Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાહુલ ગાંધીના BJP પર આકરા પ્રહાર, સંસદ ભવન વિશે ટ્વીટ કરીને કહ્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તાજેતરમાં પીએમ મોદીને મળ્યા હતા અને તેમને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મુદ્દે અલગ મંતવ્ય...
રાહુલ ગાંધીના bjp પર આકરા પ્રહાર  સંસદ ભવન વિશે ટ્વીટ કરીને કહ્યું
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તાજેતરમાં પીએમ મોદીને મળ્યા હતા અને તેમને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મુદ્દે અલગ મંતવ્ય ધરાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરવું જોઈએ.

નવા સંસદભવનના ઉદ્ઘાટનની તારીખને લઈને વિવાદ સામે આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મેના રોજ જ નક્કી કરવામાં આવ્યું છે? કારણ કે તે દિવસે વિનાયક દામોદર સાવરકરનો જન્મદિવસ છે. વિપક્ષે કહ્યું કે 28 મેની તારીખ ખાસ પસંદ કરવામાં આવી છે અથવા તે સંયોગ છે.

Advertisement

Advertisement

આ પહેલા પણ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ સાથે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરવું એ તેમનું અપમાન છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે તો નવી સંસદ ભવનને વડાપ્રધાન મોદીનો 'વ્યક્તિગત વેનિટી પ્રોજેક્ટ' ગણાવ્યો હતો. તેમણે પીએમ મોદીની તે તસવીર પણ શેર કરી હતી જ્યારે વડાપ્રધાન સંસદ ભવનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તસવીર શેર કરતા જય રામ રમેશે લખ્યું, "નવા સંસદ ભવનના એકમાત્ર આર્કિટેક્ટ, ડિઝાઇનર અને કાર્યકર્તા, જેનું તેઓ 28 મેના રોજ ઉદ્ઘાટન કરશે. તસવીર બધું જ કહે છે - પર્સનલ વેનિટી પ્રોજેક્ટ."

આ પણ વાંચો : પિતાની પુણ્યતિથિ પર ભાવુક થયા રાહુલ ગાંધી, કહ્યું- ‘પાપા, તમે પ્રેરણા બનીને મારી સાથે છો’

Tags :
Advertisement

.

×