40 કલાકોથી 700 ફૂટ ઊંડા બોરવેલમાં માસૂમ મૂંઝાઈ રહી, NDRF અત્યાર સુધી નિષ્ફળ
- અન્ય સ્થળે પણ પાઇલીંગનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું
- વહીવટીતંત્ર પર બચાવમાં વિલંબનો આરોપ લગાવ્યો
- 47 બાળકો Borewellમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે
Rajasthan's Chetna Rescue Operation : દેશમાં વધુ એક Borewell એ માસૂમ બાળાને ખાઈ ગઈ છે. ત્યારે Rajasthanમાં વધુ એકવાર એક માસૂમ બાળકી Borewellમાં પડી ગઈ છે. તો આ બાળકીને બહાર નીકાળવા માટે ગઈકાલથી અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ હજું સુધી બાળકીને બાહર નીકાળવામાં આવી નથી. એક અહેવાલ અનુસાર, ચેતના નામની બાળકી સોમવારે તેના પિતાના ખેતરમાં રમતી વખતે Borewellમાં પડી ગઈ હતી.
અન્ય સ્થળે પણ પાઇલીંગનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું
જોકે સૌ પ્રથમ બાળકીને બહાર નીકાળવા માટે સ્થાનિકોએ પ્રયાસો કર્યા હતા. પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ રેતાળ જગ્યાને કારણે Borewellમાં માટી પડવાનો પણ ભય ઉભો થયો છે. તો NDRF એ Umbrella Technology ને અપનાવી છે. પ્રશાસનનું કહેવું છે કે આશા છે કે આ Umbrella Technology થી બાળકીને જલ્દી બચાવી લેવામાં આવશે. રેસ્ક્યુ ટીમ ત્રણ સળિયાની મદદથી નીચે એક આધાર બનાવીને બાળકીને ઉપર ખેંચવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરાંત અન્ય સ્થળે પણ પાઇલીંગનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મહિલા વકીલો નકાબ પહેરીને કોર્ટમાં સુનાવણી કરી શકશે નહીં : High Court
#WATCH | Kotputli, Rajasthan: Operation is underway to rescue the 3.5-year-old girl who fell into a borewell in Kiratpura village on December 23. pic.twitter.com/wDHSNLHgd7
— ANI (@ANI) December 25, 2024
વહીવટીતંત્ર પર બચાવમાં વિલંબનો આરોપ લગાવ્યો
Borewellમાં લાગેલા કેમેરામાં બાળકી દેખાતી બંધ થઈ ગઈ છે. હવે ફરીથી જેસીબી વડે ખોદકામ શરૂ કરાયું છે. હવે પાઇલીંગ મશીન લગાવીને નવેસરથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. બાળકી કેટલાય કલાકોથી ખોરાક અને પાણી વિના Borewellમાં ફસાયેલી છે. કેમેરા દેખાતો ન હોવાને કારણે યુવતીની હાલની સ્થિતિ જાણી શકાઈ નથી. ગ્રામજનોએ વહીવટીતંત્ર પર બચાવમાં વિલંબનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અધિકારીઓએ શરૂઆતથી જ આ બાબતમાં ગંભીરતા દાખવી ન હતી અને નિષ્ણાતો વિના દેશી રીતે કામ કરતા રહ્યા હતા.
47 બાળકો Borewellમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે
જોકે લગભગ 15 દિવસ પહેલા Rajasthanના દૌસામાં Borewellમાં પડી જવાથી આર્યનનું મોત થયા બાદ રાજ્ય સરકારે Borewell બંધ કરવાની સલાહ આપી હતી. તેમ છતાં આ Borewell ખુલ્લો હતો અને આ Borewell ખોદનાર વ્યક્તિની પુત્રી તેમાં ફસાઈ ગઈ હતી. Rajasthanમાં છેલ્લા 7 વર્ષમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડા મુજબ 47 બાળકો Borewellમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે. 2018 માં 15, 2019 માં 5, 2020 માં 18, 2021 માં 6 અને 2024 માં બે બાળકોના મોત થયા હતા.
આ પણ વાંચો: BPSC Students પર ક્રૂરતાપૂર્વક પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ વીડિયો


