ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: મનીલેન્ડ એક્ટ હેઠળ P.T.જાડેજા વિરુદ્ધ ફરિયાદ

રાજકોટ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન વિરુદ્ધ ફરિયાદ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન P.T.જાડેજા વિરુદ્ધ ફરિયાદ મનીલેન્ડ એક્ટ હેઠળ P.T.જાડેજા વિરુદ્ધ ફરિયાદ કારખાનેદારે P.T.જાડેજા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ 60 લાખની સામે 70 લાખથી વધુ રકમ આપ્યાનો આરોપ પઠાણી ઉઘરાણી કરતા માલવિયા નગર...
08:34 PM Nov 30, 2024 IST | Hiren Dave
રાજકોટ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન વિરુદ્ધ ફરિયાદ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન P.T.જાડેજા વિરુદ્ધ ફરિયાદ મનીલેન્ડ એક્ટ હેઠળ P.T.જાડેજા વિરુદ્ધ ફરિયાદ કારખાનેદારે P.T.જાડેજા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ 60 લાખની સામે 70 લાખથી વધુ રકમ આપ્યાનો આરોપ પઠાણી ઉઘરાણી કરતા માલવિયા નગર...
P.T. Jadeja

Rajkot:રાજકોટ(Rajkot)ના અગ્રણી બિલ્ડર અને રાજપૂત સમાજના આગેવા(Kshatriya Rajput Samaj)ન તેમજ લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સક્રિય રીતે ભાગ લેનાર પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. એક કારખાનેદારે પી.ટી. જાડેજા (P.T. Jadeja)પાસેથી રૂપિયા 60 લાખ 3 ટકા વ્યાજે લીધા બાદ રૂપિયા 70.80 લાખ ચૂકવી દેવા છતા વધુ વ્યાજ મેળવવા માટે પાંચ એક ઉપર સહી કરાવી મકાનના ઓરિજીનલ દસ્તાવેજ પડાવી લીધાની અને સાટાખત ભરાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેશ પરમારે પોલીસને જાણ કરી

પી.ટી. જાડેજાથી ત્રસ્ત સુરેશ પરમારે પોલીસને જાણ કરી હતી. આ અંગે રાજકોટ પશ્વિમ ઝોનના DCP જગદિશ બાંગરવાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતુ કે પોલીસે સુરેશ પરમારની ફરિયાદના આધારે પી.ટી. જાડેજા વિરુદ્ધ IPCની કલમ 384,504,506 તથા મની લેન્ડીંગ એક્ટ કલમ 40, 42 અંતર્ગત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે પી.ટી. જાડેજા પાસે નાણા ધીરનાર અંગેનું કોઇ લાયસન્સ નથી, તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર પી.ટી.જાડેજાની શોધખોળ શરૂ કરી છે.

આ પણ  વાંચો -BZ GROUP Scam : ભુપેન્દ્રસિંહ ઝાલાના 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ, આરોપી મયુર દરજીના રીમાન્ડ પૂર્ણ

વકીલને ડોક્યુમેન્ટ બતાવ્યા બાદ આપી લોન

ફરિયાદની વિગતો મુજબ સુરેશભાઈ કારખાનું ચલાવે છે, અને તેને નાણાંની જરૂર પડતાં મિત્ર યશપાલભાઈ પટગીરને વાત કરતાં તેમણે પી.ટી.જાડેજાનો સંપર્ક કરાવ્યો હતો. આ બાબતે ફરિયાદી અને પી. ટી. જાડેજાની મુલાકાત થઈ ત્યારે તેમણે મકાનના દસ્તાવજો વિના લોન નહી આપતા હોવાની વાત કરી હતી પરંતુ વચ્ચે તેમના મિત્ર હોવાથી તેઓ આપશે તેમ જણાવ્યું હતું અને આ માટે તેઓને તેમના વકીલને દસ્તાવેજો બતાવવાની વાત કરી હતી

આ પણ  વાંચો -Ahmedabad : સાયકલ ચાલકને ટક્કર મારી ભાગવું પડ્યું ભારે

ગુનો નોંધાયો છે

પાંચ મહિના બાદ પી.ટી.જાડેજાની ઓફિસથી ફોન આવ્યો હતો અને મુદ્દલની રકમ આપી જવા કહ્યું હતું. આ સમયે ફરિયાદીને નાણાની સગવડ ન હોવાથી તેમણે મિત્ર યશપાલભાઈને વાત કરી હતી પરંતુ અંતે પી.ટી.જાડેજાને વ્યાજની રકમ લીધી નહીં અને મુદ્દલ આપવા વાત કરી હતી. ત્યારબાદ ફોન કરીને ફોન કરીને મુદ્દલ આપી જજો નહીંતર સારાવટ નહીં રહે તેમ ધમકાવતો હતો. આ વાત ફરિયાદીના મોટાભાઈને જાણ થતાં તેમણે થતાં પૈસા પી.ટી.ના ખાતામાં જમા કરાવ્યા હતા. જો કે ત્યારબાદ પી.ટી.જાડેજા રકમ ચુકવવામાં મોડું થયું એટલે 10 ટકા વ્યાજ માગે છે જેથી સુરેશ પરમાર દ્રારા જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરીને પી.ટી.જાડેજા સામે ગુનો નોંધાવાયો છે.

Tags :
Case Against P T JadejaGujarat Newsgujarat news todayGujarati breaking newsKshatriya Rajput SamajLatest Gujarati NewsMoney Laundering Actrajkot news in gujaratiRajkot News Today
Next Article