Rajkot: સરકારી શાળાના શિક્ષક-શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ, દુષ્કર્મ, ખંડણી અને મારપીટનો આરોપ, જાણો સમગ્ર મામલો
- રાજકોટ (Rajkot) સરકારી શાળાના શિક્ષક, શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ
- દુષ્કર્મ, ખંડણી, માર મારવા સહિતની કલમો હેઠળ ફરિયાદ
- 35 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મનો શિક્ષક પર લાગ્યો આરોપ
- શિક્ષક મુકેશ સોલંકી પર અનેક વાર દુષ્કર્મ આચરવાનો આરોપ
- યુવતીના ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી
- ફોટો, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પડાવ્યા 4 લાખથી વધુ રૂપિયા
- યુવતીના લગ્ન પણ મુકેશ અને પ્રીતિ ઘેટિયા નામની મહિલા શિક્ષિકાએ રોકાવ્યા હતા
- શિક્ષક મુકેશ દ્વારા ચાર્જિંગ વાયર દ્વારા યુવતીને મારવામાં આવ્યો હતો માર
Rajkot : રાજકોટ (Rajkot) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક મુકેશ સોલંકી અને શિક્ષિકા પ્રીતિ ઘેટિયા વિરુદ્ધ ગંભીર ફરિયાદ નોંધાઈ છે. 35વર્ષીય પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે મુકેશ સોલંકીએ તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
રાજકોટમાં (Rajkot) સરકારી શાળાના શિક્ષક, શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ
રાજકોટમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે જેમાં રાજકોટની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક સરકારી શાળાના શિક્ષક અને એક શિક્ષિકા વિરુદ્ધ દુષ્કર્મ,ખંડણી, માર મારવો, અને ગુનાહિત કાવતરું રચવું સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આરોપી શિક્ષક મુકેશ સોલંકી અને શિક્ષિકા પ્રીતિ ઘેટિયા પર આરોપ છે કે મુકેશે યુવતીના નગ્ન ફોટા અને વીડિયો બનાવી તે વાયરલ કરવાની ધમકી આપીને ચાર લાખથી વધુ રૂપિયાની ખંડણી વસૂલી હતી. આ ઉપરાંત ચાર્જિંગ વાયર વડે યુવતીને બરાબર માર માર્યો હતો. યુવતીના લગ્ન પણ આ બંને આરોપીઓએ ધમકી આપીને રોકી દીધા હતા.
દુષ્કર્મ, ખંડણી, માર મારવા સહિતની કલમો હેઠળ ફરિયાદ
મળતી માહિતી મુજબ મુકેશ સોલંકી મોરબી જિલ્લાના પડધરી તાલુકાના રોહીશાળા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જ્યારે પ્રીતિ ઘેટિયા પણ સરકારી શિક્ષિકા છે. બંને સામે દુષ્કર્મ, ખંડણી, માર મારવો, ગુનાહિત ધમકી અને કાવતરું રચવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે .
&
રાજકોટ સરકારી શાળાના શિક્ષક, શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ
દુષ્કર્મ, ખંડણી, માર મારવા સહિતની કલમો હેઠળ ફરિયાદ
35 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મનો શિક્ષક પર લાગ્યો આરોપ
શિક્ષક મુકેશ સોલંકી પર અનેક વાર દુષ્કર્મ આચરવાનો આરોપ
યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી
ફોટો, વીડિયો… pic.twitter.com/npYp8ZmbYI— Gujarat First (@GujaratFirst) November 27, 2025
nbsp;
પ્રીતિ ઘેટીયાની કરાઈ ધરપકડ
ફરિયાદ બાદ પોલીસે પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુકેશ સોલંકીની શોધખોળ ચાલુ છે. આ ઘટનાથી શિક્ષકોની નૈતિકતા પર સવાલ ઉભા થયા છે.
અહેવાલ: રહિમ લાખાણી


