Rajkot : નાગરિક બેંકનું સુકાન કોણ સંભાળશે ? પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નામોની પસંદગી!
- Rajkot નાગરિક બેંક ચૂંટણીને લઈ મોટા સમાચાર
- પ્રમુખ અને ઉપપ્રમુખના નામ આવ્યા સામે
- ચેરમેન તરીકે દિનેશ પાઠક, વાઈસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલની પસંદગી!
રાજકોટ (Rajkot) નાગરિક બેંક ચૂંટણીને લઈને મોટા સમાચાર આવ્યા છે. રાજકોટ નાગરિક બેન્કનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની જવાબદારી કોને મળશે તેની ચર્ચાઓ વચ્ચે બે નામ સામે આવ્યા છે. ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હોવાની માહિતી છે. જ્યારે, આવતીકાલે સવારે 11 કલાકે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરાશે. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી બિનહરીફ થઈ શકે છે.
આ પણ વાંચો - Morbi સબ જેલમાં દુષ્કર્મના આરોપીની દારૂની મહેફિલ! હાથ ધરાયું સઘન ચેકિંગ
Rajkot Cooperative Bank : રાજકોટ નાગરિક બેંક ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ | Gujarat First #RajkotCooperativeBank #PresidentElection #SahkarPanelVictory #BankLeadership #Gujaratfirst pic.twitter.com/HBtZzuKv1M
— Gujarat First (@GujaratFirst) November 22, 2024
પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કરાઈ પસંદગી!
રાજકોટની (Rajkot) નાગરિક બેંકનાં ચેરમેન (Chairman) અને વાઇસ ચેરમેનની નિમણૂકને લઈ મોટા સમાચાર આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજકોટ નાગરિક બેન્કનાં (Rajkot Nagarik Bank) ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન (Vice Chairman) તરીકે જીવણભાઈ પટેલની પસંદગી કરાઈ છે. દિનેશભાઈ પાઠક (Dineshbhai Pathak) વીમા કંપનીનાં ભૂતપૂર્વ અધિકારી ઉપરાંત સંઘ સાથે પણ જોડાયેલા છે. જ્યારે, વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલ (Jivanbhai Patel) ગેલેક્સી ગ્રૂપ સાથે કનેક્શન ધરાવે છે. માહિતી અનુસાર, આવતીકાલે સવારે 11 કલાકે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક મળવાની છે, બે બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચો - Ahmedabad : High Court માં ગૂંજ્યો Khyati hospital 'કાંડ'! કોર્ટ મિત્રની રજૂઆત, HC ની ટકોર
આવતીકાલે થઈ શકે છે સત્તાવાર જાહેરાત
જણાવી દઈએ કે, પ્રમુખ અને ઉપપ્રમુખનાં ફોર્મ ભરાય તે પહેલા નાગરિક સહકારી બેંકનાં ડિરેક્ટરોની બંધ બારણે મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં નાગરિક બેંકનાં ચેરમેન તરીકે દિનેશ પાઠક અને વાઈસ ચેરમેન પદ માટે જીવણભાઈ પટેલના નામ પર ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે રાજકોટ નાગરિક બેંક (Rajkot Nagarik Bank) ડિરેક્ટરની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો છે. ત્યારે, હવે સહકાર પેનલમાંથી ચૂંટાયેલા 21 ડિરેક્ટરોનાં ભાવિનો પણ નિર્ણય થશે. 21 એ 21 ડાયરેક્ટ સહકાર પેનલ (Sahakar Panel) હોવાથી ચૂંટણી યોજવાની સંભાવના ઓછી છે. આથી, બંને ચૂંટણી બિનહરીફ ચૂંટણી થઈ શકે છે.
આ પણ વાંચો - Bavla: ત્રણ માસની બાળકીને મંદિરના ઓટલે મૂકી માતાએ પોતાની જીવનલીલા સંકેલી


