Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat : રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, લો પ્રેશર સિસ્ટમ સક્રિય

ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ આવશે
rain in gujarat   રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી  લો પ્રેશર સિસ્ટમ સક્રિય
Advertisement
  • ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
  • અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ
  • માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

Rain in Gujarat : ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ આવશે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ સાથે અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે રાજ્યમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયુ છે. 11 તાલુકામાં અતિભારે વરસાદની આગાહી સાથે 15 તાલુકામાં ભારે વરસાદને લઈ એલર્ટ છે. ભારે વરસાદને પગલે રાજ્યભરમાં 18 લોકોના મોત થયા છે. તથા 20 જિલ્લાઓમાં SDRFની ટીમ તૈનાત કરાઈ છે. વરસાદી પાણીની આવક થતાં સૌરાષ્ટ્રના 7 ડેમ હાઈએલર્ટ પર છે. તથા 21 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તેમજ ભારે વરસાદને પગલે 134 માર્ગોનો વાહન વ્યવહાર ખોટકાયો છે.

Advertisement

રાજ્યમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું

રાજ્યમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. શરૂઆતમાં જ મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ (Heavy Rains) થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ભાવનગર, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, છોટાઉદેપુર, બોટાદ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ (Red Alert) અપાયું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટમાં રેડ આપવામાં આવ્યું છે. જ્યારે, 61 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ અને સૌરાષ્ટ્રના અન્ય તમામ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 227 તાલુકામાં શ્રીકાર વર્ષા

Tags :
Advertisement

.

×