RAJKOT : વ્યંઢળોના બે જૂથ વચ્ચે અથડામણ, 6 કિન્નરોએ ફિનાઈલ પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ
- RAJKOT : વ્યંડળ જૂથ વચ્ચે બબાલ, 6 કિન્નરોએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ, નિકિતા પર ત્રાસના આક્ષેપ
- મોડી રાત્રે રાજકોટમાં 6 વ્યંડળોનું સામૂહિક આપઘાત : વિવાદથી ફિનાઈલ પીધું, સિવિલમાં સારવાર
- રાજકોટ કિન્નર વિવાદ : ધમકીઓથી ત્રસ્ત 6 વ્યંડળોએ ફિનાઈલ પી લીધું, પોલીસ તપાસમાં નિવેદનો
- ઘંટેશ્વરમાં વ્યંડળોની કરુણ કથા : 6એ એકસાથે ફિનાઈલ પીધું, માનસિક ત્રાસને કારણે આપઘાત પ્રયાસ
- રાજકોટમાં કિન્નર જૂથનો વિવાદ ગંભીર હોસ્પિટલમાં ખસેડાયા
RAJKOT : રાજકોટ શહેરમાં વ્યંઢળ (કિન્નર) સમુદાયના બે જૂથ વચ્ચે ચાલતા અંદરોઅંદર વિવાદે વધુ ગંભીર સ્વરૂપ લઈ લીધું છે. મોડી રાત્રે ઘંટેશ્વર 25 વારીયા વિસ્તારમાં રહેતા 6 વ્યંઢળોએ સામૂહિક રીતે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો, જેના કારણે શહેરમાં ચકચાર મચી ગયો છે. આ ઘટના ગંજીવાડા વિસ્તારના નેતા નિકિતા પર આક્ષેપોને કારણે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં માનસિક ત્રાસ અને ધમકીઓનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તમામને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી છે, અને તેમની તબિયત હાલ સ્થિર છે.
આ કિન્નરો વચ્ચે થયેલી બબાલનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં કેટલાક કિન્નરો દ્વારા એક કિન્નરને ઢસડી-ઢસડીને ઢોર માર મારવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ મારામારીની ઘટના પછી કિન્નરે આત્મહત્યાની કોશિશ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Rajkot | એકસાથે 6 વ્યંઢળોએ ફિનાઈલ પીધું..! | Gujarat First
રાજકોટમાં વ્યંઢળોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો
એકસાથે 6 વ્યંઢળોએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો
મોડી રાત્રે 6 વ્યંઢળોએ એકસાથે ફિનાઈલ પી લીધું
અંદરોઅંદર ચાલતા વિવાદને કારણે ફિનાઈલ પીધું
6 વ્યંઢળોને તાત્કાલિક સિવિલ… pic.twitter.com/RVrnfZeXPh— Gujarat First (@GujaratFirst) November 28, 2025
વિવાદથી આપઘાતનો પ્રયાસ
ઘટના 27 નવેમ્બરની મોડી રાત્રે બની છે. જ્યારે ઘંટેશ્વર 25 વારીયા વિસ્તારમાં રહેતા મીરા દે સહિતના 6 વ્યંધળોએ અંદરોઅંદર ચાલતા વિવાદને કારણે ફિનાઈલ પી લીધું છે. પીડિતોના જણાવ્યા પ્રમાણે, ગંજીવાડા વિસ્તારના વ્યંડળ જૂથના નેતા નિકિતા તરફથી સતત માનસિક ત્રાસ, નશાના આધારે ધમકીઓ અને લુખ્ખા તત્વો સાથે જોડાયેલા વર્તનને કારણે આ પગલું ભરવું પડ્યું છે. આરોપ છે કે નિકિતા ફોન પર વારંવાર ધમકીઓ આપતી હતી અને સમુદાયના અન્ય સભ્યોને ત્રાસ આપતી હતી. તો બીજી તરફ નિકિતાએ પોતે પણ દવા પીને આત્મહત્યાની કોશિશ કરી છે.
વિવાદ દરમિયાન એક વ્યંડળને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેણે પણ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. આના જવાબમાં સામા જૂથના 6 કિન્નરોએ ફિનાઈલ પી લીધું જેનાથી તેમની તબિયત લથડી પડી હતી. આ બધાને તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી હતી. હાલમાં તમામ કિન્નરોની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
RAJKOT પોલીસની કાર્યવાહી : નિવેદનો નોંધાયા
ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસે તુરંત કાર્યવાહી શરૂ કરી છે. બંને જૂથોના સભ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા છે, જેમાં મિહિર અને મીરા દે જેવા નામો પર પણ આક્ષેપો લગાવાયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ વિવાદ સમુદાયની આંતરિક રાજનીતિ અને વ્યક્તિગત ટીકા-ટિપ્પણીથી ઉભો થયો છે. હાલ તપાસ ચાલુ છે. જો જરૂરી પડે તો આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો- GPSC મોટી ભરતી 2025 : 67 વિભાગોની ખાલી જગ્યાઓ ભરાશે, 29 નવેમ્બરથી અરજી શરૂ


