Rain in Gujarat: 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં મેઘ વરસ્યો, જાણો સૌથી વધુ ક્યા પડ્યો વરસાદ
- મેંદરડા અને સુરતના પલસાણામાં 6 ઈંચ વરસાદ વરસ્યો
- વંથલી, કપરાડા, અમીરગઢ, કેશોદ અને કાલાવડમાં 5 ઈંચ
- જૂનાગઢ, માણાવદર, કામરેજ, વાપીમાં 4 ઈંચ વરસાદ
Rain in Gujarat: 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જામનગરના જોડિયામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. મેંદરડા અને સુરતના પલસાણામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તથા વંથલી, કપરાડા, અમીરગઢ, કેશોદ અને કાલાવડમાં 5 ઈંચ તથા ઉમરપાડા, જૂનાગઢ, માણાવદર, કામરેજ, વાપીમાં 4 ઈંચ તેમજ વાપી, કુતિયાણા અને પડધરીમાં પણ ખાબક્યો 4 ઈંચ વરસાદ આવ્યો છે.
જેતપુર, ગાંધીધામ, ભેસાણ, સુરત, ધોરાજી, બગસરામાં 3 ઈંચ વરસાદ
જેતપુર, ગાંધીધામ, ભેસાણ, સુરત, ધોરાજી, બગસરામાં 3 ઈંચ તથા ધરમપુર, જામજોધપુર અને વિસાવદરમાં પણ 3 ઈંચ અને માળિયા હાટીના, ગણદેવી, રાણાવાવ, મુંદ્રામાં 2 ઈંચ સાથે માંડવી, માંગરોળ, ઉપલેટા, નવસારીમાં પણ 2 ઈંચ વરસાદ તથા અન્ય તાલુકાઓમાં 1 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ,ખેડા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં 24 જૂન માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે 25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વલસાડ, ભાવનગર, અમરેલી, છોટા ઉદેપુર, નવસારી,જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, જૂનાગઢ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.


