Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: 11 વર્ષના કિશોરનું હાર્ટ-એટેકથી મોત, ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અચાનક છાતીમાં દુખાવો ઊપડતા હોસ્પિટલ દાખલ કરાયો

જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હેતાંશ રશ્મિકાંતભાઈ દવેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
rajkot  11 વર્ષના કિશોરનું હાર્ટ એટેકથી મોત  ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અચાનક છાતીમાં દુખાવો ઊપડતા હોસ્પિટલ દાખલ કરાયો
Advertisement
  • જસદણના જંગવડ ગામની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત
  • હેતાંશ રશ્મિકાંતભાઈ દવેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો
  • તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હેતાંશ રશ્મિકાંતભાઈ દવેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

11 વર્ષીય કિશોરનું હૃદયરોગના હુમલાથી મોત

જસદણના જંગવડ ગામે ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી હેતાંશ દવેએ દસ દિવસ પહેલાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએથી મેદાન માર્યું હતું. અચનાક 11 વર્ષીય હેતાંશને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ હેતાંશને મૃત જાહેર કર્યો હતો. નાની ઉંમર બાળકના હૃદય રોગના હુમલાથી મોતના કારણે બ્રાહ્મણ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

Advertisement

થોડા દિવસ પહેલાં અમદાવાદમાં 8 વર્ષની બાળકીનું મોત થયું હતું

અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું હતું. સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી ત્યારે તેને છાતીમાં દુખાવો થયો હતો, જેથી તે લોબીની ચેર પર બેસી ગઈ અને પછી થોડી ક્ષણમાં જ ઢળી પડી હતી. ત્યાર બાદ વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી, જોકે હોસ્પિટલે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Rajkot: હવે મારી પાસે રૂપિયા નથી, થાકી ગયો છું.... વ્યાજખોરોના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી

Tags :
Advertisement

.

×