Rajkot: ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો શું છે કારણ ?
- ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ કરી આત્મહત્યા
- જીત પાબારીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
- નવેમ્બર 2024માં થઈ હતી દુષ્કર્મની ફરિયાદ
- સારવાર દરમિયાન જીત પાબારીનું થયું મોત
Rajkot:ભારતીય ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ પોતાના રાજકોટ સ્થિત ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.આ ઘટના ગઈકાલે બની હોવાનું જાણવા મળે છે.
ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ કરી આત્મહત્યા
મળતી માહિતી મુજબ જીત પાબારી ચેતેશ્વર પુજારાની પત્ની પૂજા પાબારીના એકના એક નાના ભાઈ હતા. પરિવાર મૂળ જામજોધપુરનો હોવા છતાં છેલ્લા બે દાયકાથી રાજકોટમાં જ વસવાટ કરે છે અને કોટન જિનિંગનો વ્યવસાય ધરાવે છે.આ ઘટનામાં એક વર્ષ જૂની ગંભીર બાબત સામે આવી છે. જેમાં ગત વર્ષે 26 નવેમ્બર 2024 ના રોજ જીત પાબારીની પૂર્વ મંગેતરે રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં તેમની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે,જીત પાબારીએ લગ્નની લાલચ આપીને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.સગાઈ થયા બાદ પણ આવા સંબંધો બાંધવામાં આવ્યા અને પછીથી સગાઈ તોડી નાખવામાં આવી હતી. ત્યારે આજે ઠીક એક વર્ષ બાદ તે જ તારીખે જીત પાબારીએ આત્મહત્યા કરી લીધી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ ફરિયાદ બાદથી જીત પાબારી માનસિક તણાવમાં હોવાનું તેમના પરિચિત વર્ગે જણાવ્યું છે. પરિવારે ઘટનાસ્થળે કોઈ સુસાઈડ નોટ મળી નથી, પરંતુ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાએ પુજારા પરિવાર તેમજ રાજકોટના રિકેટ પ્રેમીઓને ગહન શોકમાં ડૂબોયો છે.
અહેવાલ: રહીમ લાખાણી
આ પણ વાંચો : Rajkot | બોલો ! પ્રસૂતાના પરિજનો પાસે સ્ટાફે કરી પૈસાની ઉઘરાણી..


