Rajkot : પાટીદાર અગ્રણી પર હુમલા મામલે નવા CCTV ફૂટેજ સામે આવતા ઊભા થયાં અનેક સવાલ!
- પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર હુમલાનો મામલો (Rajkot)
- સમગ્ર ઘટનાનાં વધુ એક CCTV દ્રશ્યો આવ્યા સામે
- જયંતી સરધારા-PI વચ્ચે હાથાપાઈ થઈ હોવાના દ્રશ્યો
- CCTV ફૂટેજ સામે આવ્યા બાદ જયંતી સરધારાનાં નિવેદન સામે સવાલ!
રાજકોટમાં (Rajkot) ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા (Jayanti Sardhara) પર જીવલેણ હુમલા મામલે નવો વળાંક સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનાં વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જયંતી સરધારા-PI સંજય પાદરિયા વચ્ચે હાથાપાઈ થઈ હોવાનું દેખાય છે. જો કે, આ CCTV ફૂટેજ સામે આવતા સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - PI વિરુદ્ધ ગુનો દાખલ પરંતુ ધરપકડ નહીં, સામાન્ય નાગરિકોના સરઘસ કાઢતી પોલીસ ક્યાં ગઇ???
ગઈકાલે BJP પૂર્વ કોર્પોરેટર પર જીવલેણ હુમલો થયો હતો
રાજકોટમાં (Rajkot) ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનાં (BJP) પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક જીવલેણ હુમલો થયો હતો. જયંતી સરધારાએ આ જીવલેણ હુમલાનો આરોપ ખોડલધામ (Khodaldham) સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા પર લગાવ્યો હતો. જયંતી સરધારાએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, સંજય પાદરિયાના (Sandeep Padaria) મારથી તેઓ બેભાન થયા હતા. જો કે, હવે આ ઘટનાનાં વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જયંતી સરધારા-PI સંજય પાદરિયા વચ્ચે હાથાપાઈ થઈ હોવાનું દેખાય છે.
આ પણ વાંચો - Rajkot: જયંતિ સરધારા પર હુમલાને લઈને મોટા સમાચાર, Gujarat First ને હાથ લાગ્યા CCTV ફૂટેજ
જયંતી સરધારાનાં નિવેદન સામે ઊભા થયા સવાલ!
આ ઘટના જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તેમાં જયંતી સરધારા બેભાન ન થયા હોવાનું દેખાય છે. સાથે જ જયંતીભાઈ પોતે કાર લઈને નીકળતા જોવા મળે છે. ઉપરાંત, PI સંજય પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવાનું પણ CCTV માં દેખાય છે. CCTV ફૂટેજમાં જયંતી સરધારા દ્વારા સંજય પાદરિયાને ધક્કો મારવામાં આવે છે અને ત્યારબાદ પગથી લાત મારવામાં આવે છે એવા દ્રશ્યો સામે આવ્યા છે. અન્ય આગેવાનો બંનેને સમજાવતા હોય તેવા પણ દ્રશ્યો દેખાય છે. આ CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સવાલ ઊભો થયો છે કે શું જયંતી સરધારા દ્વારા મીડિયા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ?
આ પણ વાંચો - Rajkot: પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો કરના PI સંજય પાદરિયા સામે નોંધાઈ ફરિયાદ


