Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! લિફ્ટ માથા પર પડતા 3 વર્ષની બાળકીનું મોત

Rajkot: રાજકોટ શહેરને જાણે કોઈ કાળની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. નોંધનીય છે કે, હજી પણ મૃતકોની ચિસો શાંત થઈ નથી. આ દરમિયાન ફરી એકવાર રાજકોટ (Rajkot)માં હચમચાવી નાખતી...
rajkot  વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો  લિફ્ટ માથા પર પડતા 3 વર્ષની બાળકીનું મોત
Advertisement

Rajkot: રાજકોટ શહેરને જાણે કોઈ કાળની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. નોંધનીય છે કે, હજી પણ મૃતકોની ચિસો શાંત થઈ નથી. આ દરમિયાન ફરી એકવાર રાજકોટ (Rajkot)માં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, લિફ્ટ માથા પર પડતા એક બાળકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના પંચાયત ચોકના હેવલોક એપાર્ટમેન્ટમાં આ ઘટના બનવા પામી છે.

મેરી કાર્કીના નામની માત્ર 3 વર્ષની બાળકીનું મોત

આ ઘટનામાં મેરી કાર્કીના નામની માત્ર 3 વર્ષની બાળકીનું મોત થયું છે. નોંધનીય છે કે, પોતાની વ્હાલસોયી દીકરીનું અકાળે મોત થતા પરિવારજનોમાં અત્યારે ભારે આક્રંદ સાથે રૂદન કરી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે પાર્કિંગની લિફ્ટમાં નીચેનો દરવાજો ખુલ્લો હતો. જાણકારી પ્રમાણે બાળકી લિફ્ટ નીચે હતી ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, બાળકીનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે.

Advertisement

વ્હાલસોયી દીકરીનું અકાળે મોત થતા પરિવારમાં શોક

નોંધનીય છે કે, બાળકીના મૃતદેહને PM અર્થે રાજકોટ સિવિલ હોસ્ટલ ખસેડાયો હતો. આ ઘટના વાલીઓ માટે લાલ બત્તી સમાન બની ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વાલીઓ પોતાના બાળકોની ખાસ સંભાળ રાખવી જોઈએ. જેથી આવી અઘટીત ઘટનાઓ બનતા અટકી જાય. રાજકોટમાં માત્ર સાડા ત્રણ વર્ષની બાળકીનું માથે લિફ્ટ પડવાથી મોત થયું છે. નોંધનીય છે કે, પોતાની વ્હાલસોયી દીકરીનું અકાળે મોત થતા પરિવાર સહિત રહિશોમાં પણ ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. વાલીઓએ પોતાના બાળકોને સોસાયટીમાં પોતાના જાણ વિના બહાર ના જવા દવા જોઈએ. ખાસ કરીને તો લિફ્ટીથી તો નાના બોળકોને દુર જ રાખવા જોઈએ. કારણ કે, રાજકોટમાં આવી જ એક ઘટના સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો: Junagadh: મેંદરડા પંથકમાં પરપ્રાંતીય ખેત મજૂરના પુત્રને દીપડાએ ફાડી ખાધો

આ પણ વાંચો: Surat: 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું! 22 તારીખે મળ્યો હતો મૃતદેહ

આ પણ વાંચો: Gujarat Rain Update: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ, જાણો કેવી છે આગાહી

Tags :
Advertisement

.

×