Rajkot : વહેલી સવારે રૂરલ LCB એ બુટલેગરોની ઠંડી ઉડાડી! વિદેશી દારૂનાં જથ્થા સાથે 2 ની ધરપકડ
- વહેલી સવારે રાજકોટ રૂરલ LCB ની મોટી કાર્યવાહી
- ગોડાઉનમાં દરોડો પાડી દારૂનાં જથ્થા સાથે બેની ધરપકડ કરી
- કાર, મોબાઇલ સહિત કુલ રૂ. 20.90 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટમાં (Rajkot) રૂરલ LCB એ મોટી કાર્યવાહી કરી છે. વહેલી સવારે કાર્યવાહી કરીને વિદેશી દારૂની 2772 નંગ બોટલ સાથે કાર, મોબાઇલ સહિત કુલ રૂ. 20.90 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓની પોલીસે શોધખોળ આદરી છે. આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Vadodara : પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે 2 પોલીસકર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી!
બાતમીનાં આધારે વહેલી સવારે ગોડાઉનમાં દરોડો પાડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ રૂરલ LCB (Rajkot Rural LCB) PI વી.વી. ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અનિલ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ અને મહિપાલસિંહ ચુડાસમાને મળેલી બાતમીનાં આધારે ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભોજપરા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો અને શ્રી જોગમાયા ગોડાઉન-3 માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે એક યુટીલિટી સાથે 2 શખ્સોને કુલ રૂ. 20,90,856/- મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતનાં પ્રવાસે, સ્નેહમિલન સમારોહમાં કરી આ ટકોર!
કાર, મોબાઇલ સહિત કુલ રૂ. 20.90 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ રૂરલ LCB પોલીસે (Rajkot Rural LCB) દરોડા દરમિયાન 2772 નંગ વિદેશી દારૂની બોટલ સાથે કાર, એક મોબાઈલ કબ્જે કર્યા હતા. તેમ જ આરોપી કૈલાશ બાબુલાલ જગમાલ, જલારામ ભીખારામ ઉદારામને દારૂનાં જથ્થા સાથે પકડી પડ્યા હતા. ઉપરાંત, અન્ય ત્રણ આરોપી પ્રકાશ ઉર્ફે સત્યા બિશ્રોઇ, નારાયણસિંહ પદમસિંહ અને કારનાં માલિકને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં રૂરલ LCB PI વી.વી. ઓડેદરા, ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, રોહિત બકોત્રા, અનિલ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાધાભાઈ આલ, રસિક જમોડ, મહિપાલસિંહ ચુડાસમા અને ભાવેશ મકવાણા સહિતનો સ્ટાફ હાજર હતો.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Patan Ragging Case : જુનિયર વિદ્યાર્થીનાં મોત બાદ રેંગિગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીની ધરપકડ


