Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી, વેન્ટિલેટરમાં આગથી વૃદ્ધ દાઝ્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટીબી વોર્ડમાં રાખવામાં આવેલા વેન્ટિલેટરમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગંભીર ઘટનામાં પોતાની બેદરકારી છુપાવવા માટે અને ઢાંકપીછોડો કરવા માટે પોલીસ ચોકીમાં એમએલસી પણ નોંધવામં આવી નથી.
rajkot   સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી  વેન્ટિલેટરમાં આગથી વૃદ્ધ દાઝ્યા
Advertisement
  • રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર વિવાદમાં આવ્યું
  • વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દાઝ્યા છતાં ફરિયાદ નહીં
  • આરએમઓ દ્વારા સાંજે મળીશું, આ વાતનું સતત રટણ કરાયું

Rajkot : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટરમાં આગ (Ventilator Caught Fire) લાગતા વૃદ્ધ દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ ગંભીર મામલે પોલીસ ચોકીમાં MCL પણ નોંધવામાં આવી નથી. સાથે જ આગ લાગી તે સમયે વોર્ડમાં સીસીટીવી કેમેરા પણ ના હોવાનું સપાટી પર આવ્યું છે. જેને પગલે હોસ્પિટલમાં તંત્ર દર્દીઓની સુરક્ષાને લઇને સજ્જ નહીં હોવાનો ગણગણાટ પરિસરમાં જોવા મળી રહ્યો છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

ગંભીર મામલાને લઇને ઢીલાશભર્યું વલણ

રાજકોટ સિવિલ હોસ્પિટલના (Rajkot Civil Hospital) ટીબી વોર્ડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટીબી વોર્ડમાં રાખવામાં આવેલા વેન્ટિલેટરમાં આગ લાગી હતી (Ventilator Caught Fire). આ દુર્ઘટનામાં એક વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગંભીર ઘટનામાં પોતાની બેદરકારી છુપાવવા માટે અને ઢાંકપીછોડો કરવા માટે પોલીસ ચોકીમાં એમએલસી પણ નોંધવામં આવી નથી. સમગ્ર ઘટના બાદ દર્દીઓની તસ્વીર સામે આવતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટના અંગે શરૂઆતમાં નિરસ વલણ દાખવતા સત્તાધીશો હવે જવાબદારો સામે કાર્યવાહીની વાત કરી રહ્યા છે. પરંતુ જે રીતે આ ગંભીર મામલાને લઇને ઢીલાશભર્યું વલણ દાખવામાં આવ્યું છે, તે જોતા કસુરવારો પર કાર્યવાહીની વાત હકીકત બનતા ઘણો સમય લાગશે.

Advertisement

સિવિલ હોસ્પિટલના અધિક્ષક રજા પર ઉતરી ગયા

સમગ્ર મામલે ધારાસભ્ય દર્શિતા શાહને પુછવામાં આવતા તેમણે આ અંગે કોઇ જવાબ આપ્યો ન્હતો. આરએમઓ હર્ષદ દુસરા કેમેરાની સામે કંઇ પણ બોલવા તૈયાર નથી. તેઓ એક વાતનું રટણ કરી રહ્યા છે, સાંજે મળીશું. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના અધિક્ષક રજા પર ઉતરી ગયા છે. સમગ્ર ઘટનાને લઇને સિવિલ હોસ્પિટલના તંત્ર પર ભારે લોકરોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો -----  High speed corridor : ગુજરાતને સુવિધા સભર અને સલામત માર્ગો મળશે

Tags :
Advertisement

.

×