Ram Mandir ના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, લખનૌ PGIમાં 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
- રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન
- લખનઉ SGPGIમાં 87 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ
- 3 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ બાદ કરાયા હતા દાખલ
Ram Mandir ના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થયુ છે. જેમાં લખનૌ PGIમાં 85 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. સત્યેન્દ્ર દાસ 1992થી રામ જન્મમૂમિમાં રામલલાના પૂજારી હતા. રામ મંદિર આંદોલનમાં પણ મહત્વની ભૂમિકા હતી. તેમજ 3 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
Ram Mandir's Chief Priest Satyendra Das Passes Away at 87 : રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન | Gujarat First#SatyendraDas #RamMandir #Ayodhya #RamLalla #RestInPeace #GujaratFirst pic.twitter.com/mb0QjWefyy
— Gujarat First (@GujaratFirst) February 12, 2025
લખનૌના પીજીઆઈમાં સવારે 8 વાગ્યે અવસાન થયું
આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય પ્રદીપ દાસે જણાવ્યું કે લાંબી બીમારી બાદ તેમનું લખનૌના પીજીઆઈમાં સવારે 8 વાગ્યે અવસાન થયું છે. તેમના મૃતદેહને પીજીઆઈથી અયોધ્યા લાવવામાં આવી રહ્યો છે. તેમના શિષ્યો તેમના પાર્થિવ દેહ સાથે અયોધ્યા જવા રવાના થઈ ગયા છે. અંતિમ સંસ્કાર આવતીકાલે (13 ફેબ્રુઆરી) અયોધ્યામાં સરયુ નદીના કિનારે થશે. તાજેતરમાં, પીજીઆઈએ એક આરોગ્ય બુલેટિન જારી કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે સત્યેન્દ્ર દાસ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે.
આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધન પર અયોધ્યાના મઠ મંદિરોમાં શોક છવાયો
સત્યેન્દ્ર દાસે લગભગ 33 વર્ષ રામ મંદિરની સેવામાં વિતાવ્યા. ફેબ્રુઆરી 1992માં, જ્યારે 'વિવાદાસ્પદ જમીન'ને કારણે રામ જન્મભૂમિની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રને સોંપવામાં આવી, ત્યારે જૂના પૂજારી મહંત લાલદાસને દૂર કરવાની ચર્ચાઓ શરૂ થઈ. દરમિયાન, 1 માર્ચ, 1992ના રોજ, સત્યેન્દ્ર દાસની નિમણૂક ભાજપના સાંસદ વિનય કટિયાર, વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને તત્કાલીન VHP વડા અશોક સિંઘલની સંમતિથી કરવામાં આવી હતી. સત્યેન્દ્ર દાસે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેમણે 1975માં સંસ્કૃત વિદ્યાલયમાંથી આચાર્યની ડિગ્રી મેળવી હતી. આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધન પર અયોધ્યાના મઠ મંદિરોમાં શોક છવાયો છે.
આ પણ વાંચો: Sanchar Saathi App: ફોન અસલી છે કે નકલી? તમને મિનિટોમાં માહિતી મળી જશે


