Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોકસભા ચૂંટણીમાંથી બોધબાઠ લઇ RSS હવે કરશે આ કામ...

RSS : લોકસભા ચૂંટણીમાં ભાજપને જોઇએ તેવી સફળતા ન મળ્યા બાદ હવે ભાજપ અને આરએસએસ (RSS ) નાં મનોમંથન તો ચાલી જ રહ્યું છે ત્યારે લોકસભા ચૂંટણીમાંથી બોધપાઠ લીધા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હવે બેરોજગારીના મુદ્દા પર કામ કરવાનું નક્કી...
લોકસભા ચૂંટણીમાંથી બોધબાઠ લઇ rss હવે કરશે આ કામ
Advertisement

RSS : લોકસભા ચૂંટણીમાં ભાજપને જોઇએ તેવી સફળતા ન મળ્યા બાદ હવે ભાજપ અને આરએસએસ (RSS ) નાં મનોમંથન તો ચાલી જ રહ્યું છે ત્યારે લોકસભા ચૂંટણીમાંથી બોધપાઠ લીધા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હવે બેરોજગારીના મુદ્દા પર કામ કરવાનું નક્કી કર્યું છે. યુવાનોમાં વધી રહેલા ગુસ્સાનું સૌથી મોટું કારણ બેરોજગારી અને પેપર લીક હોવાનું માનીને સંઘે હવે રોજગાર પર કામ કરવાનો નિર્ણય લીધો છે.

સંઘ પ્રથમ વખત રોજગાર વધારવાની યોજના પર કામ કરવા જઈ રહ્યું છે

આ માટે સંઘ પ્રથમ વખત રોજગાર વધારવાની યોજના પર કામ કરવા જઈ રહ્યું છે. જેમાં સંઘ સાથે જોડાયેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે રોજગાર સર્જન અંગે ચર્ચા થશે. કુટીર ઉદ્યોગો પર ભાર મૂકવામાં આવશે.

Advertisement

સંઘ સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું કામ કરશે

સંઘ સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. આ માટે લખનૌમાં સંઘની રાષ્ટ્રીય પરિષદની બેઠક પણ બોલાવવામાં આવી છે. આજથી ત્રણ દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં ODOP અને સ્વદેશી ચીજવસ્તુઓના પ્રમોશન પર ચર્ચા કરવામાં આવશે.

Advertisement

સંઘ હવે વધુને વધુ યુવાનોને દલિત અને પછાત વર્ગ સાથે જોડવાનું કામ શરૂ કરશે.

સર કાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ સંઘના જિલ્લા પ્રચારકો સાથેની બેઠકમાં નિર્ણય લીધો હતો કે હવે સંઘ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ પોતાનું કાર્ય વધારશે, આ માટે તમામ જિલ્લાઓમાં વિદ્યાર્થીઓની શાખાઓ સ્થાપવામાં આવશે અને સંપર્ક અભિયાનને ઝડપી બનાવવામાં આવશે.

વિદ્યાર્થીઓને જોડવા માટે એક અભિયાન પણ ચલાવવામાં આવશે

સંઘના વિદ્યાર્થીઓને જોડવા માટે એક અભિયાન પણ ચલાવવામાં આવશે અને આ માટે તે નવા પ્રચારકોને તાલીમ આપશે. સંઘ યુવા ઉદ્યોગપતિઓને જોડશે અને આ માટે અલગ શાખા શરૂ કરશે. ઉપરાંત આરએસએસ યુવા અને પુખ્ત ઉદ્યોગપતિઓ માટે અલગ શાખાઓ શરૂ કરશે.

આ પણ વાંચો---- સ્પીકર ઓમ બિરલાની પુત્રી કેમ આજ કાલ ચર્ચામાં છે…?

આ પણ વાંચો---- Amit Shah મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની મુલાકાત લેશે, સમજો વિધાનસભા ચૂંટણીની રણનીતિ વિશે… 

Tags :
Advertisement

.

×