Rajkot: કિન્નરોના વિવાદે લીધું ગંભીર સ્વરૂપ, 6 કિન્નરોનો સામૂહિક આપઘાત પ્રયાસ મામલે બે સામે FIR
- Rajkot માં કિન્નરો વચ્ચે ચાલતા વિવાદ મામલો
- ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
- અખાડાના ગાદીપતિ મીરા દે નોંધાવી ફરિયાદ
- નિકિતા માસી અને સંગીત ઉર્ફે રાજીયો સામે નોંધાવી ફરિયાદ
Rajkot:શહેરના કિન્નર સમુદાય(Transgenders)માં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંતરિક વિવાદે અત્યંત ગંભીર વળાંક લીધો છે. ઘંટેશ્વર 25 વારીયા વિસ્તારમાં રહેતા 6 જેટલા કિન્નરોએ સામૂહિક રીતે ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ(Suicide Attempt) કર્યો હતો. આ ગંભીર ઘટના બાદ વિવાદમાં સંડોવાયેલા બે કિન્નરો સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સામૂહિક આપઘાતના પ્રયાસથી ખળભળાટ
પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના 27 નવેમ્બરની મોડી રાત્રે બની હતી. જ્યારે ઘંટેશ્વર 25 વારીયા વિસ્તારમાં રહેતા મીરા દે સહિતના 6 કિન્નરોએ અંદરોઅંદર ચાલતા વિવાદને કારણે ફિનાઈલ પી લીધું હતુ. પીડિતોના જણાવ્યા પ્રમાણે, ગંજીવાડા વિસ્તારના વ્યંડળ જૂથના નેતા નિકિતા તરફથી સતત માનસિક ત્રાસ, નશાના આધારે ધમકીઓ અને લુખ્ખા તત્વો સાથે જોડાયેલા વર્તનને કારણે આ પગલું ભરવું પડ્યું હતુ. આરોપ છે કે નિકિતા ફોન પર વારંવાર ધમકીઓ આપતી હતી અને સમુદાયના અન્ય સભ્યોને ત્રાસ આપતી હતી. તો બીજી તરફ નિકિતાએ પોતે પણ દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી.
Rajkot | એકસાથે 6 વ્યંઢળોએ ફિનાઈલ પીધું..! | Gujarat First
રાજકોટમાં વ્યંઢળોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો
એકસાથે 6 વ્યંઢળોએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો
મોડી રાત્રે 6 વ્યંઢળોએ એકસાથે ફિનાઈલ પી લીધું
અંદરોઅંદર ચાલતા વિવાદને કારણે ફિનાઈલ પીધું
6 વ્યંઢળોને તાત્કાલિક સિવિલ… pic.twitter.com/RVrnfZeXPh— Gujarat First (@GujaratFirst) November 28, 2025
વિવાદ દરમિયાન એક કિન્નરને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેણે પણ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. આના જવાબમાં સામા જૂથના 6 કિન્નરોએ ફિનાઈલ પી લીધું જેનાથી તેમની તબિયત લથડી પડી હતી. આ બધાને તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી હતી.પરંતુ આ ઘટનાથી કિન્નર સમુદાયના આંતરિક વિખવાદની ગંભીરતા ખુલ્લી પડી છે. આપઘાતનો પ્રયાસ કરનાર કિન્નરોએ ગંજીવાડા વિસ્તારના નેતા નિકિતા માસી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનો દાવો છે કે આ વિવાદ અને દબાણના કારણે તેમને આ આત્યંતિક પગલું ભરવાની ફરજ પડી હતી.
આખરે પોલીસ ફરિયાદ દાખલ
ઘટનાની ગંભીરતાને જોતાં આખરે સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં આ વિવાદ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.આ ફરિયાદ કિન્નર અખાડાના ગાદીપતિ મીરા દે દ્વારા દાખલ કરવામાં આવી છે. મીરા દેએ પોતાની ફરિયાદમાં મુખ્યત્વે નિકિતા માસી અને સંગીતા ઉર્ફે રાજીયો સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવાયું છે કે, નિકિતા માસીને અગાઉ અખાડાના નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કે આંતરિક વિવાદને કારણે અખાડામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ બદલો લેવાના ઇરાદાથી (ખાર રાખીને) નિકિતા માસી અને સંગીતા ઉર્ફે રાજીયો અન્ય કિન્નરોને સતત ધમકીઓ આપી રહ્યા હતા.
Rajkot : રાજકોટમાં કિન્નરો વચ્ચેના વિવાદમાં નોંધાઈ ફરિયાદ
ગાંધીગ્રામ પોલીસમાં ગાદીપતિ મીરા દે ફરિયાદ નોંધાવી
નિકિતા માસી અને સંગીત ઉર્ફે રાજીયા સામે ફરિયાદ
જાનથી મારીનાખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ#Gujarat #Rajkot #KinnerCommunity #Dispute #PoliceComplaint… pic.twitter.com/HCdSx3eXSt
— Gujarat First (@GujaratFirst) November 30, 2025
જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ
ફરિયાદ મુજબ, આ બન્ને આરોપીઓ દ્વારા અખાડાના કિન્નરોને માત્ર ધમકાવવામાં જ આવતા નહોતા, પરંતુ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. આ સતત ચાલતા માનસિક ત્રાસ અને ધમકીના કારણે જ છ જેટલા કિન્નરોએ હતાશ થઈને સામૂહિક રીતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: RAJKOT : વ્યંઢળોના બે જૂથ વચ્ચે અથડામણ, 6 કિન્નરોએ ફિનાઈલ પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ


