस भी कर लेंगे। आप जो कहेंगे, वो करेंगे... लेकिन चुनाव से पहले।
चुनाव के बाद मोदी जी अंबानी की शादी में दिखाई देंगे, सूट-बूट वालों के साथ दिखाई देंगे।
किसानों और मजदूरों के साथ नहीं दिखाई देंगे।
: नेता विपक्ष श्री @RahulGandhi
— Congress (@INCIndia) October 29, 2025
Rahul Gandhi ના નિવેદન પર ભાજપે કર્યો પલટવાર
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના મત માટે સ્ટેજ પર PM મોદી નાચશે આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (BJP) એ તીવ્ર વળતો પ્રહાર કર્યો. ભાજપે રાહુલ ગાંધીની ભાષાને "સ્થાનિક ગુંડા" ની ભાષા ગણાવી અને કહ્યું કે તેમણે "પીએમ મોદીને મત આપનારા દરેકનું અપમાન કર્યું છે." ભાજપે એવો પણ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીની ટિપ્પણીઓ "ભારતીય મતદાતાઓ અને લોકશાહીની મજાક ઉડાવે છે."
Rahul Gandhi એ PM મોદી પર કર્યા આકરા પ્રહાર
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર આરોપ લગાવ્યો કે તેમને છઠ પૂજા કે યમુના નદીની સ્વચ્છતામાં કોઈ રસ નથી, તેઓ ફક્ત મતદારોનો મત ઇચ્છે છે. તેમણે કટાક્ષ કર્યો કે જ્યાં દિલ્હીમાં ભક્તો પ્રદૂષિત યમુનામાં પૂજા કરી રહ્યા છે, ત્યાં વડા પ્રધાન "ખાસ રીતે રચાયેલ તળાવ" માં સ્નાન કરી રહ્યા છે. રાહુલે કહ્યું, "મોદી તેમના સ્વિમિંગ પુલમાં નહાવા ગયા હતા, તેમને છઠ પૂજા સાથે કોઈ લેવાદેવા નથી.
રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ આડે હાથ લીધા. તેમણે આરોપ લગાવ્યો કે નીતિશ કુમારે 20 વર્ષમાં પછાત વર્ગો માટે કંઈ કર્યું નથી. રાહુલે દાવો કર્યો કે ભાજપ નીતિશ કુમારની છબીનો ઉપયોગ કરી રહી છે, પરંતુ "રિમોટ કંટ્રોલ" ભાજપ પાસે છે. તેમણે કહ્યું, "નીતીશ જીનો ચહેરો ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિક નિયંત્રણ ભાજપ પાસે છે. તેમને સામાજિક ન્યાયની કોઈ ચિંતા નથી."
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલે ભાજપ પર "મત ચોરી" માં સામેલ થવાના તેમના જૂના આરોપને પુનરાવર્તિત કર્યો. તેમણે કહ્યું કે ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી ચોરી કરી હતી અને હવે તેઓ બિહારમાં પણ એવો પ્રયાસ કરશે. બિહારમાં મતદાર યાદીમાંથી 6.6 મિલિયન નામો કાઢી નાખવાના કથિત મામલાનો ઉલ્લેખ કરીને તેમણે લોકોને "મહાગઠબંધન" માટે મતદાન કરવાની અપીલ કરી. આર્થિક નીતિઓ પર મોદી પર પ્રહાર કરતા રાહુલે નોટબંધી અને GST ને નાના વ્યવસાયો માટે વિનાશક ગણાવ્યા. તેમણે 'મેડ ઇન ચાઇના'ના બદલે 'મેડ ઇન બિહાર'નો નારો આપીને બિહારના યુવાનો માટે રોજગાર પર ભાર મૂક્યો.રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે ભાજપ "બિહારનો અવાજ ધરાવતી સરકાર બનતી અટકાવવા" માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. જોકે, તેમણે વચન આપ્યું કે કોંગ્રેસ-આરજેડી ગઠબંધન એક એવી સરકાર બનાવશે જે "દરેક વર્ગ, દરેક જાતિ, દરેક ધર્મનું પ્રતિનિધિત્વ કરે" અને "કોઈને પાછળ નહીં છોડે.
આ પણ વાંચો: PM Modi આવતીકાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત


