60 વર્ષના ડોસાએ રૂમમાં બોલાવી પરિણીતાને પાછળી પકડીને કહ્યું તું એગ્રી...
- મહિલાને રૂમ બતાવવાના બહાને છેડતી કરી
- મહિલાને રૂમની અંદર પાછળથી અયોગ્ય રીતે સ્પર્શ કર્યું
- મહિલાની દીકરી સાથે પણ શારીરિક અડપલા કરેલા
Rajkot Crime Case : ગુજરાતમાં રાજ્યમાંથી છેલ્લા ઘણા સમયથી કિશોર વયના બાળકો અને મહિલાઓની છેડતી કરતા વૃદ્ધો સામે આવી રહ્યા છે. તો મોટાભાગે આ પ્રકારના મામલામાં આસપાસના વ્યક્તિઓ જ આરોપીઓ તરીકે પકડાતા હોય છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. આ ઘટનામાં એક વૃદ્ધે પોતાના ત્યાં રહેતી મહિલા અને તેની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. ત્યારે મહિલાએ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મહિલાને રૂમ બતાવવાના બહાને છેડતી કરી
મળતી માહિતી મુજબ, રાજકોટમાં આવેલા મવડી વિસ્તારમાં આવેલા માલવીયાનગરમાંથી આ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાને ભાડે મકાનની જરૂર હતી. ત્યારે તેણે માલવીયાનગરમાં આવેલા એક ક્વાર્ટરમાંથી એક નંબર મળ્યો હતો. આ નંબર ઉપર ફોન કરતા તેની મુલાકાત એક 60 વર્ષના વૃદ્ધ સાથે થઈ હતી. જ્યારે તેણીએ તેને ફોન કર્યો હતો, ત્યારે પહેલીવારમાં જ તેણે રૂબરૂ મુલાકાત કરીને પોતાનો નંબર સેવ કરવાનો આગ્રહ કર્યો હતો. ત્યારે મહિલાએ તેમનો નંબર સેવ કર્યો હતો.
આ પણ વાંચો: પોરબંદરના દરિયામાં 36 કલાક સુધી સી વિજીલ ઓપરેશન કરવામાં આવશે
મહિલાને રૂમની અંદર પાછળથી અયોગ્ય રીતે સ્પર્શ કર્યું
ત્યારબાદ બીજા દિવસે અચાનક રૂમ જોવા માટે વૃદ્ધનો મહિલાને ફોન આવ્યો હતો. ત્યારે વૃદ્ધે પોતાના રૂમને રૂબરૂ રીતે જોવા માટે મહિલા અને તેની દીકરીને પોતાના ક્વોર્ટરમાં લઈ આવ્યો હતો. તો જ્યારે મહિલાએ રૂમનો દરવાજો ખોલીને અંદર રૂમમાં પ્રવેશી હતી, ત્યારે અચાનક વૃદ્ધે તેને પાછળના ભાગથી પકડીને કહ્યું કે, તું એગ્રી થાય તો હું આ તારા નામે કરી દવ. ત્યારે મહિલા આ વૃદ્ધ સકંજામાંથી તુરંત ભાગીને તેની માતાને આ અંગે જાણ કરી હતી. તો મહિલા જ્યારે માતાને આપવીતી જણાવતી હતી. ત્યારે તેની 8 વર્ષની દીકરી પણ ત્યાં હાજર હતી.
મહિલાની દીકરી સાથે પણ શારીરિક અડપલા કરેલા
તો દીકરીએ કહ્યું કે, આ કાકાએ ગત દિવસોમાં મને છાતીના અને સાથળના ભાગે સ્પર્શ કર્યું હતું. અને વાપરવા માટે 20 રૂપિયા આપ્યા હતા. ત્યારે પોલીસમાં આ અંગે ફરિયાદ કરી હતી, જે બાદ પોલીસે એક વોચ ગોઠવી હતી. તે દરમિયાન મહિલાને આ વૃદ્ધને ફોન કરીને ઘટનાસ્થળ ઉપર બોલાવવાનું કહ્યું હતું. તો જ્યારે આ વૃદ્ધ એકરોજ આવ્યો હતો. ત્યારે પોલીસે તેની પકડી પાડ્યો હતો. હાલમાં વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત તેની વિરુદ્ધ પોક્સો કેસ હેઠળ ફરિયાદ નોંધાવામાં આવી છે.
આ પણ વાંચો: વાવમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ તમામ પક્ષના ઉમેદવારો માટે જીવન-મરણ કરશે નક્કી


