Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : જેતપુર સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિરમાં 11,000 દીવડાથી ભવ્ય દીપોત્સવ ઊજવાયો

રાજકોટ સહિત વિશ્વભરનાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં નૂતન વર્ષે અન્નકૂટ દર્શનનો ભવ્ય ઉત્સવ ઊજવાયો. ત્યારે જેતપુરમાં સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિર, જ્યાં ભગવાન સ્વામિનારાયણ ગાદી પર બિરાજમાન થયા હતા, ત્યાં દિવાળીનાં પાવન પર્વે ભવ્ય દીપોત્સવ ઊજવાયો હતો. મંદિરનાં પટાંગણમાં 11 હજાર દીવડા પ્રગટાવી અક્ષરધામ જેવો મનોહર નજારો સર્જાયો હતો. નવા વર્ષનાં પ્રથમ દિવસે પણ અન્નકૂટ, પૂજા સહિત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું.
rajkot   જેતપુર સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિરમાં 11 000 દીવડાથી ભવ્ય દીપોત્સવ ઊજવાયો
Advertisement
  1. Rajkot સહિત વિશ્વભરનાં BAPS મંદિરોમાં અન્નકૂટ દર્શનનો ભવ્ય ઉત્સવ
  2. નૂતન વર્ષે ભગવાનને અર્પણ થયો અન્નકૂટ, સનાતન ધર્મની પરંપરા વૈશ્વિક મંચે ચમકી
  3. ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં શાકાહારી અન્નકૂટની રમઝટ જોવા મળી
  4. જેતપુરમાં સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિરે ભવ્ય દીપોત્સવનું આયોજન
  5. 11 હજાર દીવડા પ્રગટાવીને સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાનમાં એક અક્ષરધામ જેવો નજારો

Rajkot : રાજકોટ સહિત વિશ્વભરનાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં (BAPS Swaminarayan Temples) નૂતન વર્ષે અન્નકૂટ દર્શનનો ભવ્ય ઉત્સવ ઊજવાયો. ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત ધારણ કર્યો ત્યારથી શરૂ થયેલી અન્નકૂટની પરંપરા આજે પણ સનાતન ધર્મનો અભિન્ન હિસ્સો છે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયે આ પરંપરાને આગળ વધારી, વૈશ્વિક સ્તરે તેનો પ્રચાર કર્યો છે. ત્યારે રાજકોટનાં જેતપુરમાં (Jetpur) સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિર (Shree Swaminarayan Gadisthan Mandir), જ્યાં ભગવાન સ્વામિનારાયણ ગાદી પર બિરાજમાન થયા હતા, ત્યાં દિવાળીનાં પાવન પર્વે ભવ્ય દીપોત્સવ ઊજવાયો હતો. મંદિરનાં પટાંગણમાં 11 હજાર દીવડા પ્રગટાવી અક્ષરધામ (Akshardham) જેવો મનોહર નજારો સર્જાયો હતો. નવા વર્ષનાં પ્રથમ દિવસે પણ અન્નકૂટ, પૂજા સહિત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું.

આ પણ વાંચો - Happy BDay Amit Shah : નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ, CM, DyCM સહિત MP, MLA's પહોંચ્યા

Advertisement

Rajkot નાં જેતપુરમાં સ્વામિનારાયણ ગાદીસ્થાનમાં ભવ્ય દીપોત્સવ

સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્ત્વનું સ્થાન ધરાવતું રાજકોટનાં જેતપુરમાં આવેલ સ્વામિનારાયણ ગાદીસ્થાન, જેમાં સ્વામિનારાયણ ભગવાન ગાદી પર બિરાજમાન થયાં હતાં અને ગાદી પર બિરાજમાન થયાં પહેલાં દીપોત્સવનું આયોજન થયું હતું. ત્યારે દિવાળી (Diwali 2025) નિમિત્તે સ્વામિનારાયણ ગાદી સ્થાન મંદિરનાં પટાંગણમાં 11 હજાર દીવડા પ્રગટાવી ભવ્ય દીપોત્સવ ઊજવાયો હતો. સાથે જ સ્વામિનારાયણ મંદિરને ઝળહળતું કરવામાં આવ્યું હતું. હરિભક્તો અને સંતોનાં મંડળોની મહેનતથી 11 હજાર દીવડા પ્રગટાવીને સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાનમાં એક અક્ષરધામ જેવો નજારો સર્જાયો હતો અને દિવાળીની ઉજવણી કરાઈ હતી. દીપત્સવનો લ્હાવો લેવા માટે બહોળી સંખ્યામાં હરિભક્તો અને સંતો જોડાયા હતા. તેમ જ સ્વામિનારાયણ મંદિરને 100 વર્ષ પૂર્ણ થતાં હોવાથી આગામી તારીખ 25 થી શરૂ થતા શતાબ્દી મહોત્સવનાં ઉપક્રમે દીપત્સવનો આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Gujarat Celebration : ગાંધીનગરમાં CMની નૂતન વર્ષાભિનંદન : ભુપેન્દ્ર પટેલની મંત્રીમંડળ નિવાસ સંકુલમાં નવા વર્ષની શુભેચ્છા મુલાકાત

વિશ્વભરનાં BAPS મંદિરોમાં નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ દર્શનનો ભવ્ય ઉત્સવ

બીજી તરફ વિશ્વનાં અન્ય દેશ જેમ કે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, અમેરિકા અને યુરોપનાં દેશોમાં આવેલ સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temples) ખાતે આજે ભક્તોએ શાકાહારી શાક, ફરસાણ અને મીઠાઈઓનો અન્નકૂટ (Annakut Darshan) ભગવાનને અર્પણ કર્યો. આ ભવ્ય ઉત્સવમાં વિદેશી ભક્તો પણ પ્રસાદ ગ્રહણ કરી સનાતન સંસ્કૃતિનો અનુભવ કરે છે. BAPS નાં પ્રયાસોથી સનાતન ધર્મની આ પરંપરા વૈશ્વિક મંચ પર ચમકી રહી છે. ભક્તો આ નૂતન વર્ષે મંગલમય જીવન અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે અન્નકૂટ દર્શનમાં જોડાયા. આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક પહોંચ અને એકતાનું પ્રતીક બન્યો છે.

આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Paatil એ જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, કહ્યું- લોકોની સમૃદ્ધિ અને..!

Tags :
Advertisement

.

×