Rajasthan: દૌસામાં લગ્ન સમારંભમાં ગુસ્સે ભરાયેલા યુવકે કાર વડે 10 લોકોને કચડી નાખ્યા
Rajasthan Wedding : રાજસ્થાનના દૌસામાં રવિવારે રાત્રે એક લગ્ન સમારંભ (Rajasthan Wedding )માં ગુસ્સે ભરાયેલા યુવકે કાર વડે 10 લોકોને કચડી નાખ્યા હતા. ઘટના બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. આ પછી ઘાયલોને લાલસોટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ 7 લોકોને ગંભીર હાલતમાં જયપુર રીફર કરવામાં આવ્યા હતા. હાલ પોલીસ આરોપી યુવકને શોધવામાં વ્યસ્ત છે.
ફટાકડા ફોડવાને લઈને વર અને કન્યા પક્ષ વચ્ચે ઝઘડો થયો
આ ઘટના દૌસાના લાલસોટ પોલીસ સ્ટેશન વિસ્તારના લાડપુરામાં બની હતી. અહીં કૈલાશ મીનાની દીકરીના લગ્ન હતા. નિવઇથી લગ્નની જાન આવી હતી. રાત્રે લગભગ 9:30 વાગ્યે ફટાકડા ફોડવાને લઈને વર અને કન્યા પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન લગ્નની જાનમાં આવેલા એક યુવકે ગુસ્સામાં કાર વડે 10 જેટલા લોકોને કચડી નાખ્યા અને સ્થળ પરથી ફરાર થઈ ગયો. વિધાનસભ્ય રામવિલાસ મીણા પણ લગ્નમાં આવ્યા હતા. ઘટના બાદ તેણે ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા હતા.
આ પણ વાંચો----Rajasthan માં બસનો ભયંકર અકસ્માત, 12 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
આ ઘટનામાં દુલ્હનનો ભાઈ પણ ઘાયલ થયો
આ અકસ્માતમાં દુલ્હનના પિતરાઈ ભાઈ શોકીન મીણાને પણ ઈજા થઈ હતી. શૌકીને જણાવ્યું કે જ્યારે લગ્નની જાન લગભગ 9:30 વાગ્યે આવી ત્યારે અમે તેમનું સ્વાગત કરવા આવ્યા હતા. આ દરમિયાન અમારા મહેમાન અને લગ્નની જાનમાં આવેલા યુવક વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જોકે થોડા સમય બાદ મામલો થાળે પડ્યો હતો. પરંતુ અચાનક પાછળથી એક કાર આવી અને મારી અને મારી સાથે ચાલી રહેલા 11 લોકોને કચડીને આગળ જતી રહી હતી
વિવાદ પર ધારાસભ્યએ શું કહ્યું?
ધારાસભ્યએ કહ્યું કે હું લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યો હતો. યુવતીના ઘરે લગ્નની જાન આવી હતી. રસ્તામાં ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો. આનાથી ગુસ્સે થઈને એક જનૈયાએ પોતાની કાર વડે લગ્નમાં હાજરી આપવા આવેલા લોકોને કચડી નાખ્યા હતા. ઘટના સમયે હું ટેન્ટમાં હતો, જ્યારે મેં બહાર ચીસો સાંભળી, હું દોડીને બહાર આવ્યો. અમે ઘાયલોને અમારા વાહનોમાં હોસ્પિટલમાં મોકલ્યા અને ઘટના અંગે પોલીસને જાણ કરી.
આ પણ વાંચો----SDM થપ્પડ કાંડ : દેવલી-ઉનિયારામાં હંગામો, નરેશ મીણા ફરાર, 100 સમર્થકો કસ્ટડીમાં


