Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ મનસુખ સાગઠિયાએ RTIથી માહિતી માંગતા ખળભળાટ

Rajkot : રાજકોટના ભયાનક TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાએ RTI દ્વારા મહાનગરપાલિકાની TP શાખાને 9 મુદ્દાઓ પર માહિતી માંગી છે, જેનાથી શાખામાં ખળભળાટ મચી ગયો છે. આ RTI 1-11-2025ના રોજ દાખલ કરવામાં આવી હતી, અને તેમાં ગેમઝોનના ગેરકાયદેસર બાંધકામ અંગેના મનાઇ હુકમ, નોટિસ અને 2007થી 2024 સુધીના અન્ય ગેરકાયદે બાંધકામોની વિગતોની માંગ કરવામાં આવી છે.
rajkot   trp ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ મનસુખ સાગઠિયાએ rtiથી માહિતી માંગતા ખળભળાટ
Advertisement
  • Rajkot મનસુખ સાગઠિયાની RTIથી ખળભળાટ : 2007-2024ના ગેરકાયદે બાંધકામો અને નોટિસની વિગતો માંગી
  • રાજકોટમાં TRP કેસ : સાગઠિયાની RTIથી મનાઇ હુકમ અને ભ્રષ્ટાચારના કિસ્સા ખુલી શકે
  • 1-11-2025ની RTIથી TP શાખા તણાવમાં : મનસુખ સાગઠિયાએ માંગી ગેમઝોન નોટિસ અને સ્ટાફ બદલીની વિગતો
  • અગ્નિકાંડ પછી RTIનો ધમાકો : સાગઠિયાની માંગથી રાજકોટમાં અન્ય ગેરકાયદે બાંધકામોના રહસ્યો ખુલશે?

Rajkot : રાજકોટના ભયાનક TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાએ RTI દ્વારા મહાનગરપાલિકાની TP શાખાને 9 મુદ્દાઓ પર માહિતી માંગી છે, જેનાથી શાખામાં ખળભળાટ મચી ગયો છે. આ RTI 1-11-2025ના રોજ દાખલ કરવામાં આવી હતી, અને તેમાં ગેમઝોનના ગેરકાયદેસર બાંધકામ અંગેના મનાઇ હુકમ, નોટિસ અને 2007થી 2024 સુધીના અન્ય ગેરકાયદે બાંધકામોની વિગતોની માંગ કરવામાં આવી છે. આ માંગથી TP શાખામાં દોડધામ મચી ગઈ છે, કારણ કે તેનાથી અનેક અન્ય ગેરકાયદેસર બાંધકામોના ચિઠ્ઠા ખુલી શકે છે.

Rajkot :  સોગઠિયા 16 મહિના જેલમાં રહ્યા

આગની આ ભયાનક ઘટના 25 મે, 2024ના રોજ નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં થઈ હતી, જેમાં બાળકો અને મહિલાઓ સહિત 27 નિર્દોષ લોકોના મોત થયા હતા. તપાસમાં સામે આવ્યું કે, ગેમઝોન ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતું હતું અને તેના માલિકો તથા મનપાના અધિકારીઓ વચ્ચે મિલીભગત હતી. આ કેસમાં મનસુખ સાગઠિયા સહિત 15 આરોપીઓની ધરપકડ થઈ હતી. તેમને સાપરાધ મ.નુષ્યવધ, ભ્રષ્ટાચાર અને ગેરકાયદે બાંધકામને મંજૂરી આપવાના આરોપો હેઠળ ગુનો દાખલ થયા હતા. તાજેતરમાં તેમને 16 મહિના જેલમાં રહ્યા પછી જામીન મળી છે, પરંતુ સસ્પેન્શન હજુ જારી છે.

Advertisement

RTIમાં સાગઠિયાએ મુખ્યત્વે TRP ગેમઝોનને લગતા ગેરકાયદેસર બાંધકામ અંગે મનપા દ્વારા જારી કરાયેલા મનાઇ હુકમ અને નોટિસની વિગતો માંગી છે. આ ઉપરાંત, 2007થી 2024 સુધી TP શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામો અંગે આપેલી નોટિસો અને તેની હાલની સ્થિતિની પણ માહિતી માંગવામાં આવી છે. RTIમાં TP શાખાના સ્ટાફની બદલીઓ, કામગીરીની ફાળવણી અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા TPઓને જારી કરેલા પરિપત્રની નકલ પણ માંગાઈ છે. આ માંગથી TP શાખામાં ચિંતા વધી ગઈ છે, કારણ કે આ માહિતીથી રાજકોટમાં અન્ય ગેરકાયદેસર બાંધકામો અને અધિકારીઓની મિલીભગતના કિસ્સા સામે આવી શકે છે.

Advertisement

સાગઠિયા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો પણ લાગેલા છે, જેમાં તેમણે છેલ્લા 10 વર્ષમાં 10.55 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન તેમના ભાઈના નામે ટ્વીન ટાવરમાંથી 3 કરોડ રોકડ અને 18 કરોડની સંપત્તિ મળી આવી હતી. આ ઉપરાંત, તેમણે બોગસ મિનિટ્સ બુકમાં સહી કરાવવા માટે અન્ય કર્મચારીઓને ધમકાવ્યાના આરોપ પણ છે. આ RTI તેમની તપાસ અને જામીન પછીના પગલાંના ભાગરૂપે જોવામાં આવી રહી છે, જે TP શાખાની કામગીરી પર પ્રશ્નો ઉભા કરી શકે છે.

આ કેસમાં હાઇકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો છે, જેમાં જવાબદાર અધિકારીઓને પીડિતોને વળતર ચૂકવવાના આદેશ આપ્યા છે. રાજ્ય સરકાર તાજેતરમાં આરોપીઓના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે. આ RTIના જવાબથી રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામો પર નવી તપાસની શક્યતા વધી ગઈ છે.

આ પણ વાંચો-SIR ગણતરીમાં મોટો ખુલાસો, ગુજરાતમાં 1.15 લાખ ડુપ્લિકેટ અને 9 લાખ મૃત મતદારો દૂર

Tags :
Advertisement

.

×