Rajkot : જસદણ નગરપાલિકા ચૂંટણીમાં AAP ને ઝટકો! મહિલા ઉમેદવારે છેડો ફાડી BJP ને આપ્યો ટેકો
- Rajkot જસદણ નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં AAP ને મોટો ઝટકો!
- ઉમેદવાર નયનાબેન હિરપરાએ પાર્ટી સાથે છેડો ફાડી BJP ઉમેદવારને ટેકો જાહેર કર્યો
- હવે વોર્ડ નંબર 6 માં ભાજપનાં ફાળે ચારેચાર બેઠક જશે તેવી સ્થિતિનું નિર્માણ
રાજકોટ જિલ્લામાં (Rajkot) નગરપાલિકા ચૂંટણીને લઈ રાજકીય માહોલ બરોબરનો જામ્યો છે. દરમિયાન, જસદણ નગરપાલિકા (Jasdan) સામાન્ય ચૂંટણી માટે મતદાન પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAP નાં મહિલા ઉમેદવાર નયનાબેન હિરપરાએ પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનાં ઉમેદવારને ટેકો જાહેર કરતા BJP નાં ફાળે ચારેચાર બેઠક જશે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો - Gujarat: રાજ્ય સરકારની પાઠશાળાની નીતિમાં સુધારાની જાહેરાત
નયનાબેન હિરપરાએ પાર્ટી સાથે છેડો ફાડી BJP ઉમેદવારને ટેકો જાહેર કર્યો
રાજકોટમાં (Rajkot) જસદણ નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં આમ આદમી પાર્ટીને (AAP) મોટો ઝટકો લાગ્યો છે. માહિતી અનુસાર, AAP નાં મહિલા ઉમેદવાર નયનાબેન હિતેશભાઈ હિરપરાએ પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપનાં ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. આથી, હવે વોર્ડ નંબર 6 માં ઔપચારિક મતદાન થશે અને ભાજપનાં ફાળે ચારેચાર બેઠક જશે તેવું જણાઈ રહ્યું છે. જણાવી દઈએ કે, અગાઉ વોર્ડ નંબર 6 માં કોંગ્રેસ અને AAP નાં 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા અને 3 બેઠકો અગાઉથી જ ભાજપ માટે બિનહરીફ થઇ ચૂકી છે.
Rajkot : Jasdan નગરપાલિકા ચૂંટણીમાં AAP ને ઝટકો! મહિલા ઉમેદવારે છેડો ફાડી BJP ને આપ્યો ટેકો
Rajkot ના Jasdan માં વોર્ડ નંબર-6માં AAPને મોટો ઝટકો
નપાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર-6માં AAPને ઝટકો
AAPના મહિલા ઉમેદવારે AAP સાથે છેડો ફાડી ભાજપને આપ્યો ટેકો
વોર્ડ નંબર-6માં હવે… pic.twitter.com/VuEGfIXr1w— Gujarat First (@GujaratFirst) February 6, 2025
આ પણ વાંચો - સુરતમાં બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડ્યું, 6 ફૂટ પાણીમાં કેમેરા સાથે જવાન ઉતર્યો
3 બેઠકો અગાઉથી જ ભાજપ માટે થઇ ચૂકી છે બિનહરીફ
નોંધનીય છે કે, ચૂંટણીપંચ દ્વારા ફોર્મ પરત ખેંચવાનો સમય 4 ફેબ્રુઆરીનાં 3 વાગ્યા સુધી નક્કિ કરાયો હતો. એ સમયે જસદણ નગરપાલિકાનાં વોર્ડ નંબર 6 માં ભાજપનાં (BJP) 3 અને આમ આદમી પાર્ટીનાં એક ઉમેદવાર વચ્ચે ચૂંટણી થવાની હતી. પરંતુ, હવે નયનાબેન હિરપરાએ (Nayanaben Hirpara) ભાજપનાં ઉમેદવારને ટેકો જાહેર કરતા AAP પાર્ટીને ઝટકો લાગ્યો છે અને ભાજપનાં ફાળે હવે ચોથી બેઠક પણ જશે. આમ, વોર્ડની ચારેચાર બેઠક પર ભાજપનો કબજો થશે તેવું હાલ જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો - Chhota Udepur : ચૂંટણી પહેલા BJP એ 4 સભ્ય, લઘુમતી મોરચાનાં પ્રમુખને સસ્પેન્ડ કર્યા


